Our government is developing a new work culture in bureaucracy and making it responsive, says PM Modi
India’s success in the ICJ elections shows how India’s standing has risen among the nations: PM Modi
Digital platform has been facilitated for farmers to sell their produce online from anywhere in the country: PM Modi
The poor now have access to health and life insurance at a minimal cost, says PM Modi
Prime Minister says Pradhan Mantri Ujjwala Yojana (PMUY) scheme has transformed the lives of crore of women
The LED bulb scheme has helped the medium income families to save up to Rs 14,000 crore, says PM Modi
The influence of Indians is visible when there are elections abroad and slogans such as #AbKiBaarTrumpSarkar, #AbKiBaarCameronSarkar are used: PM Modi
I might have to pay a political price for the path I have taken against corruption, but I’m ready for it: PM Modi at HTLS 2017

શોભના ભારતીય જી

હાજર રહેલા તમામ મહાનુભવો,

ભાઈઓ અને બહેનો,

મને વધુ એક વાર આપની સમક્ષ હાજર રહેવાની તક મળી છે. અહીં ઘણા જાણીતા અને ઓળખીતા ચહેરાઓ પણ દેખાઈ રહ્યા છે. હિન્દુસ્તાન ટાઈમ્સ ગ્રુપ અને તેના વાચકોનો હું મને અહીં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું.

સાથીઓ, બે વર્ષ પહેલાં હું જ્યારે અહીં કોઈ સમિટમાં આવ્યો હતો ત્યારે વિષય હતો “Towards a Brighter India”, બે વર્ષમાં, માત્ર બે જ વર્ષમાં આજે આપણે “The Irreversible Rise of India” વિષય અંગે વાત કરી રહ્યા છીએ. આ માત્ર વિષયનું જ પરિવર્તન નથી, પરંતુ આ દેશના વિચાર પ્રવાહમાં આજે જે પરિવર્તન આવ્યું છે અને દેશમાં જે આત્મવિશ્વાસ આવ્યો છે તે પરિવર્તનનું પ્રતિક છે.

આપણે જો દેશને એક પૂર્ણ સ્વરૂપમાં એટલે કે એક Living Entity તરીકે જોઈએ તો આજે દેશમાં જે Positive Attitude આવ્યો છે તે અગાઉ ક્યારેય પણ જોવા મળ્યો નથી. મને એવું યાદ આવતું નથી કે દેશના ગરીબોએ, નવયુવાનોએ અને મહિલાઓ તેમજ ખેડૂતોએ, શોષિતો અને વંચિતોએ પોતાનું સામર્થ્ય અને પોતાના સાધનો ઉપર આટલો ભરોંસો ક્યારેય મૂક્યો હોય. પહેલા ક્યારેય પણ મૂક્યો નથી.
આ ભરોંસો હવે પેદા થયો છે. આપણે બધા સવા સો ભારતીયોએ મળીને તેને માટે દિવસ-રાત એક કર્યા છે. દેશવાસીઓને ખુદ પોતાના પર ભરોંસો છે, દેશ ઉપર પણ ભરોંસો છે.

કોઈપણ દેશને ઉંચાઈ પર લઈ જવાનો આ એક મંત્ર છે.

આજે ગીતા જયંતિ છે અને ગીતામાં સ્પષ્ટતાપૂર્વક જણાવવામાં આવ્યું છે કે –

उद्धरेत आत्मन आत्मानम न आत्मानं अवसादयेत आत्मेव-आत्मनो बंधु आत्मेव रिपुर आत्मना

પોતાને ઉચ્ચ સ્તરે લઈ જાવ, નકારાત્મક વિચારોને ટાળો.

તમે જ તમારા ખુદના મિત્ર છો અને તમે જ ખુદ પોતાના શત્રુ છો.

અને એટલા માટે જ ભગવાન બુદ્ધે કહ્યું હતું કે –

‘अप्प दीपो भव’

એટલે કે, પોતાનો પ્રકાશ જાતે બનો.

સવા સો કરોડ દેશવાસીઓનો વધતો ભરોસો આ દેશના વિકાસનો એક મજબૂત પાયો બની રહ્યો છે. આ હોલમાં બેઠેલી દરેક વ્યક્તિથી શરૂ કરીને આ હોટલની બહાર જે વ્યક્તિ ઓટો ચલાવી રહ્યા છે, ક્યાંક રિક્ષા ખેંચી રહ્યા છે, ક્યાંક ખેતરમાં તૂટેલા પાળાને ઠીક કરી રહ્યા છે અને ક્યાંક બરફની વચ્ચે રાતભર પહેરો ભરતા રહીને હવે કોઈ ટેન્ટમાં સૂઈ રહ્યા છે. તેણે પોતાના હિસ્સાની તપસ્યા કરી છે. ભારતના આવી દરેક વ્યક્તિની તપસ્યા કે જેને કારણે આજે આપણે ઉજ્જવળ ભારત તરફ આગળ વધતા રહીને Irreversible Rise of India ની વાત કરવા લાગ્યા છીએ.

