શ્રી જોય કોન્સ્પસિયોન
ચેરમેન, આસિયાન બિઝનેસ એડવાઇઝરી કાઉન્સિલ;
મહાનુભાવો;
દેવીઓ અને સજ્જનો!
શરૂઆતમાં, હું વિલંબ બદલ માફી માંગું છું. રાજકારણમાં સમય અતિ મહત્ત્વપૂર્ણ છે. પણ કેટલીક વખત આપણે શ્રેષ્ઠ પ્રયાસો કરવાં છતાં કશું કરી શકતાં નથી. મને મનીલામાં હોવાની ખુશી છે. ફિલિપાઇન્સમાં આ મારી પ્રથમ મુલાકાત છે.
ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે ઘણી બાબતોમાં સમાનતા જોવા મળે છે. જેમ કે:
- આપણે વિવિધતામાં એકતા ધરાવતાં સમાજ અને જીવંત લોકશાહી ધરાવતાં રાષ્ટ્રો છીએ.
- આપણાં અર્થતંત્રો દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતાં અર્થતંત્રોમાં સામેલ છે.
- અમે મોટી સંખ્યામાં મહત્ત્વાકાંક્ષી યુવાનોની વસતિ ધરાવીએ છીએ, જે નવીનતા અને ઉદ્યોગસાહસિકતા ધરાવે છે.
- ભારતની જેમ ફિલિપાઇન્સ સર્વિસ પાવર હાઉસ છે.
અને ભારતની જેમ ફિલિપાઇન્સમાં પણ સરકાર પરિવર્તન ઇચ્છે છે, સર્વસમાવેશક વૃદ્ધિ કરવા ઇચ્છે છે, માળખાગત સુવિધા વિકસાવવા ઇચ્છે છે અને ભ્રષ્ટાચાર સામે લડવા માંગે છે. તેમાં કોઈ નવાઈ નથી કે, અમારી ટોચની આઇટી કંપનીઓએ અહીં રોકાણ કર્યું છે. તેમણે હજારો રોજગારીનું સર્જન કર્યું છે અને ફિલિપાઇન્સનાં સર્વિસ સેક્ટરને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપ્યું છે.
મિત્રો,
આજે સવારે આસિયાન સમિટનાં ઉદ્ઘાટન સમારંભમાં રામાયણ પર આધારિત ડાન્સ ડ્રામા ‘રામ હરિ’નું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોયું છે. તે ભારતનાં લોકોની ઐતિહાસિક સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરે છે અને આસિયાનનાં દેશો એકમંચ પર આવ્યાં છે. આ ફક્ત ઐતિહાસિક જોડાણ જ નથી. આ જીવનનો સહિયારો વારસો છે. મારાં સરકારની એક્ટ ઇસ્ટ પોલિસી (એટલે પૂર્વ તરફ જુઓ) આપણાં જોડાણનાં કેન્દ્રમાં છે. અમે એકબીજા સાથે અને આસિયાનમાં દરેક દેશ સાથે સારાં રાજકીય અને લોકો વચ્ચે ઉત્કૃષ્ટ સંબંધ ધરાવીએ છીએ. અમે સમાન સ્તરે અમારાં આર્થિક અને વ્યાવસાયિક સંબંધોને લાવવા ઇચ્છીએ છીએ.
મિત્રો,
ભારતની કાયાપલટ કરવાની કામગીરી અભૂતપૂર્વ ઝડપથી ચાલી રહી છે. અમે સુશાસન માટે રાતદિવસ કામ કરીએ છીએ, જેમાં સરળ, અસરકારક અને પારદર્શક શાસન સામેલ છે.
તમને એક ઉદાહરણ આપું: અમે ટેલીકોમ સ્પેક્ટ્રમ, કોલસાની ખાણો અને અન્ય ખનીજો સહિત કુદરતી સંસાધનો માટે ખુલ્લી હરાજીની શરૂઆત કરી છે તથા ખાનગી રેડિયો ચેનલ્સ પણ શરૂ કરી છે. તેનાં પરિણામે કુલ 75 અબજ અમેરિકન ડોલરની આવક થઈ છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમે જવાબદારી વધારી છે તથા ભ્રષ્ટાચારમાં ઘટાડો કર્યો છે. અમે નાણાકીય વ્યવહારો અને કરવેરામાં અમારી વિશિષ્ટ આઇડી સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ તથા તેનાં પરિણામો દેખાઈ રહ્યાં છે. ઊંચાં મૂલ્યની ચલણી નોટોનાં વિમુદ્રીકરણ સાથે આ પગલાંઓને પરિણામે અમારૂ અર્થતંત્ર મોટા ભાગે ઔપચારિક બન્યું છે. આવકવેરાનાં રિટર્ન ભરતાં નવા કરદાતાઓની સંખ્યા બમણાંથી વધું થઈ છે. એક વર્ષમાં ડિજિટલ વ્યવહારોમાં 34 ટકાનો વધારો થયો છે, કારણ કે, અમે લેસ-કેશ અર્થતંત્ર તરફ કૂચ કરી છે. અમે લોકો સુધી પહોંચવા ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. નાગરિકોને ઓનલાઇન જોડનારા પ્લેટફોર્મ માયજીઓવી પર 2 મિલિયન અતિ સક્રિય નાગરિકો પાસેથી વિચારો, સૂચનો તથા કાર્યક્રમો મળ્યાં છે.
