પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે કોઇમ્બતૂરમાં શ્રી રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદનાં

શિકાગો ભાષણની 125મી વર્ષગાંઠનાં પૂર્ણાહૂતિ કાર્યક્રમને આજે સંબોધિત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, આ ઉજવણી સ્વામી વિવેકાનંદનાં ભાષણની અસર દર્શાવે છે – તેમણે કેવી

રીતે પશ્ચિમનાં દેશોની ભારત તરફ જોવાની દ્રષ્ટિ બદલી અને કેવી રીતે ભારતીય વિચારો અને ફિલોસોફીને ઉચિત સ્થાન

મળ્યું એનું મહત્ત્વ સૂચવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદે દુનિયાને વેદની ભવ્ય ફિલોસોફીનો પરિચય કરાવ્યો હતો તેમજ ભારતનાં

સમૃદ્ધ ઇતિહાસ અને પ્રચુર સંભવિતતાની યાદ અપાવી હતી. તેમણે આપણને આપણો આત્મવિશ્વાસ, આપણું ગૌરવ અને

આપણા સમૃદ્ધ વારસાની યાદ અપાવી હતી.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદનાં આ વિઝન મુજબ ‘ભારત સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગેકૂચ કરી

રહ્યું છે.’ તેમણે ભારત સરકારની વિવિધ પહેલો અને યોજનાઓ વિશે પણ વાત કરી હતી.

પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ આ મુજબ છેઃ

શિકાગોમાં સ્વામી વિવેકાનંદના પ્રવચનની 125મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે અહીં ઉપસ્થિત રહેવા માટે હું પોતાને સૌભાગ્યશાળી માનું છું.

જોગાનુજોગ 125 વર્ષ પહેલાં જ્યારે સ્વામી વિવેકાનંદજી વિશ્વ ધર્મ પરિષદમાં શિકાગો ખાતે પ્રવચન આપ્યું હતું ત્યારે શ્રોતાઓમાં લગભગ 4000 લોકો હાજર હતા.

હું એ જાણતો નથી કે આ પ્રકારે કોઈ મહાપુરૂષના પ્રેરણાદાયક પ્રવચનની વર્ષગાંઠ ઉજવવામાં આવતી હોય. કદાચ નહીં. આ ઉજવણીમાં એ કારણે સ્વામીજીના પ્રવચનની અસર વર્તાય છે. એ દર્શાવે છે કે કેવી રીતે ભારત માટે પશ્ચિમી દુનિયાના દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું અને ભારતીય દર્શન અને વિચારધારાને યોગ્ય સ્થાન પ્રાપ્ત થયું.

આપના દ્વારા આયોજિત આ સમારોહ શિકાગોના પ્રવચનની વર્ષગાઠને વધારે વિશેષ બનાવે છે.

રામકૃષ્ણ મઠ અને મિશન સાથે સંકળાયેલા તમામ લોકોને, તમિલનાડુની સરકારને, અહીં એકત્ર થયેલા હજારો યુવાનોને આ ઐતિહાસિક પ્રવચનની સ્મૃતિમાં થયેલી ઉજવણી બદલ અભિનંદન પાઠવું છું.

અહીં અકત્રીત થયેલા સાત્વગુણોથી સંપન્ન સંતો અને યુવાનોની ઊર્જા અને ઉત્સાહ સમન્વયનો ભારતની સાચી તાકાતનું પ્રતીક છે.

હું તમારાથી ઘણો દૂર હોઈશ, પણ હું હજુ પણ આ ઊર્જાનો અનુભવ કરૂં છું.

