QuoteIndia and Turkey enjoy good economic ties. The growth in our bilateral trade over the years has been impressive: PM
QuoteIndia and Turkey have shown remarkable stability even in volatile global economic conditions, says PM Modi
QuoteIndian political system is known for its vibrant, open and participative democracy: PM Modi
QuoteToday, Indian economy is the fastest growing major economy in the world: PM Modi
QuoteWe are in the process of building a New India. Therefore, our focus is on making it easier to work; particularly to do business: PM

મહામહિમ પ્રજાસત્તાક તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તયીપ એરડોગન,

પ્રસિદ્ધ મંત્રીઓ,

તુર્કીના પ્રતિનિધિમંડળના સભ્યો,

ભારતીય વાણિજ્યિક સમુદાયના મિત્રો,

દેવીઓ અને સજ્જનો!



હું આજના મંચ પર અગ્રણી બિઝનેસમેન સાથે આદાનપ્રદાન કરવાની આ તક મેળવીને ખુશ છું. હું રાષ્ટ્રપતિ એરડોગન અને અહીં હાજર તુર્કીના મિત્રોને આવકારું છું. રાષ્ટ્રપતિ એરડોગનની સાથે મોટી સંખ્યામાં આવેલા બિઝનેસ પ્રતિનિધિઓને જોઈને મને આનંદ છે. અહીં ભારતના ઘણાં બિઝનેસ લિડર્સ પણ ઉપસ્થિત છે અને એ જોઈને પણ મને ખુશી થાય છે.

મિત્રો,

ભારત અને તુર્કી મહાન ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણ ધરાવે છે. આપણે દુનિયામાં હાલની આર્થિક સ્થિતિ પર સામાન્ય દ્રષ્ટિકોણ ધરાવીએ છીએ.

 

અત્યારે દરેક દ્વિપક્ષીય સંબંધનો મહત્વપૂર્ણ આધાર આર્થિક સાથસહકાર છે. ભારત અને તુર્કી સારા આર્થિક સંબંધો ધરાવે છે. છેલ્લાં થોડા વર્ષોમાં આપણા દ્વિપક્ષીય સંબંધો મજબૂત થયા છે. હું સમજું છું કે રાષ્ટ્રપતિ એરડોગનને ભારતની અગાઉ મુલાકાત લીધી પછી દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2008માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 2.8 અબજ ડોલર હતો, જે 2016માં વધીને 6.4 અબજ ડોલર થયો હતો. જ્યારે આ પ્રોત્સાહનજનક છે, ત્યારે વર્તમાન આર્થિક અને વાણિજ્યિક સંબંધો વાસ્તવિક સંભવિતતા સાકાર માટે પર્યાપ્ત નથી.

|

મિત્રો!

ભારત અને તુર્કી દુનિયામાં સૌથી મોટા 20 અર્થતંત્રોમાં સામેલ છે. વધુ મહત્વપૂર્ણ બાબત એ છે કે બંને અર્થતંત્રોએ વૈશ્વિક સ્તરે આર્થિક ચડઊતરની સ્થિતિમાં નોંધપાત્ર સ્થિરતા દર્શાવી છે. આપણા અર્થતંત્રો મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવે છે અને આ કારણસર આપણે આપણી આર્થિક સંભવિતતાઓ વિશે આશાવાદી છીએ.

 

બંને દેશોના લોકો વચ્ચે એકબીજા માટે ઘણી લાગણી અને સારી ભાવના છે. આપણે મજબૂત રાજકીય સંબંધોનું નિર્માણ કરવા આતુર હોવાથી આપણે આપણા આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવાનો સમય પાકી ગયો છે. આપણે એકબીજા સાથે વેપારવાણિજ્યનો લાંબો ઇતિહાસ ધરાવીએ છીએ. આપણે આ સમૃદ્ધ વારસા પર આપણા ભવિષ્યના સંબંધોનું નિર્માણ કરવું પડશે.

