Indian diaspora across the world are true and permanent ambassadors of the country, says PM Modi
In whichever part of the world Indians went, they not only retained their Indianness but also integrated the lifestyle of that nation: PM
Aspirations of India’s youth and their optimism about the country are at the highest levels: PM Modi
India, with its rich values and traditions, has the power to lead and guide the world dealing with instability: PM Modi
At a time when the world is divided by ideologies, India believes in the mantra of ‘Sabka Sath, Sabka Vikas’: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પ્રવાસી સાંસદ સંમેલનનાં ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું.

 પ્રધાનમંત્રીએ સંમેલનમાં પ્રતિનિધિઓને આવકારતાં કહ્યું હતું કે, ઘણાં લોકો છેલ્લા ઘણા વર્ષોમાં ભારત છોડીને દુનિયાનાં વિવિધ દેશોમાં સ્થાયી થયા છે, પરંતુ ભારતે તેમનાં મન અને હૃદયમાં તેમની માતૃભૂમિ તરીકેનું આદરયુક્ત સ્થાન જાળવી રાખ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય મૂળનાં લોકો દુનિયાનાં વિવિધ દેશોમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે એ કોઈ નવાઈ પામવા જેવી વાત નથી. તેમણે ઉમેર્યું હતું કે, તેમણે તેમનાં જીવનમાં ભારતીયતાને જીવંત રાખવાની સાથોસાથ એ દેશોની ભાષા, ખાણીપીણી અને પરિવેશને પણ અપનાવ્યો છે.

 પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે દિલ્હીમાં ભારતીય મૂળનાં લોકોની મિની વૈશ્વિક સંસદ યોજાઈ હોય તેવું લાગે છે. આજે ભારતીય મૂળની વ્યક્તિઓમાં મોરેશિયસ, પોર્ટુગલ અને આયર્લેન્ડનાં પ્રધાનમંત્રીઓ સામેલ છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય મૂળનાં લોકો અન્ય ઘણાં દેશોમાં સરકારનાં વડા અને રાજ્યનાં વડા તરીકે પણ કાર્યરત છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં ત્રણથી ચાર વર્ષમાં દુનિયાભરમાં ભારતની છાપ બદલાઈ છે. તેનું કારણ ભારતની પોતાની કાયાપલટ છે. ભારતીયોની આશા અને આકાંક્ષાઓ અત્યારે સૌથી વધુ છે. તેમણે કહ્યું હતું કે, દરેક ક્ષેત્રમાં કાયમી ફેરફારોનાં સંકેતો જોવા મળી રહ્યા છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પીઆઇઓ જ્યાં રહે છે ત્યાં ભારતનાં કાયમી રાજદૂત સમાન છે. તેઓ વિદેશ જાય છે ત્યારે ભારતીય મૂળનાં લોકોને મળવાનો પ્રયાસ હંમેશા કરે છે.

પ્રધાનમંત્રીએ વિદેશમાં વસતાં ભારતીય નાગરિકોની સમસ્યા પર બાજનજર રાખવા બદલ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની પ્રશંસા કરી હતી. આ સંદર્ભમાં તેમણે કોન્સ્યુલર ફરિયાદોનાં રિયલ ટાઇમ નિરીક્ષણ અને પ્રતિસાદ માટે “મદદ” પોર્ટલનો ઉલ્લેખ કર્યો હતો. 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર માને છે કે એનઆરઆઈ ભારતનાં વિકાસમાં ભાગીદાર છે. તેમણે જણાવ્યું હતું કે, નીતિ આયોગ દ્વારા તૈયાર કરાયેલા એક્શન એજન્ડા 2020 સુધીમાં એનઆરઆઈ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનાં મૂલ્યો અસ્થિરતાનાં યુગમાં સંપૂર્ણ વિશ્વને માર્ગદર્શન પૂરી પાડી શકે છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત આસિયાન દેશો સાથે ગાઢ સંબંધ ધરાવે છે, જે થોડાં દિવસોમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન જોવા મળશે.

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi