પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરના 100થી વધુ યુવાનો અને બાળકોના જૂથને મળ્યા હતા. આ તમામ હાલમાં ”વતન કો જાનો” પહેલ હેઠળ ભારતના વિવિધ ભાગોના પ્રવાસે છે.
યુવાનો અને બાળકોએ પ્રધાનમંત્રીને માળખાગત સુવિધાઓ, રાજ્યમાં રમત-ગમતની સુવિધાઓ, શિક્ષણ અને રોજગારની તકો, અને પ્રધાનમંત્રીની રોજબરોજની કામગીરી જેવા સંખ્યાબંધ વિષયો ઉપર પ્રશ્નો પૂછ્યા હતા.
તેમની સાથે પરામર્શ કરતા પ્રધાનમંત્રીએ રાજ્યમાં કનેક્ટિવિટી અને માળખાગત સુવિધાઓમાં સુધારો કરવા માટે થઈ રહેલા પ્રયાસો અંગે વાત કરી હતી. તેમણે લોકોમાં રમત-ગમત અને ખેલદિલીની ભાવનાનું મહત્વ સમજાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે સખત પરિશ્રમ કરવાથી કદાપી થાક લાગતો નથી. કામ પૂર્ણ થાય તો સંતોષની લાગણી થાય છે અને તેનું મહત્વ મને થાક લાગવા કરતા વિશેષ છે.
પ્રધાનમંત્રી કાર્યાલય બાબતોના રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ આ પ્રસંગે હાજર રહ્યા હતા.