મને કહેવામાં આવ્યું છે કે તમે આ ઉજવણીને માત્ર પ્રવચન પૂરતી જ મર્યાદિત નથી રાખી. મઠ દ્વારા અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. શાળાઓ અને કોલેજોમાં સ્વામીજીના શબ્દોના પ્રસાર માટે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આપણાં યુવાનો મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરશે અને ભારત હાલ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તેના ઉપાયો શોધવાનો પ્રયાસ કરશે. આ રીતે લોકોની સામેલ કરવા, સંઘર્ષ માટેની પરિસ્થિતિ સામે સાથે મળીને સામનો કરવાનો પડકાર, એક ભારત શ્રેષ્ઠ ભારતની આ વિચારધારા સ્વામીજીના સંદેશનો સાર છે.

મિત્રો, આ પ્રવચનના માધ્યમથી સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિ, વિચારધારા અને પ્રાચીન પરંપરાઓ સમગ્ર વિશ્વ સમક્ષ મૂકી હતી.

શિકાગોમાં ઘણાં લોકોએ આ પ્રવચન અંગે લખ્યું છે. તમે પણ આ ચર્ચા દરમિયાન પ્રવચનના મુખ્ય મુદ્દાઓ અંગે વાત કરી છે. આપણે સ્વામીજીના શબ્દો તરફ પાછ વળીશું અને એમાંથી નવી વસ્તુઓ શીખીશું.

આ પ્રવચનના પ્રભાવનું વર્ણન કરવા માટે હું સ્વામીજીના પોતાના શબ્દોનો ઉપયોગ કરૂં તો તેમને ચેન્નાઈમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં એમણે જણાવ્યું હતું કે શિકાગોની પરિષદ ભારત માટે અને ભારતીય વિચારો માટે અદ્દભૂત સફળતા છે. તેનાથી વેદાંતનું મોજું કે જે હાલમાં સમગ્ર વિશ્વને આવરી લઈ રહ્યું છે તેને પ્રસરાવવામાં મદદ મળી છે.

મિત્રો,

તમે જો સ્વામી જે સમયમાં જીવી ગયા તે સમયને યાદ કરો તો સ્વામીજીની સિદ્ધિઓનો વ્યાપ ઘણો મોટો જણાય છે.

આપણો દેશ એ વખતે વિદેશી શાસનની બેડીઓથી જકડાયેલો હતો. આપણે ગરીબ હતા. આપણા સમાજને પછાત ગણીને નીચો માનવામાં આવતો હતો. ખરેખર એ સમયે ઘણાં સામાજિક દૂષણો હતા, જે આપણાં સામાજિક જીવન સાથે ગૂંથાઈ ગયા હતા.

આપણાં પોતાના લોકોને જ આપણી વિરાસતને નિમ્ન કક્ષાની દર્શાવનાનું શિખવવામાં આવ્યું હતું. તે લોકોને તેમના વારસાથી અલગ કરી દેવામાં આવ્યા હતા. સ્વામીજીએ આ માનસિકતા સામે પડકાર ફેંક્યો. તેમણે ભારતીય સંસ્કૃતિ અને વિચારધારા પર સદીઓથી પડેલી ધૂળ સાફ કરી હતી.

તેમણે દુનિયાને વૈદિક વિચારધારાની ભવ્યતા સમજાવી. તેમણે વૈદિક વિચારધારાનું મહત્વ તો સમજાવ્યું, પરંતુ સાથે-સાથે આ દેશના ભવ્ય ભૂતકાળ અને અપાર ક્ષમતાની પણ યાદ અપાવી. તેમણે આપણને આપણો આત્મવિશ્વાસ, ગૌરવ અને સમૃદ્ધ વારસાની યાદ અપાવી હતી.

સ્વામીજીએ આપણને યાદ અપાવ્યુ કે આ એવી ભૂમિ છે, જ્યાં આદ્યાત્મિકતા અને વિચારધારાઓ દરિયાના મોજાંની જેમ છવાયેલા છે અને ફરી-ફરીને દુનિયા પર છવાઈ રહ્યા છે અને આ એ ભૂમિ છે કે જ્યાં આવા મોજાંઓ માનવજાતની નષ્ટ થઈ રહેલી પ્રજાતિઓમાં જીવ અને જોમ પૂરવાનું કામ કરી રહ્યા છે.

