The fundamentals of our economy are sound. We are well set to become a 5 trillion dollar economy in the near future: PM
In the last four years, we have jumped 65 places in the World Bank’s Ease of Doing Business ranking, to 77th: PM Modi
Research and innovation would be the driving force in 4th industrial revolution era: PM Modi

યોર એક્સલન્સી,

યૂન-મો-સુંગ, વેપાર, ઉદ્યોગ અને ઊર્જા મંત્રી,

અગ્રગણ્ય વેપારી દિગ્ગજો,

મિત્રો, 

ગૂડ આફ્ટરનૂન. આજે સિઓલમાં તમને બધાને મળીને મને આનંદ થયો છે. ફક્ત 12 મહિનાનાં ગાળામાં કોરિયન વેપારી દિગ્ગજો સાથે આ મારી ત્રીજી બેઠક છે. બંને પક્ષો એકબીજાને વધુને વધુ સાથસહકાર આપવા તત્પર છે. કોરિયાનાં વધુને વધુ વ્યવસાયો ભારત તરફ નજર ફેરવે એવું હું ઇચ્છું છું. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે પણ મેં કોરિયાનો પ્રવાસ કર્યો હતો. એ સમયે કોરિયા આર્થિક વૃદ્ધિ માટે મારું રોલ મોડલ હતું અને હજુ પણ છે.

મિત્રો
અત્યારે 1.25 અબજ લોકોની વસતિ ધરાવતો દેશ ભારત મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે.

આ પરિવર્તનો છેઃ

  • કૃષિ આધારિત અર્થતંત્રમાંથી ઉદ્યોગ અને સેવાઓ આધારિત અર્થતંત્ર તરફ આગેકૂચ;
  • ફક્ત એક રાષ્ટ્ર કે એક જૂથ સાથે સંબંધ ધરાવતું અર્થતંત્ર હવે આંતરરાષ્ટ્રીય સ્તરે દુનિયાનાં તમામ દેશો સાથ જોડાણ ધરાવે છે;
  • જે અર્થતંત્ર અમલદારશાહી માટે જાણીતું હતું, એ જ અર્થતંત્ર અત્યારે રોકાણકારોને આવકારે છે.

ભારત તકોની ભૂમિ તરીકે ઉભરી આવ્યું છે. જ્યારે અમે ‘ભારતીયોનાં સ્વપ્ન’ને સાકાર કરવા માટે કામ કરીએ છીએ, ત્યારે અમે અમારાં જેવી ઉદાર વિચારસરણી ધરાવતાં ભાગીદાર ઇચ્છીએ છીએ. આ દ્રષ્ટિએ દુનિયાનાં દેશોમાં દક્ષિણ કોરિયા ખરા અર્થમાં ભારતનું સ્વાભાવિક ભાગીદાર છે. ગત દાયકામાં ઇન્ડિયા-કોરિયા વચ્ચેનાં વ્યાવસાયિક સંબંધોએ લાંબી મજલ કાપી છે અને છેલ્લાં થોડાં વર્ષોમાં બહુ નજીક આવ્યાં છે. કોરિયાનાં ટોચના 10 ભાગીદારોમાં ભારત સામેલ છે અને ભારત કોરિયન ચીજવસ્તુઓ માટે છઠ્ઠું સૌથી મોટું નિકાસ સ્થળ છે. અમારું ટ્રેડ વોલ્યુમ કેલેન્ડર વર્ષ 2018માં 21.5 અબજ ડોલરને આંબી ગયું છે. સંપૂર્ણ આર્થિક ભાગીદારી સમજૂતીને અપગ્રેડ કરવા વાટાઘાટો ઝડપથી ચાલી રહી છે, જેનો ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં 50 અબજ ડોલરનાં દ્વિપક્ષીય વેપારી લક્ષ્યાંકને હાંસલ કરવાનો છે. ફક્ત વેપારમાં જ નહીં, રોકાણની દ્રષ્ટિએ પણ સકારાત્મકતા જોવા મળી રહી છે. ભારતમાં કોરિયન રોકાણ કુલ લગભગ 6  અબજ ડોલરને આંબી ગયું છે.