અમે અતિ સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે નવું માળખું પ્રગતિ પણ પ્રસ્તુત કર્યું છે, જે અંતર્ગત હું પ્રોજેક્ટનો અમલ કરી શકું છું અને સમગ્ર દેશમાં અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે જાહેર ફરિયાદોનું નિવારણ કરૂ છું. લઘુતમ સરકાર અને મહત્તમ શાસન પર અમે ભાર મૂકવાનું જાળવીને ત્રણ વર્ષમાં 1200 જૂનાં કાયદાં રદ કર્યા છે.
નાદારી અને દેવાળા માટે નવા કાયદા અને સંસ્થા તથા આઇપીઆર અને લવાદનાં કાયદા અમલમાં આવ્યાં છે. 36 વ્હાઇટ ઉદ્યોગોને પર્યાવરણ માટેની મંજૂરી મેળવવાની જરૂર રહી નથી. અત્યારે કંપનીની રચના ફક્ત એક દિવસમાં થાય છે. અમે ઉદ્યોગ માટે લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા સરળ કરી છે તથા પર્યાવરણ અને વન સંબંધિત મંજૂરીઓ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા પ્રસ્તુત કરી છે. આ તમામ ફેરફારોથી નવા વ્યવસાય શરૂ કરવા અતિ સરળ થઈ ગયા છે. તેનાં પરિણામ મળી રહ્યાં છે.
ભારતે વિશ્વ બેંકનાં વેપાર-વાણિજ્ય સરળ કરવાનાં સૂચકાંકમાં ચાલુ વર્ષે 30 ક્રમની હરણફાળ ભરી છે. ચાલુ વર્ષે કોઈ પણ દેશનાં ક્રમમાં આ સૌથી મોટો સુધારો છે અને ભારતનાં લાંબા ગાળનાં પરિવર્તનકારક સુધારાનું પ્રતીક છે.
અને દુનિયાએ અમારાં સુધારાઓની નોંધ લીધી છેઃ
– છેલ્લાં બે વર્ષમાં અમે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં ગ્લોબલ કોમ્પિટિશન ઇન્ડેક્સમાં 32 ક્રમની આગેકૂચ કરી છે;
– અમે બે વર્ષમાં ડબલ્યુઆઇપીઓનાં ગ્લોબલ ઇન્નોવેશન ઇન્ડેક્સ પર 21 સ્થાનની આગેકૂચ કરી છે.
– અમે વર્લ્ડ બેંકનાં 2016નાં લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ પર 19 સ્થાનની આગેકૂચ કરી છે;
મિત્રો,
અમારાં અર્થતંત્રોનાં મોટા ભાગનાં ક્ષેત્રો પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) માટે ખુલ્લી ગયા છે. 90 ટકાથી વધારે એફડીઆઇ સેક્ટર્સને ઓટોમેટિક રૂટ મારફતે મંજૂરી મળે છે. ભારત પ્રત્યક્ષ વિદેશી રોકાણ આકર્ષવામાં મોખરાનાં દેશ તરીકે બહાર આવ્યો છે. છેલ્લાં ત્રણ વર્ષની સરખામણીમાં અમે આ વર્ષે 67 ટકા વધારે એફડીઆઇ મેળવ્યું છે. અત્યારે અમે આંતરરાષ્ટ્રીય સ્તેર સંપૂર્ણ અર્થતંત્ર છીએ. ઉપરાંત તાજેતરમાં કેટલાંક મુખ્ય સુધારા અગાઉ આ સફળતાઓ મેળવી છે.