સ્વામી વિવેકાનંદજીએ દુનિયા પર તેમની છાપ તો છોડી, પણ સાથે-સાથે ભારતની આઝાદીની લડતને નવી ઊર્જા અને નવો આત્મવિશ્વાસ પૂરો પાડ્યો હતો.

આપણે કરી શકીએ, આપણે એ કરવા માટે સમર્થ છીએ એવી લાગણી સાથે તેમણે દેશના લોકોને જાગૃત કર્યા. આ એક આત્મવિશ્વાસ છે. એવો આત્મવિશ્વાસ કે જે આ યુવા સન્યાસીના લોહીના દરેક ટીંપામાં છવાયેલો હતો. તેમણે દેશને આત્મવિશ્વાસ પાછો અપાવ્યો. તેમનો એ મંત્ર હતો કે તમારી જાતમાં વિશ્વાસ રાખો અને તમારા દેશને પ્રેમ કરો.

સ્વામી વિવેકાનંદજીના આ વિઝન સાથે ભારત આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી રહ્યું છે. આપણે જો સખત પરિશ્રમ કરવા તૈયાર હોઈએ અને આપણી જાતમાં શ્રદ્ધા રાખીએ તો આપણે શું પ્રાપ્ત ન કરી શકએ?

દુનિયાએ જાણ્યું કે ભારત આરોગ્ય અને શરીર સૌષ્ઠવ માટેની યોગ અને આયુર્વેદની સદિઓ જૂની પરંપરા ધરાવે છે. અને સાથે-સાથે તે આધુનિક ટેકનોલોજીની શક્તિનો ઉપયોગ પણ કરી રહ્યું છે.

આજે ભારતે એક સાથે 100 ઉપગ્રહોનું પ્રક્ષેપણ કર્યું છે, વિશ્વ મંગળયાન અને ગગનયાનની ચર્ચા કરી રહ્યું છે, જ્યારે બીજા દેશો ભીમ જેવી આપણી ડિજિટલ એપ વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ભારતમાં આત્મવિશ્વાસમાં વધુ ઉમેરો થઈ રહ્યો છે.

આપણે ગરીબ લોકોના, વંચિત લોકોના અને જે લોકો અત્યંત પછાત છે તેવા લોકોના આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે સખત પરિશ્રમ કરી રહ્યા છીએ. તેની અસર આપણાં યુવા લોકો અને આપણી દિકરીઓમાં દેખાઈ રહી છે.

તાજેતરમાં એશિયાઇ રમતોત્સવમાં આપણાં ખેલાડીઓએ દેખાડી દીધું કે તમે ગમે તેટલા ગરીબ હો તો પણ, તમે કોઈ પણ પરિવારમાંથી આવતા હો તો પણ, આત્મવિશ્વાસ અને સખત પરિશ્રમ વડે તમે તમારા દેશને ગૌરવ અપાવી શકો છો.

દેશમાં જે વિક્રમજનક પાક પેદા થયો છે તે દર્શાવે છે કે આપણાં ખેડૂતોમાં પણ આ જ અભિગમ જોવા મળે છે. દેશના વ્યવસાય જગતના લોકો, આપણાં શ્રમિકો, ઔદ્યોગિક ઉત્પાદનને વેગ આપી રહ્યા છે. યુવા ઈજનેરો, ઉદ્યોગસાહસિકો અને તમારા જેવા વૈજ્ઞાનિકો, ભારતને સ્ટાર્ટઅપની નવી ક્રાંતિ તરફ લઈ જઈ રહ્યા છે.

મિત્રો, સ્વામીજી દ્રઢપણે માનતા હતા કે ભારતનું ભાવિ તેના યુવાનો પર અવલંબે છે. વેદમાંથી અવતરણ ટાંકીને તેમણે જણાવ્યું છે કે જે યુવાન છે, મજબૂત છે અને તંદુરસ્ત છે, તેમજ તીક્ષ્ણ બુદ્ધિચાતુર્ય ધરાવે છે તે પ્રભુ સુધી પહોંચશે.