મિત્રો

વર્ષ 2015માં કોરિયાની મારી મુલાકાત પછી અમે વ્યાવસાયનાં સંપૂર્ણ ચક્ર દરમિયાન રોકાણકારોને માર્ગદર્શન આપવા, સહાય કરવા અને વ્યવહારિક પગલાં લેવા ‘ઇન્વેસ્ટ ઇન્ડિયા’ “કોરિયા પ્લસ” નામનો ચોક્કસ સહાયક સેલ ઊભો કર્યો હતો. હુંડાઈ, સેમસંગ, એલજી ઇલેક્ટ્રોનિક્સ ભારતમાં વિશ્વસનિય બ્રાન્ડ બની ગઈ છે. અને હવે ટૂંક સમયમાં આ યાદીમાં કિયા જોડાશે. ભારતમાં 600થી વધારે કોરિયન કંપનીઓએ રોકાણ કર્યું છે. અને અમે વધારે કંપનીઓને આવકારવા તૈયાર છીએ. આ માટે તમારો માર્ગ સરળ કરવા કોરિયન નાગરિકો માટે વિઝા ઓન અરાઇવલ સુવિધા ગયા વર્ષે ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. અમે ભારતમાં કોરિયન ટ્રેડ ઓફિસોની કામગીરીને પ્રોત્સાહન આપીએ છીએ. મને ખુશી છે કે, અમે તાજેતરમાં અમદાવાદમાં KOTRAની છઠ્ઠી ઓફિસ ખોલી હતી. મારે તમને જણાવવું જોઈએ કે અત્યારે ભારતમાં શું ચાલી રહ્યું છે. અમારાં અર્થતંત્રનાં ફંડામેન્ટલ કે અમારા અર્થતંત્રનો પાયો મજબૂત છે. અમે નજીકનાં ભવિષ્યમાં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા આગેકૂચ કરી રહ્યાં છીએ. દુનિયાનું એક પણ મોટું અર્થતંત્ર દર વર્ષે 7 ટકાથી વધારે વૃદ્ધિ કરતુ નથી. ચીજવસ્તુઓ અને સેવા વેરો (જીએસટી) જેવા આકરા નીતિગત નિર્ણયો લેવામાં આવે છે. છેલ્લાં ચાર વર્ષમાં અમે વિશ્વ બેંકનાં વેપારવાણિજ્ય સરળ કરવાના રેન્કિંગમાં 65 સ્થાનનો કૂદકો માર્યો છે અને 77મું સ્થાન મેળવ્યું છે. અમે આગામી વર્ષે ટોચનાં 50 દેશોમાં પહોંચવા મક્કમ છીએ. ભારત અત્યારે પ્રત્યક્ષ વિદેશી રોકાણ માટે સૌથી વધુ ઉદાર દેશોમાં સામેલ છે. આપણા ક્ષેત્રનાં 90 ટકાથી વધારે અત્યારે મંજૂરી ઓટોમેટિક રુટથી મેળવે છે. પરિણામે ભારતમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને અમે છેલ્લાં ચાર વર્ષમાં 250 અબજ ડોલરનું એફડીઆઈ મેળવ્યું છે.

