પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે ભારત–ઇટાલી ટેકનોલોજી સમિટને સંબોધન કર્યુ હતુ. આ પ્રસંગે ઇટાલીના પ્રધાનમંત્રી શ્રી જુસૈપ્પે કોન્તે પણ ઉપસ્થિત રહ્યા હતા.
સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ ભારત–ઇટાલી ઔદ્યોગિક સંશોધન અને વિકાસ સહયોગ કાર્યક્રમના અગામી તબક્કાના શુભારંભની જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યુ હતુ કે આ કાર્યક્રમ આપણા ઉદ્યોગો અને સંશોધન સંસ્થાઓને નવા ઉત્પાદનો વિકસાવવા માટે સક્ષમ બનાવશે.
ટેકનોલોજીના મહત્વ વિષે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતે ટેકનોલોજીને સામાજિક ન્યાય, સશક્તિકરણ,સમાવેશીતા અને પારદર્શકતા પ્રાપ્ત કરવા માટેનું માધ્યમ બનાવી દીધી છે, સરકાર સેવાઓને અંતિમ તબક્કાના લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવાની ખાતરી કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકાર નાગરિકોમાં વૈજ્ઞાનિક માનસિકતાની સાથે–સાથે ટેકનોલોજીકલ માનસિકતા વિકસાવવા પર પણ ભાર મૂકી રહી છે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ અટલ ઇનોવેશન મિશન, ઉમંગ એપ અને સમગ્ર દેશમાં પથરાયેલા ત્રણ લાખ કોમન સર્વિસ સેન્ટરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ ટેકનોલોજીકલ ઉપાયોએ,એ બાબતની બાહેંધરી આપી છે કે સરકાર નાગરિકોના ઘર આંગણે પહોંચી ગઈ છે.
ભારતીય અવકાશ કાર્યક્રમને ભારપૂર્વક દર્શાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તે ગુણવત્તા સાથેના નવીનીકરણનું ઉદાહરણ છે. તેમણે ઉમેર્યું કે ભારત હવે ઇટાલી સહિતના અન્ય ઘણા દેશોના અવકાશી ઉપગ્રહો મોકલવા માટે સક્ષમ છે અને તે સસ્તા દરે નવિનીકૃત ઉપાયોનું નિર્માણ કરવા માટેની ભારતની ક્ષમતા દર્શાવે છે.
પ્રધાનમંત્રીએ જીવનશૈલી સહાયક ઉપકરણ ડિઝાઈન (Lifestyle Accessories Design – એલએડી)ના ક્ષેત્રમાં ભારત અને ઇટાલી વચ્ચે વધેલા સહયોગ અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે ચામડા ક્ષેત્ર અને વાહનવ્યવહાર તથા ઓટોમોબાઇલ ડિઝાઇન (ટીએડી) પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
भारत ने तो टेक्नॉलॉजी को सामाजिक न्याय, सशक्तिकरण, समावेश, सक्षम सरकारी तंत्र और पारदर्शिता का माध्यम बनाया है।
— PMO India (@PMOIndia) October 30, 2018
सरकारी सेवाओं की प्रभावी Last Mile Delivery को टेक्नॉलॉजी के माध्यम से सुनिश्चित किया जा रहा है: PM
बर्थ सर्टिफिकेट से लेकर बुढ़ापे की पेंशन तक की अनेक सुविधाएं आज ऑनलाइन हैं।
— PMO India (@PMOIndia) October 30, 2018
300 से अधिक केंद्र और राज्य सरकार की सेवाओं को उमंग App के माध्यम से एक प्लेटफॉर्म पर लाया गया है।
देशभर में 3 लाख से अधिक कॉमन सर्विस सेंटर्स से गांव-गांव में ऑनलाइन सेवाएं दी जा रही हैं: PM
भारत अब IT Software Power की अपनी पहचान को Next Level पर ले जाने के लिए आगे बढ़ रहा है।
— PMO India (@PMOIndia) October 30, 2018
हम भारत में Scientific Temper से Technological Temperament विकसित करने पर जोर दे रहे हैं।
अटल Innovation Mission के माध्यम से देश भर में ऐसे युवाओं का नेटवर्क तैयार किया जा रहा है: PM
भारत में जो Innovation हो रहे हैं उसमें Quality पर भी जोर दिया जा रहा है।
— PMO India (@PMOIndia) October 30, 2018
भारत का स्पेस प्रोग्राम इसका बेहतरीन उदाहरण है और इसकी सफलता तो इटली ने भी महसूस की है।
आज भारत इटली समेत दुनिया के अनेक देशों के सैटलाइट बहुत कम खर्च पर अंतरिक्ष में भेज रहा है: PM
भारत-इटली द्विपक्षीय Industrial Research and Development Cooperation कार्यक्रम के अगले चरण की शुरूआत की घोषणा करते हुए मुझे खुशी हो रही है।
— PMO India (@PMOIndia) October 30, 2018
इससे हमारे उद्योग और रिसर्च संस्थान बिना किसी बाधा के नए उत्पाद विकसित कर सकेंगे।
'Know how', Show how' में परिवर्तित हो सकेंगे: PM
मुझे इस बात की भी प्रसन्नता है कि भारत और इटली LAD यानि
— PMO India (@PMOIndia) October 30, 2018
Life Style Accessories Design के क्षेत्र में सहयोग बढ़ाने पर सहमत हुए हैं।
इसमें भी लेदर सेक्टर, Transportation & Automobile Design यानि TAD पर विशेष फोकस किया जाएगा: PM