મને આજે એ જોઈને આનંદ થાય છે કે યુવાનો આ સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. યુવાનોની મહત્વકાંક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર એક નવી કાર્ય સંસ્કૃતિ અને નવો અભિગમ લાવી રહી છે. આઝાદીના 70 વર્ષ પછી પણ સાક્ષરતા કદાચ વધી હશે, પરંતુ તમારામાંના ઘણાં યુવાન લોકો પોતાને નોકરીપાત્ર બનાવવાના કૌશલ્યના અભાવનો સામનો કરી રહ્યા છે. એ બાબત દુઃખદ છે કે આપણી શિક્ષણ પદ્ધતિએ કૌશલ્ય પર પૂરતો ભાર મૂક્યો નથી.

યુવાનો માટે કૌશલ્ય વિકાસનું મહત્વ પારખીને સરકારે કૌશલ્ય વિકાસ માટે સમર્પિત મંત્રાલયની રચના કરી છે.

આ ઉપરાંત આપણી સરકારે પોતાના સપનાં સાકાર કરીને સિદ્ધિ મેળવવા ઈચ્છતા યુવાનો માટે બેંકોના દ્વાર ખોલી નાખ્યા છે.

મુદ્રા યોજના હેઠળ અત્યાર સુધીમાં 13 કરોડથી વધુ ધિરાણો આપવામાં આવ્યા છે. આ યોજના ગામડાં અને નગરોમાં સ્વ-રોજગારી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

સરકાર સ્ટાર્ટ-અપ ઇન્ડિયા અભિયાન હેઠળ ઇનોવેટિવ વિચારોને મંચ પૂરૂ પાડી રહી છે. જેને પરિણામે વર્ષ 2016માં અંદાજે 800ની સામે, ગયા વર્ષે 8000 સ્ટાર્ટ-અપને માન્યતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આનો અર્થ એ થયો કે એક જ વર્ષમાં દસ ગણો વધારો થયો છે.

આ ઉપરાંત શાળાઓમાં ઇનોવેશનનું વાતાવરણ ઉભુ કરવા માટે અટલ ઇનોવેશન મિશન નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ આપણે આગામી 5 વર્ષમાં દેશમાં 5000 અટલ ટિંકરિંગ લેબ સ્થાપિત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

ઇનોવેટિવ આઇડિયા અને સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન જેવા કાર્યક્રમોને આગળ વધારવાની યોજનાઓ પણ અમલમાં આવી છે.

મિત્રો, સ્વામી વિવેકાનંદે આપણી આર્થિક- સામાજિક સમસ્યાઓ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે ગરીબમાં ગરીબ વ્યક્તિનો ઉત્કર્ષ થશે અને તે ટોચ પર બેઠેલા વ્યક્તિને સમકક્ષ સ્થાન પ્રાપ્ત કરશે ત્યારે સમાજમાં સમાનતા આવશે. આપણે આ દિશામાં છેલ્લા 4 વર્ષથી કામ કરી રહ્યા છીએ. જનધન ખાતા અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ જેવી યોજનાઓ મારફતે આપણે ગરીબ માણસનાં આંગણે પહોંચી રહ્યા છીએ. ઘર વગરના ગરીબ માટે આવાસ, ગેસ અને વિજળીનું જોડાણ જેવી ઘણી યોજનાઓ ઉપરાંત ગરીબો માટે આરોગ્ય અને જીવન વીમા યોજનઓ શરૂ કરવામાં આવી છે.

આપણો અભિગમ માત્ર ગરીબી નાબૂદ કરવાનો નથી, પરંતુ દેશમાંથી ગરીબી માટેનાં કારણોને પણ ઉખાડીને ફેંકી દેવાનો છે.

