Technology has become an integral part of everyone’s lives: PM Modi
Through technology, we are ensuring last mile delivery of government services: PM Modi
Through Atal Tinkering Labs in schools, we are promoting innovation and developing a technological temperament among the younger generations: PM
Science is universal, technology has to be local: PM Narendra Modi

પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે ભારત–ઇટાલી ટેકનોલોજી સમિટને સંબોધન કર્યુ હતુ. આ પ્રસંગે ઇટાલીના પ્રધાનમંત્રી શ્રી જુસૈપ્પે કોન્તે પણ ઉપસ્થિત રહ્યા હતા.

સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ ભારત–ઇટાલી ઔદ્યોગિક સંશોધન અને વિકાસ સહયોગ કાર્યક્રમના અગામી તબક્કાના શુભારંભની જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યુ હતુ કે આ કાર્યક્રમ આપણા ઉદ્યોગો અને સંશોધન સંસ્થાઓને નવા ઉત્પાદનો વિકસાવવા માટે સક્ષમ બનાવશે.

ટેકનોલોજીના મહત્વ વિષે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતે ટેકનોલોજીને સામાજિક ન્યાય, સશક્તિકરણ,સમાવેશીતા અને પારદર્શકતા પ્રાપ્ત કરવા માટેનું માધ્યમ બનાવી દીધી છે, સરકાર સેવાઓને અંતિમ તબક્કાના લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવાની ખાતરી કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકાર નાગરિકોમાં વૈજ્ઞાનિક માનસિકતાની સાથે–સાથે ટેકનોલોજીકલ માનસિકતા વિકસાવવા પર પણ ભાર મૂકી રહી છે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ અટલ ઇનોવેશન મિશન, ઉમંગ એપ અને સમગ્ર દેશમાં પથરાયેલા ત્રણ લાખ કોમન સર્વિસ સેન્ટરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ ટેકનોલોજીકલ ઉપાયોએ,એ બાબતની બાહેંધરી આપી છે કે સરકાર નાગરિકોના ઘર આંગણે પહોંચી ગઈ છે.

ભારતીય અવકાશ કાર્યક્રમને ભારપૂર્વક દર્શાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તે ગુણવત્તા સાથેના નવીનીકરણનું ઉદાહરણ છે. તેમણે ઉમેર્યું કે ભારત હવે ઇટાલી સહિતના અન્ય ઘણા દેશોના અવકાશી ઉપગ્રહો મોકલવા માટે સક્ષમ છે અને તે સસ્તા દરે નવિનીકૃત ઉપાયોનું નિર્માણ કરવા માટેની ભારતની ક્ષમતા દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ જીવનશૈલી સહાયક ઉપકરણ ડિઝાઈન (Lifestyle Accessories Design – એલએડી)ના ક્ષેત્રમાં ભારત અને ઇટાલી વચ્ચે વધેલા સહયોગ અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે ચામડા ક્ષેત્ર અને વાહનવ્યવહાર તથા ઓટોમોબાઇલ ડિઝાઇન (ટીએડી) પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

 

Click here to read PM's speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
‘Make in India’ is working, says DP World Chairman

Media Coverage

‘Make in India’ is working, says DP World Chairman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi condoles loss of lives due to stampede at New Delhi Railway Station
February 16, 2025

The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of lives due to stampede at New Delhi Railway Station. Shri Modi also wished a speedy recovery for the injured.

In a X post, the Prime Minister said;

“Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.”