 

દ્વિપક્ષીય સંબંધો વધારવા માટે વિશાળ સંભવિતતા છે અને પુષ્કળ તકો ઉપલબ્ધ છે. આ વેપાર અને એફડીઆઈ (પ્રત્યક્ષ વિદેશી રોકાણ)ના પ્રવાહ, ટેકનોલોજીકલ જોડાણ અને વિવિધ પ્રોજેક્ટ્સ પર સાથસહકાર મારફતે શક્ય છે. આ સંદર્ભમાં આપણે ભારતમાં તુર્કીની કંપનીઓની ભાગીદારીમાં થોડો વધારો જોઈએ છીએ. છેલ્લાં થોડા વર્ષોમાં આ બ્લૂ ચિપ ભારતીય કંપનીઓમાં રોકાણ અને એફડીઆઇ મારફતે થયો છે. જોકે આ પ્રકારનો સાથસહકાર લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો સુધી લંબાવી શકાશે. અત્યારે નોલેજ-આધારિત વૈશ્વિક અર્થતંત્ર સતત નવા નવા ક્ષેત્રો ખોલી રહ્યું છે. આપણે આપણા આર્થિક અને વાણિજ્યિક આદાનપ્રદાનને પણ ધ્યાનમાં લેવું જોઈએ.

 

તમે જોઈ શકો છો કે બંને દેશોની સરકારો વેપારવાણિજ્ય માટે અનુકૂળ વાતાવરણ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે. જોકે તમારા જેવા બિઝનેસ લીડર્સ બંને દેશના પારસ્પરિક લાભ માટે રાષ્ટ્રીય લક્ષ્યાંકોને વાસ્તવિકતામાં ફેરવે છે.

|

મિત્રો!

ભારતીય રાજકીય વ્યવસ્થા તેની વાઇબ્રન્ટ, ઉદાર અને સહભાગી લોકશાહી માટે જાણીતી છે. રાજકીય અને વહીવટી પ્રક્રિયાઓમાં સ્થિરતા તથા કાયદાનું શાસન અમારી વ્યવસ્થાનું હાર્દ છે. કોઈ પણ ગંભીર લાંબા ગાળાના આર્થિક સંબંધ માટે આ તમામ પાસા મહત્વપૂર્ણ છે.

 

મારી સરકાર આ જ મહિનામાં ત્રણ વર્ષ અગાઉ સત્તામાં આવી હતી. પછી અત્યાર સુધી અમે અર્થતંત્ર અને વહીવટી સુધારા કરવા કેટલીક પહેલો લોન્ચ કરી છે. અમે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવા કેટલાંક મહત્વાકાંક્ષી કાર્યક્રમો પણ શરૂ કર્યા છે. તેના પરિણામો ભારતીય અર્થતંત્રમાં સુધારા સ્વરૂપે જોવા મળે છે. અત્યારે ભારતીય અર્થતંત્ર દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતા મોટા અર્થતંત્રમાં સામેલ છે. વિકાસની આ ગતિ જાળવવા અમે વ્યવસ્થામાંથી ખામીઓ દૂર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. અમે નવા ભારતનું નિર્માણ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. એટલે અમારું ધ્યાન કામને સરળ બનાવવા પર કેન્દ્રીત છે, ખાસ કરીને વેપારવાણિજ્યની પ્રક્રિયાને. તેમાં નીતિનિયમો, પ્રક્રિયાઓ અને કામગીરીઓમાં સુધારા સામેલ છે. તેમાં સ્થાનિક અને વિદેશી રોકાણ માટે અનુકૂળ અને પ્રોત્સાહનજનક વાતાવરણ ઊભું કરવાની કામગીરી પણ સામેલ છે.