સાથીઓ, 2014ના વર્ષમાં દેશના લોકોએ માત્ર સરકારને બદલવા માટે જ મત આપ્યા નહોતા. 2014માં દેશમાં પરિવર્તન લાવવા માટે પણ મત આપ્યા હતા. સિસ્ટમમાં એવો બદલાવ લાવવા માટે મત આપ્યા હતા કે જે સ્થાયી હોય, કાયમી હોય અને ત્યાંથી પાછા વળવું પડે નહીં તેવા (Irreversible) હોય. સ્વતંત્રતાના આટલા વર્ષો પછી પણ આપણી સિસ્ટમની કમજોરી આપણા દેશની સફળતામાં વચ્ચે આવી રહી છે.

આ એક એવી સિસ્ટમ હતી કે જેમાં દેશની ક્ષમતાઓ સાથે ન્યાય થઈ શકતો નહોતો. દેશમાં દરેક જગાએ કોઈને કોઈ વ્યક્તિએ આ સિસ્ટમ સામે લડવું પડી રહ્યું હતું. લોકોની સિસ્ટમ સાથેની લડાઈ બંધ થાય અને તેમની જીંદગીમાં Irreversible Change આવે તેવો મારો માત્ર પ્રયાસ જ નહીં, પરંતુ કટિબધ્ધતા પણ રહેશે. Ease of Living આગળ ધપશે.

નાની બાબતો માટે, રેલવે અને બસની ટિકિટ કઢાવવા માટે, ગેસનું જોડાણ મેળવવા માટે, વિજળીનું જોડાણ પ્રાપ્ત કરવા માટે, હોસ્પિટલમાં ભરતી થવા માટે, પાસપોર્ટ મેળવવા માટે તથા ઈન્કમટેક્સનું રિફંડ મેળવવા માટે લોકોએ પરેશાન નહીં થવું પડે.

સાથીઓ, આ સરકાર માટે ભ્રષ્ટાચાર મુક્ત, નાગરિકલક્ષી અને વિકાસ માટે મૈત્રીપૂર્ણ Eco-system સૌથી મોટી પ્રાથમિકતા છે. નીતિઓ ઉપર આધારિત, ટેકનિક ઉપર આધારિત અને પારદર્શિતા ઉપર આધારિત એક એવું વ્યવસ્થાતંત્ર ગોઠવવામાં આવશે કે જેમાં ગરબડ થવાની, લીકેજ થવાની કોઈ સંભાવના રહેશે નહીં.

હું જો, જનધન યોજનાની વાત કરૂં તો તેનાથી દેશના ગરીબોના જીવનમાં એવું પરિવર્તન આવ્યું છે કે તેમણે આ બાબતે અગાઉ કોઈ વિચાર પણ નહીં કર્યો હોય. જે ગરીબોને અગાઉ બેંકના દરવાજેથી ધૂત્કારીને ભગાડી મૂકવામાં આવતા હતા તેવા લોકો પાસે આજે તેમનું બેંક એકાઉન્ટ છે. જે લોકોના જનધન ખાતા ખૂલ્યા છે તેમની પાસે રૂપે ડેબીટ કાર્ડ પણ આપવામાં આવ્યું છે. સવા સો કરોડ લોકોના આપણા દેશમાં આવા લોકોની સંખ્યા 30 કરોડથી પણ વધુ છે.

આ ગરીબ દેશના આત્મવિશ્વાસની બાબતનો વિચાર કરો. જ્યારે તે બેંકમાં જઈને પૈસા જમા કરાવે છે, જ્યારે જ્યારે તે રૂપે ડેબીટ કાર્ડનો ઉપયોગ કરે છે ત્યારે તેના આત્મવિશ્વાસ અને તેના ઉત્સાહમાં વધારો થાય છે. આ બાબત હવે કાયમી બની ચૂકી છે. એમાં કોઈ ફેરફાર કરી શકે તેમ નથી.

આવું જ ઉજ્જવલા યોજનાનું છે. ગામડાંમાં રહેતી 3 કરોડથી વધુ મહિલાઓની જીંદગીમાં આ યોજનાને કારણે કાયમ માટે પરિવર્તન આવી ચૂક્યુ છે. તમને વિનામૂલ્યે માત્ર ગેસનું જોડાણ મળ્યું નથી, તેમને સુરક્ષા મળી છે, આરોગ્ય મળ્યું છે અને પરિવાર માટે સમય મળ્યો છે.

આવી કરોડો મહિલાઓની જીંદગીમાં આવેલા એક પરિવર્તન બાબતે પણ વિચાર કરો. આ પરિવર્તન સ્વચ્છ ભારત મિશનને કારણે આવ્યું છે. સરકારે માત્ર શૌચાલય બનાવ્યા નથી, પરંતુ તેમણે કરોડો મહિલાઓને તથા દિકરીઓને એવી પીડામાંથી મુક્તિ આપી છે કે જે તેમણે સાંજ સુધી રાહ જોઈને સહન કરવી પડતી હતી.