ચાલુ વર્ષે જુલાઈમાં અમે સંપૂર્ણ દેશ માટે એકસમાન વસ્તુ અને સેવા કર (જીએસટી)માં સ્થળાંતરિત થવાનાં અતિ જટિલ કામનો અમલ કર્યો છે. આ અમલ સમગ્ર ભારતમાં પ્રાદેશિક સ્તરે અને કેન્દ્રિય સ્તરે મોટી સંખ્યામાં કરવેરા દૂર કરીને કરવામાં આવ્યો છે. આપણાં દેશની વિવિધતા અને વિશાળતા તથા અમારાં રાજકારણનાં સંઘીય માળખાને જોતાં આ નાનીસૂની સિદ્ધિ નથી. સાથે સાથે અમે દ્રઢપણે માનીએ છીએ કે, આ સુધારા હજુ પર્યાપ્ત નથી.
મિત્રો,
ભારતની વસતિનો મોટો ભાગ બેંકિંગની સુવિધાથી વંચિત હતો. એટલે તેઓ બચત અને સંસ્થાકીય ધિરાણ મેળવવા સક્ષમ નહોતા. ગણતરીનાં મહિનાઓમાં જન ધન યોજના સાથે લાખો ભારતીયોનું જીવન બદલાયું હતું. એક વર્ષમાં 197 બેંક ખાતા ખુલ્યાં હતાં.
ચાલુ વર્ષે ઓગસ્ટ સુધીમાં ભારતીય બેંકોમાં આ પ્રકારનાં 290 મિલિયન ખાતાઓ ખુલ્યાં છે. સરળ કેશ-લેસ વ્યવહારો માટે આશરે 200 મિલિયન રૂપે કાર્ડ ઇશ્યૂ થયાં હતાં. ગરીબો દ્વારા બેંકિંગ સેવાઓની સુલભતા સરકારમાં ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવે છે. અત્યારે ગરીબો માટે સબસિડી પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ સ્વરૂપે તેમનાં ખાતામાં સીધી જમા થાય છે, જેનાથી ભ્રષ્ટાચાર દૂર થયો છે અને કોઈ પણ પ્રકારનાં ભેદભાવની શક્યતા રહી નથી. 146 મિલિયનથી વધારે લોકોને તેમનાં બેંક ખાતાઓમાં રાંધણ ગેસની સહાય સીધી મળે છે. અત્યારે સરકાર 59 જુદી જુદી યોજનાઓ માટે પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણનો ઉપયોગ કરે છે. આશરે 10 અબજ અમેરિકન ડોલરનાં મૂલ્યની સબસિડી ઇચ્છિત લાભાર્થીઓનાં બેંક ખાતાઓમાં સીધી હસ્તાંતરિત થાય છે.
મિત્રો,
આ સમિટની મુખ્ય થીમ ઉદ્યોગસાહસિકતા છે. અમે દેશમાં ઉદ્યોગસાહસિકતાને વેગ આપવા મેક ઇન ઇન્ડિયા નામનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન મારફતે અમે ભારતને વૈશ્વિક વેલ્યુ ચેઇનમાં મુખ્ય સહભાગી તરીકે ભારતને પરિવર્તિત કરવા કટિબદ્ધ છીએ. અમે ભારતને આંતરરાષ્ટ્રીય ઉત્પાદન કેન્દ્ર બનાવવા ઇચ્છીએ છીએ. સાથે સાથે અમે અમારાં યુવાનોને રોજગારદાતા બનાવવા ઇચ્છીએ છીએ, નહીં કે રોજગારવાંચ્છું. આ ઉદ્દેશ પાર પાડવા અમે સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને સ્ટેન્ડ અપ ઇન્ડિયા નામનાં અભિયાનો શરૂ કર્યા છે. લઘુ ઉદ્યોગસાહસિકોને ઉદ્યોગસાહસિકતા માટે પ્રોત્સાહન આપવામાં સૌથી મોટો અવરોધ ધિરાણ માટે જામીનગીરીનો અભાવ છે. ભારતમાં પ્રથમ વખત મુદ્રા યોજના હેઠળ 90 મિલિયનથી વધારે લઘુ ઉદ્યોગસાહસિકોને જામીનદારમુક્ત લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. આ અર્થતંત્રમાં લઘુ ઉદ્યોગસાહસિકોનાં પ્રદાનને માન્યતા આપે છે અને કાર્યક્ષમ વ્યાવસાયિક વિચાર ધરાવતી, પણ જામીન ન ધરાવતી વ્યક્તિને સક્ષમ બનાવે છે. મેં ફિલિપાઇન્સ અને આસિયાન ક્ષેત્રોમાં ઉદ્યોગસાહસિકતાને અપાતું મહત્ત્વ જોયું છે. આ સમિટમાં ઉદ્યોગસાહસિકો માટે આસિયાન ઉદ્યોગસાહસિકતા માર્ગદર્શનની પ્રશંસનીય પહેલ શરૂ થઈ છે, જે ઉદ્યોગસાહસિકતા માટે વધુ એક જરૂરિયાત છે. ખરેખર નજીકનાં ભવિષ્યમાં દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા દુનિયાનાં વિકાસનાં એન્જિન છે. એટલે આસિયાન સાથે જોડાણ ભારતનો મુખ્ય ઉદ્દેશ છે. અમે આ ગતિશીલ વિસ્તારમાં જમીન, દરિયાઈ અને હવાઈ જોડાણ ઊભું કરવા ઇચ્છીએ છીએ. મ્યાન્માર અને થાઇલેન્ડ મારફતે ત્રિપક્ષીય હાઇવેનાં નિર્માણ પર કામ ચાલુ છે, જેનો ઉદ્દેશ દક્ષિણ પૂર્વ એશિયામાં અન્ય દેશો સાથે જોડાણ કરવાનો છે.