 

અમે આ મોરચે ઘણી સફળતા મેળવી છે. અનેક માપદંડો પર અમારા વૈશ્વિક રેન્કિંગમાં સુધારો થયો છે. જોકે આ સતત ચાલતી પ્રક્રિયા અને પ્રયાસ છે. હકીકતમાં તે વર્તણૂંક અને અભિગમમાં પરિવર્તન છે. તેનો ઉદ્દેશ ભારતને લોકોની તેમની સંભવિતતા હાંસલ કરવા સક્ષમ બનાવવાનો છે. આપણા યુવાનોને રોજગારી અને સ્વરોજગારીની તકો પ્રદાન કરવા આ જરૂરી છે. તાજેતરમાં જીએસટીનો ખરડો પસાર થયો છે, જે મારી સરકારની વધુ એક પહેલ છે. વર્ષોથી દેશમાં એકસમાન અને અસરકારક વ્યાવસાયિક વાતાવરણ ઊભું કરવાની માગ થતી હતી.

|

હું જાણું છું કે તુર્કીની કન્સ્ટ્રક્શન કંપનીઓએ અન્ય દેશોમાં ઘણાં નિર્માણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક હાથ ધર્યા છે. માળખાગત ક્ષેત્રમાં અમારી જરૂરિયાત વિશાળ છે, જેમાં સામાજિક અને ઔદ્યોગિક માળખું પણ સામેલ છે. અમે તેનું ઝડપથી મજબૂત નિર્માણ કરવા આતુર છીએ. તુર્કીની કંપનીઓ આ કામગીરીમાં સરળતાપૂર્વક સામેલ થઈ શકે છે. તમને કેટલાંક ઉદાહરણ આપું –

 

અમે વર્ષ 2022 સુધીમાં 50 મિલિયન મકાનોનું નિર્માણ કરવાની યોજના ધરાવીએ છીએ. આ માટે અમે કન્સ્ટ્રક્શન સેક્ટરમાં અમારી એફડીઆઇ નીતિમાં વારંવાર સુધારાવધારા કર્યા છે;

અમે 50 શહેરોમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ્સની અને વિવિધ રાષ્ટ્રીય કોરિડોરમાં હાઈ સ્પીડ ટ્રેનની યોજના બનાવી છે;

અમે આગામી થોડા વર્ષોમાં 175 ગીગા વોટ અક્ષય ઊર્જાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ;

વીજળીનું ઉત્પાદન કરવા ઉપરાંત ટ્રાન્સમિશન, સંગ્રહ અને વિતરણ અમારા માટે સમાન રીતે મહત્વપૂર્ણ છે;

અમે અમારી રેલવેનું આધુનિકીકરણ અને અમારા હાઇવેઝનું અપગ્રેડેશન કરીએ છીએ. છેલ્લાં 3 વર્ષમાં અમે આ બંને ક્ષેત્રોમાં મહત્તમ ફાળવણી કરી છે;

અમે મહત્વાકાંક્ષી સાગરમાલા યોજના અંતર્ગત નવા બંદરોનું નિર્માણ કરવાના છીએ અને જૂના બંદરોને આધુનિક બનાવવાના છીએ;

આવું જ ધ્યાન અમે આર્થિક અને પ્રવાસન દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સ્થળો વચ્ચે જોડાણ વધારવા વર્તમાન એરપોર્ટની સુવિધાઓ વધારવા અને પ્રાદેશિક એરપોર્ટને બનાવવા ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

તુર્કીનું પ્રવાસન ક્ષેત્ર વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ છે. છેલ્લાં થોડા વર્ષોમાં તુર્કી જતા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. તુર્કી પણ ભારતીય ફિલ્મો અને ટેલિવિઝન ઉદ્યોગ માટે લોકપ્રિય સ્થળ બન્યું છે. જ્યારે આપણે દ્વિમાર્ગીય પ્રવાસનને પ્રોત્સાહન આપવું જોઈએ, ત્યારે આ ક્ષેત્રમાં ઉદ્યોગ પ્રચૂર સંભવિતતા ધરાવે છે. એક ઉદાહરણ અમારો પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગ સુધી પહોંચવાનું છે, જે એટલો જ વાઇબ્રન્ટ છે.

