પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (એપ્રિલ 17, 2018) સ્ટૉકહોમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમને સ્વીડનમાં જે ઉષ્માભર્યો આવકાર પ્રાપ્ત થયો તે બદલ તેમણે ખાસ કરીને સ્વીડનના મહારાજા અને સમારંભમાં હાજર સ્વીડનના પ્રધાનમંત્રી શ્રી સ્ટેફ઼ાન લવૈનનો આભાર પ્રગટ કર્યો હતો.

|

તેમણે કહ્યું હતું કે અત્યારે ભારત એક ભવ્ય પરિવર્તનની સ્થિતીમાંથી પસાર થઈ રહ્યું છે. અત્યારની સરકાર ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના જનાદેશ સાથે ચુંટાઇને આવી છે. તેમણે કહ્યું કે, તેમની સરકારે છેલ્લા ચાર વર્ષથી વિકસિત અને સમાવેશી ભારત માટે કામ કરી રહી છે. વર્ષ 2022 સુધીમાં નવા ભારતના નિર્માણ માટે આ તમામ પ્રયાસો થઈ રહ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેવી પહેલ મારફતે એવા પ્રયાસો કરવામાં આવ્યા છે કે જેથી ભારત ફરી એક વાર વિશ્વમાં વૈચારિક અગ્રણી (thought leader) તરીકે ઉપસી આવે. તેમણે કહ્યું કે વિશ્વ ભારત તરફ ખૂબ જ આત્મવિશ્વાસથી નજર માંડી રહ્યું છે. આ સંદર્ભમાં તેમણે માનવતાવાદી ધોરણે હાથ ધરાયેલા રાહત અને પુનર્વસન, આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન અને એમટીસીઆર (MTCR), વાસેન્નાર સમજૂતી અને એશિયન ગ્રુપ જેવા મહત્વનાં જૂથોમાં સભ્યપદનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વિશ્વ આજે અંતરિક્ષ કાર્યક્રમ સહિત ભારતની તકનીકી ક્ષમતાનો સ્વીકાર કરી રહ્યું છે.

|

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ડિજિટલ માળખાને કારણે નાગરિકો અને સરકાર વચ્ચેના સંપર્કનાં પરિમાણો બદલાઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે ટેકનોલોજીના કારણે જવાબદારી અને પારદર્શકતા વધી રહી છે. તેમણે કહ્યું કે સરકાર સુધી પહોંચવાની બાબત હવે કોઈ વિશેષાધિકાર રહ્યો નથી, પણ એક પ્રણાલી બની રહી છે. આ સંદર્ભમાં ફાઈલોનો ઝડપી નિકાલ, વ્યાપાર-વાણિજ્ય કરવામાં સરળતા, જીએસટી, સીધા લાભ હસ્તાંતરણ અને ઉજ્જવલા યોજના મારફતે રાંધણ ગેસની ઉપલબ્ધતાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે મુદ્રા યોજના મારફતે ઉદ્યોગસાહસિકોને હવે નવી તકો ઉપલબ્ધ થઈ છે. અત્યાર સુધીના મુદ્રા યોજનાના લાભાર્થીઓમાં 74 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. તેમણે અટલ ઈનોવેશન મિશન, સ્કીલ ઈન્ડિયા અને સ્ટાર્ટ- અપ ઈન્ડિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

|

પ્રધાનમંત્રીએ કહ્યું કે નવીનીકરણને વેગ આપવા ભારત આંતરરાષ્ટ્રીય ભાગીદારીનું નિર્માણ કરી રહ્યું છે. આ સંદર્ભમાં તેમણે સ્વીડન સાથેની સંયુક્ત અભિનવ ભાગીદારીનો અને ઈઝરાયેલ સાથે સમાન પ્રકારની ભાગીદારીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સરકાર હવે જીવન જીવવાની સરળતા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. આ સંદર્ભમાં તેમણે આયુષ્યમાન ભારત યોજનાનો ઉલ્લેખ કર્યો હતો અને આ યોજનાને વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના ગણાવી હતી.

|

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ બધાં પગલા ભારતમાં પરિવર્તનની પ્રક્રિયાનો નિર્દેશ આપે છે. તેમણે અંતમાં કહ્યું હતું કે સ્વીડન અને અન્ય નોર્ડિક દેશો સાથેની ભાગીદારી તેમના માટે ખૂબ જ મહત્વની છે.

 

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
India emerges as a global mobile manufacturing powerhouse, says CDS study

Media Coverage

India emerges as a global mobile manufacturing powerhouse, says CDS study
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 જુલાઈ 2025
July 24, 2025

Global Pride- How PM Modi’s Leadership Unites India and the World