અમે ભારત અને આસિયાન વચ્ચે દરિયાઈ પરિવહન પર સમજૂતીને વહેલાસર સંપન્ન કરવા કામ કરીએ છીએ તથા અમારાં દરિયાઈ પડોશી દેશો સાથે દરિયાઈ શિપિંગ સેવાઓ શરૂ કરી રહ્યાં છીએ. હવાઈ જોડાણમાં આસિયાન દેશો ભારતમાં ચાર મેટ્રો શહેરો સાથે ડેઇલી સર્વિસની સુવિધા ધરાવે છે તથા અન્ય 18 સ્થળો સાથે જોડાણની સુવિધા ધરાવે છે. અમે ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા ઇલેક્ટ્રોનિક વિઝ સિસ્ટમ જેવાં પગલાં લીધા છે. ભારતમાંથી દુનિયાનાં અન્ય દેશોમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જોડાણને મહત્ત્વ આપતાં ભારતે આગામી મહિને નવી દિલ્હીમાં આસિયાન દેશોનાં મંત્રીઓ, અધિકારીઓ અને વ્યાવસાયિક પ્રતિનિધિઓ સાથે આસિયાન-ઇન્ડિયા કનેક્ટિવિટી સમિટનું આયોજન કર્યું છે. ભારત આ વિસ્તારમાં વ્યવસાયની તકો જુએ છે ત્યારે મને ખાતરી છે કે આસિયાન બિઝનેસ કમ્યુનિટી ભારતમાં વ્યવસાય માટે સારી એવી સંભવિતતા જુએ છે. જ્યારે તમારામાંથી કેટલાંક ભારત સાથે સારી રીતે સંકળાયેલા છે, ત્યારે અન્ય દેશો ભારતમાં રહેલી તકો ઝડપવા આતુર છે. આગામી વર્ષે જાન્યુઆરીમાં આસિયન નેતાઓની આસિયાન-ઇન્ડિયા કોમેમોરેટિવ સમિટ યોજાશે, ત્યારે અમે સાથે સાથે આસિયાન-ઇન્ડિયા બિઝનેસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ મીટ એન્ડ એક્ષ્પોનું પણ આયોજન કર્યું છે. હું તમને બધાને તેમાં સહભાગી થવા આમંત્રણ આપું છું. તે ભારતમાં અત્યાર સુધીમાં યોજાયેલી સૌથી મોટી આસિયન કેન્દ્રિત બિઝનેસ ઇવેન્ટ હશે. ભારત તમારી વિકાસગાથામાં સહભાગી થવા ઇચ્છે છે અને અમે અમારી વિકાસગાથામાં આસિયાન દેશો સહભાગી થાય એ માટે લાલ જાજામ પાથરીએ છીએ.
माबूहाय!
मरामिंग सलामात!
ધન્યવાદ!
Government of India's 'Act East policy' puts this (ASEAN) region at the centre of our engagement: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2017
Task of transforming India is proceeding at an unprecedented scale. We are working day and night towards easy, effective and transparent governance: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2017
Digital transactions have increased significantly. We are using technology to reach out to people: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2017
Keeping our emphasis on 'Minimum Government, Maximum Governance', about 1200 outdated laws have been repealed in the last three years. We have simplified processes to start companies and for other clearances: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2017
Most sectors of the Indian economy are open for foreign investment: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2017
Large sections of India's population did not have access to banking services. The Jan Dhan Yojana changed that in a matter of months and transformed the lives of millions: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2017
Want to make India a Global Manufacturing Hub and we want to make our youngsters job creators: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2017