ભારતમાં અમે અમારી સમાવેશી વૃદ્ધિ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ કારણે અમે નાણાકીય સમાવેશન માટે મજબૂત પહેલો હાથ ધરી છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન અમે જે લોકો પાસે બેંકનું ખાતું નહોતું એવા 300 મિલિયન બેંક ખાતા ખોલ્યાં છે. અત્યારે 99 ટકા ભારતીય કુટુંબો બેંક ખાતું ધરાવે છે અને આ ખાતાઓમાં 12 અબજ ડોલરથી વધારે જમા છે. અત્યારે તેઓ વાજબી કિંમતે પેન્શન અને વીમાની સુવિધાઓ મેળવે છે. મુદ્રા સ્કીમ હેઠળ અમે છેલ્લાં ત્રણ વર્ષમાં 128 મિલિયન વ્યક્તિઓને 90 અબજ ડોલરથી વધારેની લોન આપી છે. આ લોનમાંથી 74 ટકા લોન મહિલાઓને મળી છે. અમે અગાઉ બેંકની સુવિધાઓથી વંચિત લોકોને સરકારી સહાયો અને સેવાઓ આપવા બાયોમેટ્રિક આઇડેન્ટિટી સિસ્ટમ, બેંક ખાતાઓ અને મોબાઇલ ફોનનો ઉપયોગ કરીએ છીએ. અત્યારે લાભાર્થીઓનાં ખાતાઓમાં 50 અબજ ડોલરથી વધારે મૂલ્યનાં સરકારી લાભો હસ્તાંતરિત થાય છે, જેથી ભ્રષ્ટાચાર દૂર થયો છે. અમે ગ્રામીણ વિસ્તારોમાં વીજળીનો પુરવઠો પ્રદાન કરવા હરણફાળ ભરી છે. અત્યારે આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીમાં ભારતે આગવી ઓળખ ઊભી કરી છે અને વર્ષ 2018માં ગ્રામીણ વિસ્તારોમાં વીજળીનો પુરવઠો પહોંચાડવાની દ્રષ્ટિએ મોટી સફળતા હાંસલ કરી છે. પુનઃપ્રાપ્ય ઊર્જામાં અમે દુનિયામાં છઠ્ઠાં સૌથી મોટાં ઉત્પાદક છીએ. આ અને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની અમારી પહેલો ભારતને પર્યાવરણને અનુકૂળ વૈશ્વિક અર્થતંત્ર બનવા તરફ આગેકૂચ કરવા પથપ્રદર્શક બનશે. આ પગલાંઓ મારફતે દેશનાં તમામ ખૂણાઓમાં અમારાં લોકોનાં જીવનની રહેણીકરણીમાં પરિવર્તન થઈ રહ્યું છે. પરિણામે વહીવટતંત્ર અને જાહેર સેવાઓમાં પણ ફેરફાર થઈ રહ્યો છે.

મિત્રો,

આર્થિક પ્રગતિ વૈશ્વિક-કક્ષાનાં માળખા સાથે સંબંધિત છે. પછી એ પરિવહન હોય, પાવર હોય, પોર્ટ હોય, જહાજનિર્માણ હોય, હાઉસિંગ અને શહેરી માળખાગત સુવિધા હોય, ભારતમાં પ્રચૂર માગ, જ્યારે કોરિયા પાસે મજબૂત ટેકનોલોજીકલ ક્ષમતાઓ છે. અમારે વર્ષ 2022 સુધીમાં માળખાગત ક્ષેત્રમાં 700 અબજ ડોલરથી વધારે રોકાણની જરૂરિયાત છે. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ પોર્ટ પ્રોજેક્ટ્સમાં 10 અબજ ડોલરથી વધારેનું રોકાણ સંકળાયેલું છે, જેનાં માટે આગામી પાંચ વર્ષમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. શહેરી સુવિધાઓની વૃદ્ધિને માર્ગદર્શન આપવાની અને સ્માર્ટ સિટીઓ બનાવવાની જરૂર છે, જે તમામ માટે સ્થિર અને સ્વચ્છ ભવિષ્ય સુનિશ્ચિત કરશે.  વર્ષ 2025 સુધીમાં ભારતનાં 500 મિલિયનથી વધારે લોકો શહેરમાં રહેતાં હશે, અને આ ભારતમાં સ્માર્ટ સોલ્યુશનના ઘડતરમાં સાથસહકાર સ્થાપિત કરવા માટેનો અવકાશ છે. ભારતનાં માળખાગત વિકાસને સાથસહકાર આપવાનાં મહત્ત્વને સમજીને ભારત અને દક્ષિણ કોરિયાએ કોરિયાસ ઇકોનોમિક ડેવલપમેન્ટ કોઓપરેશન ફંડ એન્ડ એક્ષ્પોર્ટ ક્રેડિટ હેઠળ 10 અબજ ડોલરની ઓળખ કરી છે, જેથી આ પ્રકારનાં પ્રોજેક્ટને ધિરાણ કરી શકાય. ઝડપી આર્થિક વૃદ્ધિનો ઉદ્દેશની સાથે ભારતમાં પણ પર્યાવરણને અનુકૂળ આર્થિક વૃદ્ધિ સુનિશ્ચિત કરવાનાં સિદ્ધાંત પર ખાસ ભાર આપે છે.  ઉદાહરણ તરીકે, ઓટોમોબાઇલ સેક્ટરમાં ધ નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશનનો ઉદ્દેશ વાજબી અને કાર્યદક્ષ ઇલેક્ટ્રિક વાહનો માટે છે. દક્ષિણ કોરિયા ઇલેક્ટ્રિક વાહનોમાં અગ્રણી ઉત્પાદક છે, જે ભારતમાં આ ક્ષેત્રમાં મોટી તકો ધરાવે છે.