કેટલાક લોકો થોડી ગંદકી જોવા મળશે, તો તેનો ફોટો લઈને ચર્ચા કરતા રહે, લખતા રહેશે, ટી.વી. પર દેખાડતા રહેશે, પરંતુ લોકોને જાણ છે કે આ અભિયાનને કારણે ભૂમિ પર કોઈ પ્રકારે ફેરફાર ન થાય તેવું પરિવર્તન (Irreversible) આવ્યું છે.

ભાઈઓ અને બહેનો, મને એ ખબર નથી કે આ હોલમાં બેઠેલી કેટલી વ્યક્તિઓ પોતાની જાતને આ પરિવર્તન સાથે જોડી શકે છે, પરંતુ અહીંથી બહાર નિકળીને તમે જેટલા પૈસા પાર્કિંગ ટીપ તરીકે આપશો તેનાથી પણ ઘણાં ઓછા પૈસામાં આજે ગરીબનો જીવન વીમો મળી રહે છે.

જરા વિચાર તો કરો. દર મહિને માત્ર એક રૂ.1માં અકસ્માત વીમો અને દૈનિક રૂ.90 પૈસાના પ્રિમિયમથી જીવન વીમો આજે દેશના 15 કરોડથી વધુ ગરીબ લોકો સરકારની આ યોજના સાથે જોડાઈ ચૂક્યા છે. આ યોજના હેઠળ ગરીબોને અંદાજે રૂ.1800 કરોડની રકમ દાવા પેટે ચૂકવી દેવાઈ છે. આટલા પૈસા જો કોઈ અન્ય સરકારે આપ્યા હોત તો પોતાને ગરીબોના મસીહા બનીને રજૂ કરી રહ્યા હોત.

પરંતુ, ગરીબો માટે આટલું મોટુ કામ થયુ, મને નથી લાગતું કે આ બાબત તરફ અગાઉ કોઈએ ધ્યાન આપ્યું હશે. એ બાબત પણ સાચી છે અને હું તેને સ્વિકારીને ચાલુ છું કે આવું જ બીજુ એક ઉદાહરણ એલઈડી બલ્બનું છે. અગાઉની સરકાર વખતે જે એલઈડી બલ્બ રૂ.300 થી 350માં વેચાતા હતા તે આજે મધ્યમ વર્ગના પરિવારને લગભગ રૂ.50માં મળી રહે છે. ઉજાલા યોજના શરૂ થયા પછી દેશમાં અંદાજે 28 કરોડ એલઈડી બલ્બનું વેચાણ થઈ ચૂક્યુ છે. આ બધા બલ્બને કારણે લોકોના રૂ.14,000 કરોડની બચત થઈ હોય તેવુ અનુમાન કરવામાં આવે છે.

એવું પણ નથી કે બચત ઉપર, વિજળીનું બિલ ઓછુ કરવા બાબતે થોડા સમયમાં પૂર્ણ વિરામ લાગી જશે. જે બચત થઈ રહી છે તે તો થતી જ રહેશે. આ બચત પણ એક કાયમી બાબત બની છે.

ભાઈઓ અને બહેનો, અગાઉની સરકારોને આવુ કરતાં શું કોઈએ રોક્યા હતા કે નહીં તે હું જાણતો નથી, પરંતુ એટલું તો જાણું જ છું કે સિસ્ટમમાં સ્થાયી પરિવર્તન લાવવા માટે નિર્ણયો લેવાની, દેશના હિતમાં નિર્ણયો કરવાની બાબતને કોઈ રોકી શકશે નહીં.

જે લોકો એ બાબત પર વિશ્વાસ મૂકે છે કે દેશને જાદુઈ લાકડી ઘૂમાવીને બદલી શકાતો નથી તેવા લોકો હતાશા અને નિરાશાથી ભરેલા છે. આવો અભિગમ આપણને કશું પણ નવું કરવાથી અથવા તો ઈનોવેટિવ (નવતર) કામ કરવાથી રોકે છે.

આ અભિગમ આપણને નિર્ણયો લેતાં રોકતો હોય છે. આ કારણે આ સરકારનો અભિગમ તેનાથી બિલકુલ અલગ છે. જેવી રીતે યુરિયાનું નીમ કોટીંગ થાય છે. એની વાત કરીએ તો અગાઉની સરકારોમાં યુરિયાનું 35 ટકા જેટલું જ નીમ કોટીંગ થતું હતું ત્યારે સમગ્ર સિસ્ટમને ખબર હતી કે 35 ટકા જેટલું નીમ કોટીંગ કરવાથી કોઈ ફાયદો નહીં થાય. યુરિયાને અલગ દિશામાં ફંટાઈ જતું રોકવાનું હોય, ફેક્ટરીઓમાં જતુ રોકવાનું હોય તો તેનું 100 ટકા નીમ કોટીંગ કરવું જ પડે, પરંતુ આવો નિર્ણય અગાઉ લઈ શકાયો નહોતો. આ સરકારે નિર્ણય કર્યો કે યુરિયાનું પૂરેપૂરૂ નીમ કોટીંગ કરવામાં આવશે.

