મલેશિયાનાં સાંસદ અને મલેશિયાની પાર્ટી કેડિલાન રાક્તયત પાર્ટીનાં નેતા દતુક સેરી અનવર ઇબ્રાહીમે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
શ્રી ઇબ્રાહીમની સાથે મલેશિયા સંસદનાં બે સભ્યો આદરણીય કેસાવાન સુબ્રમણિયન અને આદરણીય સંથારા કુમાર રામાનાયડુ પણ હતા.
પ્રધાનમંત્રીએ શ્રી ઇબ્રાહીમને પીકેપી પાર્ટીનાં પ્રમુખ ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યાં હતા. પ્રધાનમંત્રીએ મે 2018માં તેમની સાથે થયેલી મુલાકાતની સ્મૃતિ તાજી કરી હતી. પ્રધાનમંત્રીએ મલેશિયાનાં પ્રધાનમંત્રી મહામહિમ તુન ડૉ. મહાથીર મોહમ્મદને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
બંને નેતાઓએ પરસ્પર હિતની દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક બાબતોની ચર્ચા કરી.