અમે જાણીએ છીએ કે ભારત અને તુર્કી બંને ઊર્જા કાર્યદક્ષ રાષ્ટ્રો છે અને આપણી ઊર્જાની જરૂરિયાતો સતત વધી રહી છે. એટલે બંને દેશો માટે સામાન્ય હિતનું ક્ષેત્ર હાઇડ્રોકાર્બન સેક્ટર છે. આટલું જ પ્રસ્તુત સૌર અને પવન ઊર્જાનું સેક્ટર છે.

|

એટલે આપણા દ્વિપક્ષીય સંબંધોનો મહત્વપૂર્ણ સ્તંભ ઊર્જા ક્ષેત્ર છે. ખાણકામ અને ફૂડ પ્રોસેસિંગ પ્રચૂર સંભવિતતા ધરાવતા અન્ય ક્ષેત્રો છે. આપણે સંયુક્તપણે ટેક્સટાઇલ અને ઓટો સેક્ટરમાં સારી એવી કામગીરી કરી શકીએ. તુર્કી મજબૂત ઉત્પાદન ક્ષેત્ર ધરાવે છે અને ભારત ઓછો ખર્ચ ધરાવતા ઉત્પાદનનું કેન્દ્ર છે. ખર્ચના પરિબળ ઉપરાંત આપણી પાસે કુશળ અને અર્ધકુશળ વર્ક ફોર્સ પણ મોટી સંખ્યામાં છે તથા આપણી સંશોધન અને વિકાસ (આરએન્ડડી) ક્ષમતાઓ મજબૂત છે.

 

મને એ જણાવતાં આનંદ થાય છે કે, આર્થિક અને ટેકનિકલ સહકાર પર ભારત-તુર્કી સંયુક્ત સમિતિની કામગીરી સારી રીતે આગળ વધી રહી છે. તેની આગામી બેઠકમાં સમિતિ દ્વિપક્ષીય વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા લેવામાં આવેલા પગલાની સમીક્ષા હાથ ધરી શકે છે.

 

તે જ રીતે હું બંને દેશોની ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને એકબીજાની સાથે સક્રિયપણે જોડાવાની પણ અપીલ કરું છું. આપણે સરકાર અને બી-2બી એમ બંને સ્તરે ગાઢ રીતે કામ કરવું પડશે.

 

હું આજની ફોરમમાં ઉપસ્થિત રાષ્ટ્રપતિ એરડોગન, પ્રતિનિધિમંડળના સભ્યો અને ઇન્ડો-તુર્કીશ બિઝનેસ ચેમ્બર્સના સભ્યોનો આભાર માનું છું. ભારત અને તુર્કીના વ્યાવસાયિક સમુદાયને એકમંચ પર લાવવા માટે આ ખરેખર ઉત્કૃષ્ટ તક છે.

|

મિત્રો!
ચાલો, આપણે આપણાં લોકોના કલ્યાણ માટે આપણી આર્થિક પ્રવૃત્તિઓનું સ્તર વધારવા ખભેખભો મિલાવીને કામ કરીએ. ભારત તરફ હું ઉદારતાપૂર્વક તમારું સ્વાગત કરું છું.

હું વિશ્વાસ સાથે કહી શકું કે ભારતમાં અત્યારે જેટલી તકો છે તેટલી અગાઉ ક્યારેય નહોતી.

આ તકોને વધારે શ્રેષ્ઠ બનાવવા હું વ્યક્તિગત રીતે ધ્યાન આપવાની અને સાથસહકાર આપવાની ખાતરી આપું છું.

ધન્યવાદ!

|

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Economy delivers a strong start to the fiscal with GST, UPI touching new highs

Media Coverage

Economy delivers a strong start to the fiscal with GST, UPI touching new highs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 2 મે 2025
May 02, 2025

PM Modi’s Vision: Transforming India into a Global Economic and Cultural Hub