ભાઈઓ અને બહેનો, આ નિર્ણયને કારણે યુરિયાને અલગ દિશામાં વળી જતું તો રોકી શકાયું, પરંતુ સાથે સાથે આપણી કાર્યક્ષમતામાં પણ વધારો થયો. હવે ખેડૂતે એટલી જ જમીનમાં ઓછુ યુરિયા નાંખવું પડે છે. એટલું જ નહીં, ઓછુ યુરિયા નાંખવા છતાં તેના ખેત ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે.

આવી જ રીતે આપણે હવે દેશમાં એક ડીજીટલ પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છીએ. આ પ્લેટફોર્મ પર આવીને કોઈપણ જગાનો ખેડૂત કોઈપણ સ્થળેથી પોતાની ખેત પેદાશ વેચી શકશે. આ દેશમાં ઘણું વ્યવસ્થા પરિવર્તન આવી રહ્યું છે. e-Nam એટલે કે ઈલેકટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચરલ માર્કેટ દ્વારા હવે દેશની સાડા ચારસોથી પણ વધુ મંડીઓને ઓનલાઈન જોડી દેવામાં આવી છે. ભવિષ્યમાં આ પ્લેટફોર્મ ખેડૂતોને તેમની ખેત પેદાશોના યોગ્ય ભાવ ચૂકવવામાં ખૂબ જ મદદરૂપ થવાની છે.

હજુ હમણાં જ સરકારે દેશના કૃષિ ક્ષેત્રમાં સપ્લાય ચેઈનને મજબૂત કરવા માટે સંગ્રહની પધ્ધતિને મજબૂત કરવા માટે ‘પ્રધાન મંત્રી કિસાન સંપદા યોજના’ ની શરૂઆત કરી છે. આ યોજનાનો ઉદ્દેશ એવો છે કે ખેડૂતના ખેતરમાં અથવા તો બગીચામાં ખેત પેદાશો પેદા થયા પછી તે મંડી સુધી પહોંચે તે પહેલાં જ બગડી જતી હતી, તેને હવે બચાવી લેવામાં આવી છે. આ સરકારની યોજના હેઠળ ફૂડ પ્રોસેસીંગ સેક્ટરને પણ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે, જેને કારણે ખેડૂતનું ખેતર એક ઔદ્યોગિક એકમની જેમ કામ કરતું થાય.

ફૂડ પાર્ક બાબતે, ફૂડ પ્રોસેસીંગ સાથે જોડાયેલી આધુનિક ટેકનિક બાબતે, નવા ગોદામો અંગે તથા એગ્રો- પ્રોસેસીંગની સમગ્ર માળખાગત સુવિધાઓ તૈયાર કરવા માટે આ સરકાર રૂ.6000 કરોડથી વધુ રકમનો ખર્ચ કરવાની છે.

ભાઈઓ અને બહેનો, સમયની સાથે સાથે ઓર્ગેનિક ફાર્મિંગ અને ઓર્ગેનિક પ્રોડક્ટસની માંગ પણ સતત વધતી જઈ રહી છે. સિક્કીમની જેમ દેશના ઘણાં રાજ્યો માટે 100 ટકા ઓર્ગેનિક સ્ટેટ બનવાની ક્ષમતા છે. ખાસ કરીને આપણાં હિમાલયન પ્રદેશમાં આવેલા રાજ્યોમાં આવી પ્રવૃત્તિ વધારી શકાય તેમ છે. આ પ્રવૃત્તિ માટે પણ સરકાર 10,000 ક્લસ્ટર્સ બનાવીને તેમાં ઓર્ગેનિક ખેતીને વિસ્તૃત બનાવવાની યોજના પર પણ કામ કરી રહી છે.

હજુ હમણાં જ અમે એક મોટો નિર્ણય લીધો છે. ભાઈઓ અને બહેનો, હમણાં સુધી વાંસને દેશના એક કાયદા હેઠળ વૃક્ષ માનવામાં આવતો હતો. આ કારણે ખેડૂતોને વાંસ કાપવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવવી પડતી હતી. હવે સરકારે વાંસને વૃક્ષની યાદીમાંથી ખસેડી લીધો છે.

આ નિર્ણયનો ફાયદો દેશના દૂર દૂરના વિસ્તારો અને ખાસ કરીને ઉત્તર-પૂર્વના ખેડૂતોને થશે. આ લોકો વાંસનો ફર્નિચર, હસ્તકલા વગેરે કામ માટે ઉપયોગ કરી રહ્યા છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે અગાઉની સરકારો દ્વારા બનાવવામાં આવેલા કાયદામાં વાંસને ઝાડ માનવામાં આવતું ન હતું.

