We not only have diplomatic relations with all BIMSTEC countries but are strongly connected by civilization, history, art, language, cuisine and shared culture: PM Modi
PM Modi: Big opportunity to expand trade, economic, transport, digital, and people-to-people connectivity in the BIMSTEC region
BIMSTEC inaugural session: PM Modi calls for greater cooperation among member countries to tackle the menace of terrorism and drug trafficking

મહામહિમ, રાઈટ ઓનરેબલ

પ્રધાનમંત્રી ઓલીજી,

BIMSTEC સભ્ય દેશોમાંથી આવેલા મારા સાથી નેતાઓ, સૌથી પહેલા તો હું આ ચોથા BIMSTEC શિખર સંમેલનની યજમાની અને સફળ આયોજન કરવા બદલ નેપાળ સરકારનો અને પ્રધાનમંત્રી ઓલીજીનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરવા માગું છું. જો કે મારા માટે આ પ્રથમ BIMSTEC શિખર સંમેલન છે પરંતુ 2016માં મને ગોવામાં બ્રિકસ શિખર સંમેલનની સાથે BIMSTEC રિટ્રીટનું યજમાન પદ કરવાનો અવસર મળ્યો હતો. ગોવામાં અમે જે કાર્યસૂચિ નક્કી કરી હતી તે અનુસાર અમારી ટીમે પ્રશંસનીય અનુવર્તી કામગીરી કરી છે.

જેમાં આ કાર્યોનો સમાવેશ થાય છે:

પહેલી વાર્ષિક BIMSTEC આપત્તિ વ્યવસ્થાપન કવાયતનું આયોજન.

રાષ્ટ્રીય સુરક્ષા પ્રમુખોની બે મુલાકાતો.

BIMSTEC ટ્રેડ ફેસીલિટેશન સંધિ પર ચર્ચામાં પ્રગતિ.

BIMSTEC ગ્રીડના આંતરિક જોડાણોના વિષય પર સમજૂતી.

તેની માટે હું તમામ દેશોના પ્રતિનિધિમંડળને અભિનંદન પાઠવું છું.

મહાનુભાવો,

આપણે બધા દેશો સદીઓથી સભ્યતા, ઇતિહાસ, કલા, ભાષા, ખાન-પાન અને આપણી પારસ્પરિક સંસ્કૃતિના અતુટ બંધનોથી જોડાયેલા છીએ. આ પ્રદેશની એક બાજુએ મહાન હિમાલય પર્વતની ગિરીમાળા છે અને બીજી બાજુ હિંદ તથા પ્રશાંત મહાસાગરોની વચ્ચે સ્થિત બંગાળની ખાડી. બંગાળની ખાડીનું આ ક્ષેત્ર આપણા સૌના વિકાસ, સુરક્ષા અને પ્રગતિ માટે વિશેષ મહત્વ ધરાવે છે. અને એટલા માટે તે કોઈ આશ્ચર્યની વાત નથી કે ભારતની “પહેલા પાડોશી” અને “એક્ટ ઇસ્ટ”, આ બંને નીતિઓનો સંગમ આ જ બંગાળની ખાડીના ક્ષેત્રમાં થાય છે.

 

મહાનુભાવો,

આપણે સૌ વિકાસશીલ દેશો છીએ. પોત પોતાના દેશોમાં શાંતિ, સમૃદ્ધિ અને ખુશહાલી એ આપણી સૌથી મોટી પ્રાથમિકતા છે. પરંતુ આજના આંતરિક રીતે જોડાયેલા વિશ્વમાં આ કામ કોઈ એકલા હાથે કરી શકાતું નથી. આપણે એક બીજાની સાથે ચાલવાનું છે, એક બીજાનો સહારો બનવાનું છે, એક બીજાના પ્રયાસો માટે પૂરક બનવાનું છે. હું માનું છું કે સૌથી મોટો અવસર છે સંપર્કનો – વેપારી જોડાણ, આર્થિક જોડાણ, વાહનવ્યવહાર જોડાણ, ડિજિટલ જોડાણ અને લોકોનું લોકો સાથેનું જોડાણ – આ દરેક પાસાઓ પર આપણે કામ કરવાનું છે. BIMSTECમાં દરિયાઈ પરિવહન અને મોટર વાહન સમજૂતીઓને આગળ વધારવા માટે આપણે ભવિષ્યમાં પણ મુલાકાતની યજમાની કરી શકીએ છીએ. આપણા ઉદ્યોગસાહસિકોની વચ્ચે સંપર્ક અને જોડાણ વધારવા માટે ભારત BIMSTEC સ્ટાર્ટ-અપ કોન્કલેવની યજમાની કરવા માટે તૈયાર છે. આપણે બધા મોટા ભાગે કૃષિપ્રધાન દેશો છીએ અને જળવાયુ પરિવર્તનની આશંકાઓ સામે ઝઝૂમી રહ્યા છીએ. આ સંદર્ભમાં કૃષિ અનુસંધાન, શિક્ષણ અને વિકાસ પર સહયોગ માટે ભારત, આબોહવાને અનુરૂપ સ્માર્ટ ફાર્મિંગ પ્રણાલીના વિષય પર એક આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરશે. ડિજિટલ જોડાણના ક્ષેત્રમાં ભારત પોતાના નેશનલ નોલેજ નેટવર્કને શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળમાં વધારવા માટે પહેલેથી જ પ્રતિબદ્ધ છે. અમે તેને થાઈલેન્ડ અને મ્યાનમારમાં પણ વધારવાના પ્રયાસ કરી રહ્યા છીએ. હું આશા રાખું છું કે તમામ BIMSTEC દેશો આ વર્ષે ઓક્ટોબરમાં નવી દિલ્હીમાં આયોજિત કરવામાં આવી રહેલા ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં ભાગીદાર થશે. આ કોંગ્રેસમાં BIMSTEC મંત્રીસ્તરીય કોન્કલેવનો પણ સમાવેશ થાય છે. BIMSTEC સભ્ય દેશોની સાથે જોડાણ વધારવામાં ભારતના પૂર્વોત્તર ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા હશે. ભારતના પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ માટે “પૂર્વોત્તર ક્ષેત્રોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી માટે દરમિયાનગીરી” (Technology Interventions in the North Eastern Region) નામની એક પહેલ હાથ ધરવામાં આવી છે. અમે આ કાર્યક્રમને BIMSTEC સભ્ય દેશોને માટે વિસ્તારવાનો પ્રસ્તાવ મુકીએ છીએ. તેના માધ્યમથી ગ્રામિણ ક્ષેત્રોમાં ઊર્જા, કચરાનો નિકાલ, કૃષિ અને ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવામાં આવી શકે છે. આ સાથે જ ભારતના પૂર્વોત્તર અંતરિક્ષ એપ્લીકેશન સેન્ટરમાં BIMSTEC સભ્ય દેશોના શોધકર્તાઓ, વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો માટે અમે ચોવીસ શિષ્યવૃત્તિઓ પણ આપીશું.