મિત્રો, 
ચોથી ઔદ્યોગિક ક્રાંતિનાં યુગમાં સંશોધન અને નવીનતા પ્રેરક પરિબળો બનશે. આપણે સમજીએ છીએ કે સરકારની ભૂમિકા સિસ્ટમને ટેકો આપવાની છે. આ સંબંધમાં અમે ભારતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવા ચાર વર્ષ માટે 1.4 અબજ ડોલર સાથે સ્ટાર્ટ-અપ ઇન્ડિયા નામનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ શરૂ કર્યો છે. રાષ્ટ્રપતિ મૂનનાં સક્ષમ નેતૃત્વ હેઠળ દક્ષિણ કોરિયાએ સ્ટાર્ટઅપ્સ અને વેન્ચરને અનુકૂળ વાતાવરણ માટે મૂડીનો પુરવઠો વધારવા વર્ષ 2020 સુધીમાં 9.4 અબજ ડોલરનો ખર્ચ કરવાનો કાર્યક્રમ પણ શરૂ કર્યો છે. નીતિગત ક્ષેત્રમાં આ સમન્વય ભારત અને કોરિયા એમ બંને માટે સામાન્ય રસનાં ક્ષેત્રોનું પ્રતિબિંબ છે. ઇન્ડિયા-કોરિયા સ્ટાર્ટઅપ સેન્ટરનું અમારું વિઝન કોરિયન સ્ટાર્ટઅપ્સ માટે કેન્દ્ર પ્રદાન કરશે અને ભારતીય પ્રતિભાઓને મુક્તપણે સંચાર કરવાની સુવિધા આપશે. દક્ષિણ કોરિયન રાષ્ટ્રીય આઇટી ઉદ્યોગ સંવર્ધન સંસ્થાએ બેંગાલુરુમાં કોરિયન સ્ટાર્ટઅપ્સને સુવિધા આપવા ભારતમાં ઇન્ડિયન ઓફિસ શરૂ કરી છે. નવીનતાનાં ક્ષેત્રમાં બંને દેશોએ ઇન્ડિયા-કોરિયા ફ્યુચર સ્ટ્રેટેજી ગ્રૂપ અને ‘ઇન્ડિયા-કોરિયા સેન્ટર ફોર રિસર્ચ એન્ડ ઇન્નોવેશન કોઓપરેશન’ની સ્થાપના કરી છે, જે સંશોધન, નવીનતા અને ઉદ્યોગસાહસિકતા પર ભવિષ્યલક્ષી સહકાર માટે સંસ્થાગત માળખાકીય કામ પ્રદાન કરવાનું છે.

મિત્રો,
અમે અમારાં નાગરિકોના સ્વપ્નો સાકાર કરવા પ્રજાસત્તાક કોરિયા સાથે વધુ કામ કરવાની ઇચ્છા ધરાવીએ છીએ. જ્યાં સુધી તમારાં બિઝનેસ લીડર્સ  આવું સ્વપ્ન ન જુએ, ત્યાં સુધી સરકારનાં પ્રયાસોથી કશું સંભવિત નથી. હું તમને કોરિયન  અભિવ્યક્તિમાં એક વાત કરીને મારી વાણીને વિરામ આપશી:

हुंजा खाम्योन पल्ली खाजीमन

हमके खाम्योन मल्ली खम्निदा

હું આ વાત સાથે સંપૂર્ણ સંમત છું, જેનો કહેવાનો અર્થ છે કે,”જો તમે એકલા જતાં હોય તો તમારે ઝડપથી જવું પડશે, પણ જો તમે સાથે સાથે ચાલતાં હોવ, તો  તમે દૂર સુધી જઈ શકશો.”

ધન્યવાદ.

તમારો ખૂભ ખૂબ આભાર.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to attend Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India
December 22, 2024
PM to interact with prominent leaders from the Christian community including Cardinals and Bishops
First such instance that a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India

Prime Minister Shri Narendra Modi will attend the Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India (CBCI) at the CBCI Centre premises, New Delhi at 6:30 PM on 23rd December.

Prime Minister will interact with key leaders from the Christian community, including Cardinals, Bishops and prominent lay leaders of the Church.

This is the first time a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India.

Catholic Bishops' Conference of India (CBCI) was established in 1944 and is the body which works closest with all the Catholics across India.