આ વિરોધાભાસ 10-12 વર્ષથી ચાલતો હતો, જે અમે દૂર કર્યો છે. સાથીઓ, આપણી સરકારમાં સમગ્રલક્ષી અભિગમ દ્વારા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. દેશની જરૂરિયાતોને સમજીને નિર્ણયો લેવામાં આવે છે. આ પ્રકારના નિર્ણયો અગાઉ લેવામાં આવતા નહોતા. એટલે દેશની દરેક વ્યક્તિ ચિંતામાં હતી. દેશને તેની આંતરિક ખરાબીઓથી મુક્ત થયેલો જોવા માટે અને સાથે સાથે નવી વ્યવસ્થાઓનું નિર્માણ થાય તેવો દેશ આપણે ઈચ્છીએ છીએ.

ભાઈઓ અને બહેનો, આપણે ત્યાં જે સિસ્ટમ હતી તેમાં ભ્રષ્ટાચારને જ શિષ્ટાચાર બનાવી દેવામાં આવ્યો હતો. કાળુ નાણું જ દેશના તમામ મોટા ક્ષેત્રોને નિયંત્રિત કરી રહ્યું હતું. વર્ષ 2014માં દેશના સવા સો કરોડ લોકોએ આ વ્યવસ્થાને બદલવા માટે મત આપ્યા હતા. તેમણે દેશની કાયમી બિમારીઓનો ઈલાજ કરવા માટે મત આપ્યા હતા અને નવા ભારતના નિર્માણ માટે પણ મત આપ્યા હતા.

નોટબંધી પછી દેશમાં જે પ્રકારનું વર્તણુંકલક્ષી પરિવર્તન આવ્યું છે તેનો તમે પણ અનુભવ કરી રહ્યા હશો. આઝાદી પછી પહેલીવાર એવું થયું છે કે જ્યારે ભ્રષ્ટાચારીઓને કાળા નાણાંની લેવડ-દેવડ કરતાં પહેલાં ડર લાગી રહ્યો છે. તેમને પકડાઈ જવાનો ભય સતાવી રહ્યો છે. જે કાળુ નાણું પહેલાં સમાંતર અર્થતંત્રનો આધાર બની રહ્યું હતું તે નોટબંધી આવ્યા પછી ઔપચારિક અર્થતંત્રમાં આવી ગયું છે.

મોટી બાબત એ પણ છે કે આ નાણું બેંકીંગ પધ્ધતિમાં પાછુ આવ્યું છે અને પોતાની સાથે પૂરાવા પણ લઈને આવ્યું છે. દેશને જે ડેટા મળ્યો છે તે ખજાના કરતાં જરા પણ ઓછો નથી. આ ડેટાના માઈનીંગથી ખ્યાલ આવી રહ્યો છે કે આપણાં દેશમાં એક જ સરનામે 400-400, 500-500 કંપનીઓ ચાલી રહી હતી અને એક-એક કંપનીના 2000-2000 ખાતા ખોલવામાં આવ્યા હતા. આ શું કોઈ અજાયબ વિરોધાભાસ નથી કે એક તરફ ગરીબોને બેંકમાં ખાતુ ખોલાવવામાં તકલીફ પડી રહી હતી અને બીજી તરફ એક કંપની આસાનીથી હજારો ખાતા ખોલાવી શકતી હતી.

નોટબંધીના સમય દરમિયાન આવા ખાતાઓમાંથી પણ હેરાફેરી કરવામાં આવી હતી. આ બાબતો પકડાઈ રહી છે. આજ સુધીમાં એવી લગભગ સવા બે લાખ કંપનીઓને ડી-રજીસ્ટર કરવામાં આવી ચૂકી છે. આવી કંપનીઓમાં જે લોકો ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા તેમની એવી જવાબદારી બની રહેતી હતી કે આ કંપનીઓ સાચી રીતે કામ કરે તે બાબતે ધ્યાન આપે. આવા લોકોની જવાબદારી નક્કી કરવામાં આવી છે. આવા લોકોને અન્ય કોઈપણ કંપનીમાં ડિરેક્ટર તરીકે નિમવા ઉપર પણ પ્રતિબંધ આવી ગયો છે.

સાથીઓ, આ એક એવું પણ કદમ છે કે જે આપણાં દેશમાં એક સ્વસ્થ અને સ્વચ્છ કોર્પોરેટ કલ્ચરને મજબૂત બનાવશે. જીએસટી લાગુ કરાયો તે પછી દેશની આર્થિક સ્વચ્છતા માટે લેવાયેલું આ એક મહત્વનું કદમ છે. 70 વર્ષમાં જે વ્યવસ્થા ઉભી થઈ હતી, વેપાર કરવાની જે કમજોરીઓ હતી, જે મજબૂરીઓ હતી તેને પાછળ છોડીને દેશ હવો આગળ વધી રહ્યો છે.

જીએસટીના કારણે દેશમાં એક પારદર્શકતાનો નવો અધ્યાય શરૂ થયો છે. વધુને વધુ વેપારીઓ પણ આ ઈમાનદાર સિસ્ટમ સાથે જોડાઈ રહ્યા છે.

સાથીઓ, આવા જ એક અપરિવર્તનીય ફેરફાર (Irreversible Change) માટે આધાર નંબર દ્વારા મદદ મળી રહી છે. આધાર એક એવી શક્તિ છે કે જેના દ્વારા સરકાર ગરીબોના અધિકારોને સુરક્ષિત કરવા માંગે છે.

સસ્તુ અનાજ, સ્કોલરશીપ, દવાઓના ખર્ચા, પેન્શન, સરકાર તરફથી મળતી તમામ સબસીડીઓ વગેરેને ગરીબો સુધી પહોંચાડવા માટે આધારની એક મોટી ભૂમિકા ઉભી થઈ છે. આધારની સાથે મોબાઈલ અને જનધન ખાતાની તાકાત જોડાવાથી એક એવી વ્યવસ્થાનું નિર્માણ થયું છે કે જેના અંગે આપણે થોડાંક વર્ષ પહેલાં વિચાર્યું પણ ન હતું. આ એક એવી વ્યવસ્થા છે કે જે Irreversible છે.

છેલ્લા 3 વર્ષમાં આધારની મદદથી કરોડો નકલી નામો દૂર કરવામાં આવ્યા છે. હવે તો બેનામી સંપત્તિના વિરોધમાં પણ આધાર એક મોટું હથિયાર બની રહ્યું છે.

ભાઈઓ અને બહેનો, આ સરકારમાં સરકારી ખરીદીની જૂની પધ્ધતિઓ પણ સંપૂર્ણપણે બદલાવા માંડી છે અને નવી વ્યવસ્થા વિકસાવવામાં આવી છે, જેને સરકારના ઈ-માર્કેટ પ્લેસ GeM તરીકે ઓળખવામાં આવે છે.

સરકારમાં આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યા છે અને એ દ્વારા ખરીદી થઈ રહી છે. હવે કોટેજ ઈન્ડસ્ટ્રી વાળા લોકો પણ, નાની નાની હસ્તકલાની ચીજો બનાવનાર લોકો પણ, ઘરે સામાન બનાવનાર લોકો પણ GeM ના માધ્યમથી પોતાનો સામાન વેચી શકે છે.

ભાઈઓ અને બહેનો, હવે આપણે એક એવી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છીએ કે જેમાં કાળુ નાણું પેદા કરવું, કમજોર સિસ્ટમ હોવાના કારણે ભ્રષ્ટાચાર કરવો વગેરે બાબતો ઓછામાં ઓછી રહી જશે.

જે દિવસે દેશમાં મહદ્દ અંશે ખરીદ વેચાણ, પૈસાની લેવડ-દેવડ એક ટેકનિકલ અથવા ડીજીટલ એડ્રેસ મારફતે થવા માંડશે તે દિવસે આવો સંગઠીત ભ્રષ્ટાચાર મહદ્દ અંશે અટકી જશે. મને ખબર છે કે રાજનૈતિક દ્રષ્ટિએ પણ મારે આ બાબતને કારણે કેટલી મોટી કિંમત ચૂકવવી પડશે, પરંતુ હું તેના માટે તૈયાર છું.

સાથીઓ, જ્યારે યોજનામાં ગતિ આવે છે ત્યારે દેશમાં પ્રગતિ પણ આવે છે. એવું કોઈ તો પરિવર્તન આવ્યું હશે કે જેને કારણે સરકારની તમામ યોજનાઓની ગતિ વધી ગઈ છે. સાધનો એ જ છે, તેના સ્રોતો પણ એ જ છે, પરંતુ સિસ્ટમમાં એક ગતિ આવી ચૂકી છે. આવું એટલા માટે બન્યું છે કે સરકારની બ્યૂરોક્રસીમાં પણ એક નવી કાર્ય સંસ્કૃતિ વિકાસ પામી રહી છે અને તેને કારણે સરકાર વધુને વધુ જવારદાર બની રહી છે.

• આજે આવી બાબતોને કારણે એવુ પરિણામ પ્રાપ્ત થયું છે કે પાછલી સરકાર દરરોજ 11 કિ.મીના નેશનલ હાઈવેનું નિર્માણ કરતી હતી. અત્યાર સુધીમાં હવે દિવસના 22 કિ.મી.થી વધુ નેશનલ હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે.

• અગાઉની સરકારના છેલ્લા 3 વર્ષમાં ગામડાંઓમાં 30 હજાર કિ.મી.ની સડકો બની હતી, અમારી સરકારના 3 વર્ષમાં 1,20,000 કિ.મી.ની સડકો બની છે.

• પાછલી સરકારના છેલ્લા 3 વર્ષમાં લગભગ 1100 કિ.મી.ની નવી રેલવે લાઈનોનું નિર્માણ થયુ હતું. આ સરકારના 3 વર્ષમાં આ પ્રમાણ 2100 કિ.મી.થી પણ વધુ આગળ નિકળી ગયું છે.

• પાછલી સરકારના છેલ્લા 3 વર્ષમાં 2500 કિ.મી. રેલવે લાઈનનું વિજળીકરણ કરવામાં આવ્યું હતું. આ સરકારના 3 વર્ષમાં 4300 કિ.મી.થી વધુ રેલવે લાઈનનું વિજળીકરણ થઈ રહ્યું છે.