હું તમને યાદ અપાવીશ કે આજનો દિવસ એ એક અલગ પ્રકારના સમારંભની વર્ષગાંઠ છે. 9/11 નો આતંકવાદી હુમલો કે જેના પડઘા સમગ્ર દેશમાં છવાઇ ગયા હતા. રાષ્ટ્રોનો સમુદાય આ સમસ્યાના ઉપાયો શોધવા માટે પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ સાચા અર્થમાં તેનો ઉપાય સ્વામીજીએ શિકાગો ખાતે દુનિયાને દર્શાવેલા પથમાં રહ્યો છે. અને તે છે- સહિષ્ણુતા અને સ્વિકૃતિ.

સ્વામીજી કહે છે "મને એવા ધર્મના અનુયાયી હોવાનું ગૌરવ છે કે જેણે દુનિયાને સહિષ્ણુતા અને સાર્વત્રિક સ્વિકૃતિ શિખવી છે."

મિત્રો,

આપણે મુક્ત વિચારોનો દેશ છીએ. સદીઓ સુધી આ ભૂમિ ભિન્ન વિચારોનું અને સંસ્કૃતિઓનું ઘર બની રહી હતી. આપણામાં ચર્ચા કરીને નિર્ણય કરવાની પરંપરા છે. લોકશાહી અને ચર્ચા આ બંને અનંત મૂલ્ય ધરાવે છે.

પરંતુ મિત્રો, આપણો સમાજ તમામ દૂષણોથી છૂટકારો મેળવી ચૂક્યો છે એવું કહી શકાય તેમ નથી. આટલા મોટા દેશમાં જ્યાં ભારે વૈવિધ્ય પ્રવર્તે છે ત્યાં ઘણાં મોટા પડકારો પણ છે.

સ્વામી વિવેકાનંદ એવું કહેતા હતા કે "દરેક યુગમાં ઓછા વત્તે અંશે દૂષણો હતા. આપણે આવા દૂષણોને પરાજીત કરવા માટે ખૂબ જ સાવચેત રહેવાનું છે. આપણે એ બાબત યાદ રાખવાની છે કે આપણી પાસે તમામ સાધન અને સ્રોતો હોય તો પણ ભારતનો સમાજ જ્યાં સુધી વિભાજીત રહેશે અને જ્યાં સુધી આંતરિક સંઘર્ષોનો સામનો કરશે ત્યાં સુધી બહારના દુશ્મનો તેનો લાભ ઉઠાવશે."

અને આ સંઘર્ષના કાળ દરમિયાન આપણાં સંતો, સામાજિક સુધારકો વગેરેએ આપણને યોગ્ય માર્ગ દર્શાવ્યો છે- જે માર્ગ આપણને પાછા વળીને એકત્ર થવાની દોરવણી આપે છે.

આપણે એવા નૂતન ભારતનું નિર્માણ કરવાનું છે કે જેમાં સ્વામી વિવેકાનંદની પ્રેરણા કામ કરતી હોય.

આપ સૌનો ખૂબ-ખૂબ આભાર માનીને હું મારા પ્રવચનનું સમાપન કરીશ. તમે મને આ ઐતિહાસિક સમારંભમાં હાજર રહેવાની તક પૂરી પાડી છે. જે સ્વામીજીના સંદેશને વાંચીને સમજ્યા છે એવા શાળા અને કોલેજોના હજારો મિત્રોને સ્પર્ધામાં ભાગ લઈને પુરસ્કારો જીતવા બદલ અભિનંદન.

ફરીથી આપ સૌનો આભારી છું. ધન્યવાદ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister Shri Narendra Modi paid homage today to Mahatma Gandhi at his statue in the historic Promenade Gardens in Georgetown, Guyana. He recalled Bapu’s eternal values of peace and non-violence which continue to guide humanity. The statue was installed in commemoration of Gandhiji’s 100th birth anniversary in 1969.

Prime Minister also paid floral tribute at the Arya Samaj monument located close by. This monument was unveiled in 2011 in commemoration of 100 years of the Arya Samaj movement in Guyana.