Himachal Pradesh, as a land of spirituality and bravery: PM Modi
Government is focusing on next-generation infrastructure in Himachal Pradesh. Projects related to highways, railways, power, solar energy and petroleum sector, are underway in the state: PM Modi
Those in habit of looting money now afraid of 'Chowkidar': PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશમાં ધર્મશાળામાં એક જન આભાર રેલીનું સંબોધન કર્યું હતું. અહીં રાજ્યમાં ભાજપની સરકારે શાસનનું એક વર્ષ પૂર્ણ કર્યું એનાં ઉપક્રમે એક કાર્યક્રમ યોજાયો હતો.

પ્રધાનમંત્રીએ રેલીનું સંબોધન કરતાં અગાઉ સરકારી યોજનાઓ પર યોજાયેલા એક પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓ સાથે વાત પણ કરી હતી.

ત્યારબાદ જનસભામાં ઉપસ્થિત મોટી સંખ્યામાં લોકોને સંબોધતા તેમણે હિમાચલ પ્રદેશની ભૂમિને આધ્યાત્મિકતા અને સાહસિકતાની ધરતી ગણાવીને પ્રશંસા કરી હતી.

તેમણે આ રાજ્ય સાથે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીનાં વિશેષ જોડાણને પણ યાદ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનાં લાભને લોકો સુધી પહોંચાડવાની પ્રશંસા કરી હતી, ખાસ કરીને રાજ્યનાં ગ્રામીણ વિસ્તારનાં લોકો સુધી સરકારી યોજનાઓનાં લાભ પહોંચાડવાની.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર અત્યાધુનિક માળખાગત સુવિધા વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશમાં હાઇવે, રેલવે, પાવર, સૌર ઊર્જા અને પેટ્રોલિયમ ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ નિર્માણાધિન છે.

પ્રધાનમંત્રીએ રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રની સંભવિતતા પર વિસ્તૃત વાત કરી હતી. આ સંદર્ભમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારતમાં વર્ષ 2013માં પ્રવાસીઓની સંખ્યા 70 લાખથી વધીને વર્ષ 2017માં 1 કરોડ થઈ ગઈ હતી. તેમણે જણાવ્યું હતંવ કે, એ જ રીતે ભારતમાં વર્ષ 2013માં હોટેલ્સની સંખ્યા આશરે 1200 હતી, જે અત્યારે વધીને 1800 થઈ ગઈ છે.

પ્રધાનમંત્રીએ સરકારનાં ભૂતપૂર્વ સૈનિકો માટે કલ્યાણકારક પગલાંને યાદ કરતાં કહ્યું હતું કે, છેલ્લાં 40 વર્ષથી ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓની ‘વન રેન્ક, વન પેન્શન’ (ઓઆરઓપી)ની માંગણી પૂરી થઈ નહોતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે તેમની સરકારે વર્ષ 2014માં શાસન સંભાળ્યું, ત્યારે તેમણે તમામ મુદ્દાઓનું સમાધાન કરી દીધું હતું અને આ માટે જરૂરી સંસાધનોની સમજણ મેળવી હતી. પછી આપણાં ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓનાં કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે ઓઆરઓપીનો અમલ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશની જનતાનો સ્વચ્છતા માટે કટિબદ્ધતા બદલ વિશેષ આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, હિમાચલ પ્રદેશની જનતાએ ‘સ્વચ્છતા’ને પોતાનાં ‘સંસ્કાર’ તરીકે અપનાવી લીધી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા વધવાથી રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન પણ મળ્યું છે.

 

પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચારને અંકુશમાં વિવિધ પ્રકારનાં પગલાં કેવી રીતે લીધા છે. તેમણે કહ્યું હતું કે, સરકારી સહાયને લાભાર્થીઓનાં બેંક ખાતામાં સીધા હસ્તાંતરિત કરવા (ડીબીટી)થી ભ્રષ્ટાચાર નિયંત્રણમાં આવ્યો છે અને સરકારે આશરે રૂ. 9,000 કરોડની બચત થઈ છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"