• પાછલી સરકારના છેલ્લા 3 વર્ષમાં લગભગ 1,49,000 કરોડનો મૂડી ખર્ચ (capital expenditure) કરવામાં આવતો હતો. આ સરકારના 3 વર્ષમાં લગભગ 2 લાખ, ચોસઠ હજાર કરોડનું મૂડી ખર્ચ કરવામાં આવ્યું છે.

• અગાઉની સરકારના છેલ્લા 3 વર્ષમાં કુલ 12 હજાર મેગા વોટ રિન્યુએબલ એનર્જીની નવી ક્ષમતા ઉભી કરવામાં આવી હતી. આ સરકારના 3 વર્ષમાં 22 હજાર મેગા વોટથી વધુ રિન્યુએબલ એનર્જીની નવી ક્ષમતાને ગ્રીડના પાવર સાથે જોડવામાં આવી છે.

• અગાઉની સરકારની તુલનામાં શીપીંગ ઈન્ડસ્ટ્રીના વિકાસની વાત કરીએ તો અગાઉ જ્યારે કાર્ગો હેન્ડલીંગનો વૃધ્ધિ દર નકારાત્મક હતો તે હવે આ સરકારના 3 વર્ષમાં 11 ટકા કરતાં વધુ દરે વૃધ્ધિ પામી રહ્યો છે.

સાથીઓ, જો બિલકુલ જમીની સ્તર પર આવીને આવી ચીજોને ઠીક કરી ન હોત તો શું આવી ગતિ હાંસલ થઈ શકી હોત? સરકાર આ પ્રકારના નિર્ણયો લઈ શકી હોત? મોટા અને સ્થિર પરિવર્તનો આપમેળે આવતા નથી. તેના માટે સિસ્ટમમાં પરિવર્તન કરવાની જરૂર પડતી હોય છે. જ્યારે આવા ફેરફારો થાય છે ત્યારે દેશમાં માત્ર 3 વર્ષમાં જ Ease Of Doing Business ના રેંકીંગમાં 142 થી 100 સુધી પહોંચી શકાય છે.

ભાઈઓ અને બહેનો, આપ સૌને ખબર તો હશે જ કે વર્ષ 2014માં જ્યારે અમે સત્તા પર આવ્યા ત્યારે અમને વારસામાં શું મળ્યું હતું? અર્થવ્યવસ્થાની હાલત, શાસનની હાલત, Fiscal Order અને બેંકીંગ સિસ્ટમની હાલત કેવી હતી? બધી બાબતો બગડી ચૂકી હતી. તમારે બધાંએ એ વખતે ઓછા શબ્દોમાં આવી વાતો કહેવી પડતી હતી. હેડલાઈનમાં લખવામાં આવતું હતું કે અને કહેવામાં આવતું હતું કે Policy Paralysis થયો છે.

વિચારો, આપણાં દેશને Fragile Five માં ગણવામાં આવતો હતો. દુનિયાના તમામ દેશો એવું વિચારી રહ્યા હતા કે અર્થવ્યવસ્થા માટે જે સંકટ ઉભુ થયું છે તેનાથી આપણે તો બહાર આવી શકીશું, પરંતુ આ Fragile Five પોતે તો ડૂબશે જ અને આપણને પણ સાથે સાથે ડૂબાડશે.

આજે વૈશ્વિક સ્તરે ભારત ક્યાં ઉભુ છે. કેવી સ્થિતિમાં છે, તમે બધાં આ અંગે સારી રીતે પરિચીત છો. નાનો હોય કે મોટો, દરેક દેશ મહદ્દઅંશે આજે ભારત સાથે ખભાથી ખભો મિલાવીને આગળ વધવા માંગે છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો પ્રભાવ સતત વધી રહ્યો છે. હવે તો રોકાવાનું નથી, આગળ જ વધવાનું છે.

સાથીઓ, જ્યારે કોઈ રાષ્ટ્ર આત્મવિશ્વાસ સાથે પોતાના કદમ આગળ વધારી રહ્યો હોય, તો Irreversible અથવા Reversible નો કોઈ અર્થ રહેતો નથી. જ્યારે કોઈ એક રાષ્ટ્ર આત્મવિશ્વાસ સાથે કદમ આગળ ધપાવે છે અને નિર્ણયો લે છે ત્યારે જે બને છે તે પાછલા 70 વર્ષમાં પણ જોવા મળ્યું નથી.

International Court of Justice ની ચૂંટણીમાં ભારતને જે સફળતા હાંસલ થઈ છે તેના કારણે સમગ્ર વિશ્વના દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું છે, જે બદલાવનું પ્રતિક છે. ભાઈઓ અને બહેનો, જ્યારે યોગને યુનાઈટેડ નેશન્સમાં સર્વ સંમતિથી માન્યતા મળે છે ત્યારે તેને Irreversible Rise તરીકે જોવામાં આવે છે.

