પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રનાં દસ આદિવાસી વિદ્યાર્થીઓનાં જૂથને મળ્યાં હતાં. વિદ્યાર્થીઓ મહારાષ્ટ્ર રાજ્ય સરકારનાં આદિવાસી વિકાસ વિભાગની પહેલ “મિશન શૌર્ય”ની ટીમના સભ્યો છે. આ જૂથનાં પાંચ વિદ્યાર્થીઓએ મે, 2018માં માઉન્ટર એવરેસ્ટ સફળતાપૂર્વક સર કર્યો હતો.
આ વિદ્યાર્થીઓએ માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ અને તાલીમનાં અનુભવો રજૂ કર્યાં હતાં. પ્રધાનમંત્રીએ આ સિદ્ધિ બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને કોઈ પણ એક રમતને અપનાવવાની સલાહ આપી હતી અને નિયમિતપણે તને રમવા માટે પ્રેરણા આપી હતી. તેમણે જૂથનાં તમામ સભ્યોનું સન્માન કર્યું હતું.
આ પ્રસંગે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હંસરાજ આહિર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.