મહાનુભાવો,

આ ક્ષેત્રના લોકોની વચ્ચે સદીઓ જુના સંપર્ક આપણા સંબંધોને એક મજબુત પાયો પ્રદાન કરે છે અને આ જ સંપર્કોની એક વિશેષ કડી છે બૌદ્ધ ધર્મ અને ચિંતન. ઓગસ્ટ 2020માં ભારત આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ કોન્કલેવનું યોજમાન બનશે. હું તમામ BIMSTEC સભ્ય દેશોને આ અવસર પર અતિથિ વિશેષના રૂપમાં સહભાગી થવા નિમંત્રણ પાઠવું છું. આપણી યુવા પેઢીની વચ્ચે સંપર્કને પ્રોત્સાહન આપવા માટે ભારત BIMSTEC યુથ સમિટ અને BIMSTEC બેન્ડ ઉત્સવનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂકવા માગે છે. તેની સાથે જ આપણે BIMSTEC યુથ વોટર સ્પોર્ટ્સનું પણ આયોજન કરી શકીએ છીએ. BIMSTEC દેશોના યુવા વિદ્યાર્થીઓ માટે નાલંદા વિશ્વવિદ્યાલયમાં ત્રીસ શિષ્યવૃત્તિઓ અને જીપમર ઇન્સ્ટીટ્યુટમાં એડવાન્સ મેડિસીન ક્ષેત્રમાં બાર સંશોધન ફેલોશિપ પણ આપવામાં આવશે. સાથે જ ભારતના આઈટેક કાર્યક્રમ અંતર્ગત પર્યટન, પર્યાવરણ, આપત્તિ વ્યવસ્થાપન, પુનઃપ્રાપ્ય ઊર્જા, કૃષિ, વ્યાપાર અને ડબ્લ્યુટીઓ (WTO)જેવા વિષયો પર સો ટૂંકાગાળાના તાલીમ અભ્યાસક્રમો પણ પ્રદાન કરવામાં આવશે. બંગાળની ખાડી ક્ષેત્રમાં કલા, સંસ્કૃતિ, સામુદ્રિક કાયદાઓ અને અન્ય વિષયો પર સંશોધન માટે અમે નાલંદા વિશ્વવિદ્યાલયમાં એક સેન્ટર ફોર બે ઓફ બેંગાલ સ્ટડીઝની સ્થાપના પણ કરીશું. આ કેન્દ્રમાં અમે તમામ દેશોની ભાષાઓના એકબીજા સાથે જોડાયેલા તાંતણાઓના વિષયમાં પણ સંશોધન કરી શકાય તેમ છે. આપણે સૌ દેશો પોત-પોતાના લાંબા ઇતિહાસ અને ઇતિહાસ સાથે જોડાયેલ પર્યટનની ક્ષમતાનો પૂરે પૂરો લાભ લેવા માટે ઐતિહાસિક ઇમારતો અને સ્મારકોના પુનરુત્થાન માટે આપણે સહયોગ કરી શકીએ છીએ.

મહાનુભાવો,

ક્ષેત્રીય સંકલન અને આર્થિક પ્રગતિ તથા સમૃદ્ધિ માટે આપણા આ સહભાગી પ્રયાસોની સફળતા માટે એ જરૂરી છે કે આપણા ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ હોય. હિમાલય અને બંગાળની ખાડી સાથે જોડાયેલા આપણા દેશો, વારંવાર પ્રાકૃતિક આપત્તિઓનો સામનો કરતા રહે છે. ક્યારેક પૂર, ક્યારેક ચક્રવાત, તો ક્યારેક ભૂકંપ. આ સંદર્ભમાં એકબીજા સાથે માનવીય મદદ અને રાહતકાર્યના પ્રયાસોમાં આપણો સહયોગ અને સમન્વય ખૂબ જરૂરી છે. આપણા ક્ષેત્રની ભૌગોલિક સ્થિતિ વૈશ્વિક સામુદ્રિક વેપારી માર્ગો સાથે જોડાયેલી છે અને આપણા સૌની અર્થવ્યવસ્થાઓમાં પણ વાદળી ક્રાંતિનું વિશેષ મહત્વ છે. સાથે જ આવનારા ડિજિટલ યુગમાં આપણી અર્થવ્યવસ્થાઓ માટે સાયબર ઈકોનોમીનું મહત્વ પણ વધુમાં વધુ વધારવા માંગીએ છીએ. એ સ્પષ્ટ છે કે આપણા ક્ષેત્રીય સુરક્ષા સહયોગમાં આ બધા જ વિષયો પર સહકાર મજબુત કરવાની દિશામાં આપણે મજબુત પગલાઓ ભરવા પડશે અને એટલા માટે આવતા મહિને ભારતમાં આયોજિત થઇ રહેલા BIMSTEC મલ્ટિનેશનલ મિલિટરી ફિલ્ડ ટ્રેનિંગ કવાયત અને પાયદળ સેના પ્રમુખોની કોન્કલેવને હું આવકારૂ છું. ભારત BIMSTEC દેશોની એક ટ્રાય સર્વિસ માનવીય સહાય અને આપત્તિ રાહત કવાયતો (Tri Services Humanitarian Assistance and Disaster Relief Exercise)ની યજમાની પણ કરશે. બીજી વાર્ષિક BIMSTEC આપત્તિ વ્યવસ્થાપન કવાયતની યજમાની માટે પણ ભારત તૈયાર છે. અમે આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં કાર્યરત અધિકારીઓ માટે ક્ષમતા નિર્માણમાં પણ સહયોગ કરવા માટે તૈયાર છીએ. ભારત વાદળી ક્રાંતિ પર તમામ BIMSTEC દેશોના યુવાનોની એક હેકેથોન પણ આયોજિત કરશે. તેનાથી વાદળી ક્રાંતિની સંભાવનાઓ અને સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે.