જ્યારે ભારતની પહેલના કારણે International Solar Alliance ની સ્થાપના થઈ ત્યારે તેમાં Irreversible Rise દેખાતો હતો.

સાથીઓ, અમારી સરકારે ડીપ્લોમસીની સાથે Humanism ને જોડ્યું છે. માનવીય સંવેદનાઓ સાથે જોડ્યું છે. જ્યારે નેપાળમાં ભૂકંપ આવે છે ત્યારે ભારત સૌથી પહેલાં બચાવ અને મદદની કામગીરીમાં લાગી જાય છે. જ્યારે માલદીવમાં પાણીનું સંકટ પેદા થાય છે ત્યારે ભારતમાંથી જહાજ ભરી ભરીને પાણી મોકલવામાં આવે છે. જ્યારે યમનમાં સંકટ આવે છે ત્યારે ભારત 4000 થી વધુ નાગરિકોને માત્ર બચાવતું નથી, પણ અન્ય 48 દેશોના 2000 વ્યક્તિઓને પણ સુરક્ષિત બહાર લાવે છે. આ બાબત ભારતની વધતી જતી શાખ અને વધતા જતા વિશ્વાસનું પરિણામ છે કે આજે વિદેશમાં રહીને પણ ભારતીયો પોતાનું મસ્તક ઉંચુ રાખીને સામેની વ્યક્તિ સામે વાત કરી શકે છે.

જ્યારે વિદેશમાં “અબ કી બાર કેમરન સરકાર” અને “અબ કી બાર ટ્રમ્પ સરકાર” ના નારા ગૂંજતા હતા ત્યારે ભારતીય લોકોના સામર્થ્યને સ્વિકૃતિ પ્રાપ્ત થઈ હતી. ભાઈઓ અને બહેનો, જ્યારે દરેક સંગઠન, દરેક સમાજ અને દરેક વ્યક્તિ પોતાના સામર્થ્યને સમજીને પોતાનું સ્તર બદલવાની શરૂઆત કરશે ત્યારે જ ન્યૂ ઈન્ડિયાનું સપનું સાકાર થશે. ન્યૂ ઈન્ડિયાનું આ સપનું માત્ર મારૂં જ નથી, તમારૂં પણ છે. આજે સમયની એ માંગ છે કે રાષ્ટ્ર નિર્માણ સાથે જોડાયેલી દરેક સંસ્થા દેશની આવશ્યકતાઓને સમજીને દેશની સામે હાલમાં જે પડકારો મોજૂદ છે તેને સમજીને પોતાના સ્તરે કેટલાંક સંકલ્પ કરે.

વર્ષ 2022માં જ્યારે દેશની સ્વતંત્રતાના 75 વર્ષનું પર્વ મનાવવામાં આવશે ત્યારે આપણે બધાંએ આવા સંકલ્પો પૂરાં કરવાના છે. હું તમને બધાંને જાતે તો કોઈ સલાહ આપી શકતો નથી, પરંતુ આપણા સૌના પ્રિય, પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામની એક વાત તમને યાદ અપાવવા માંગુ છું.

“આપણે ત્યાં મિડિયા આટલું Negative કેમ છે? આખરે એવું તે શું થયું છે કે ભારતમાં આપણી ક્ષમતાઓ અને ઉપલબ્ધિઓથી આપણે શરમાઈ રહ્યા છીએ? આપણો દેશ આટલો મહાન છે, આપણી પાસે સફળતાની આટલી અદ્દભૂત કથાઓ હોવા છતાં પણ આપણે શા માટે તેને સ્વિકારવાનું ટાળી રહ્યા છીએ?”

તેમણે આ વાત ઘણાં વર્ષ પહેલાં કરી હતી. તમે વિધિવત્ત લોકો વચ્ચે ઠીક લાગે તો આ બાબતે તમારે ત્યાં કટાર લેખમાં ન્યૂઝ રૂમમાં તેની ચર્ચા જરૂર કરજો. મને આશા છે કે તમે પણ જે પરિવર્તન લાવશો તે Irreversible હશે.

હું આ મંચ ઉપરથી દેશના સમગ્ર મિડિયા જગતને આગ્રહ કરી રહ્યો છું કે તમે પોતે પણ સંકલ્પ કરો અને બીજા લોકોને પણ સંકલ્પ કરવા માટે પ્રેરણા આપો. જે રીતે તમે સ્વચ્છ ભારત અભિયાનને પોતાનું અભિયાન માનીને આગળ ધપાવ્યું હતું અને તેને જન આંદોલનમાં બદલવાની સક્રિય ભૂમિકા નિભાવી હતી તેવી જ રીતે સંકલ્પથી સિધ્ધિ સુધીની આ યાત્રામાં આગળ આવીને સાથ આપો.

આ શબ્દો સાથે હું મારી વાત અહીં સમાપ્ત કરૂં છું. વધુ એક વાર હિંદુસ્તાન ટાઈમ્સ ગ્રુપને આવુ આયોજન કરવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ.

જયહિંદ!!!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."