મહાનુભાવો,

આપણામાંથી કોઇપણ દેશ એવો નથી કે જેણે આતંકવાદ અને આતંકવાદના નેટવર્ક સાથે જોડાયેલ ટ્રાન્સ નેશનલ અપરાધો અને ડ્રગ હેરફેર જેવી સમસ્યાઓનો સામનો ન કર્યો હોય. નશીલા પદાર્થો સાથે સંબંધિત વિષયો પર અમે BIMSTEC ફેમવર્કની અંદર એક કોન્ફરન્સનું આયોજન કરવા માટે તૈયાર છીએ. એ સ્પષ્ટ છે કે આ સમસ્યાઓ કોઈ એક દેશના કાયદા અને વ્યવસ્થાનીની સમસ્યાઓ નથી. તેમનો સામનો કરવા માટે આપણે એકત્રિત થવું જ પડશે. અને તેના માટે આપણે જરૂરી કાયદાઓ અને નિયમોનું માળખું ઊભું કરવું પડશે. આ સંદર્ભમાં, આપણા કાયદા બનાવનારાઓ, ખાસ કરીને મહિલા સાંસદોનો પારસ્પરિક સંપર્ક સહાયક સાબિત થઇ શકે તેમ છે. મારો પ્રસ્તાવ છે કે આપણે BIMSTEC મહિલા સંસદ મંચની સ્થાપના કરવી જોઈએ.

મહાનુભાવો,

પાછલા બે દસકાઓમાં BIMSTEC એ ઉલ્લેખનીય પ્રગતિ કરી છે. પરંતુ હજુ આપણી સામે ઘણી લાંબી યાત્રા છે. આપણા આર્થિક સંકલનને વધુ મજબૂત કરવા માટે હજુ ઘણી સંભાવનાઓ છે. અને આપણા લોકોને આપણી પાસેથી એ જ અપેક્ષા પણ છે. આ ચોથું શિખર સંમેલન આપણા જનમાનસની અપેક્ષાઓ, આશાઓ અને અભિલાષાઓને પૂર્ણ કરવાની દિશામાં મજબૂત કદમ ઉઠાવવાનો ઘણો સારો અવસર છે. આ ચોથા શિખર સંમેલનના જાહેરનામામાં ઘણા બધા મહત્વપૂર્ણ નિર્ણયો સમાયેલા છે. તેનાથી BIMSTECના સંગઠન અને પ્રક્રિયાને ઘણું બળ મળશે. સાથે જ BIMSTECની પ્રક્રિયાઓને નક્કર રૂપ અને મજબૂતી માટે આ શિખર સંમેલનની સફળતા એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેના માટે હું યજમાન દેશ, નેપાળ સરકાર, ઓલીજી અને તમામ સહભાગી નેતાઓના નેતૃત્વને હૃદયથી અભિનંદન પાઠવું છું. આગળ પણ ભારત તમારી સાથે ખભે ખભો મિલાવીને ચાલવા માટે પ્રતિબદ્ધ છે.

આભાર!

ખૂબ-ખૂબ આભાર!

 

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures

Media Coverage

India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948
December 03, 2024

The Prime Minister Shri Narendra Modi lauded the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948 in Rajya Sabha today. He remarked that it was an important legislation which will boost energy security and also contribute to a prosperous India.

Responding to a post on X by Union Minister Shri Hardeep Singh Puri, Shri Modi wrote:

“This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India.”