આઇએનએસવી તરિણી દ્વારા સફળતાપૂર્વક વિશ્વભરની સફર કરી પરત આવનારી ભારતીય નૌસેનાની છ મહિલા અધિકારીઓએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત યોજી હતી.
ફક્ત મહિલા ખલાસીઓ દ્વારા સમગ્ર વિશ્વની પરિક્રમા કરનારૂ સૌપ્રથમ ભારતીય નૌકાયાન સાથેનું આ અભિયાન નવિકાસાગર પરિક્રમાનાં નામે ઓળખાયું.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.25364000_1527067476_684-1-pm-meets-crew-of-insv-tarini-2.jpg)
આ મુલાકાત દરમિયાન મહિલા ખલાસીઓએ તેમના અભિયાનના વિવિધ પાસાઓ, તેની તૈયારી, તાલીમ અને અનુભવો વિશે રજૂઆત કરી હતી.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.92081500_1527067506_684-2-pm-meets-crew-of-insv-tarini-3.jpg)
પ્રધાનમંત્રીએ આ અભિયાનની સફળતા માટે અભિનંદન પાઠવ્યાં હતા. તેમણે આ અદ્વિતીય અનુભવ વિશે પોતાના વિચારો લખવા અને વહેંચવા માટે તેઓને પ્રેરણા આપી હતી. નૌસેનાનાં વડા એડમિરલ સુનિલ લાંબા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.99492500_1527067533_684-3-pm-meets-crew-of-insv-tarini-4.jpg)
આ નૌકાયાનનું સંચાલન લે. કમાન્ડર વર્તિકા જોશી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ અન્ય સભ્યો તરીકે લે. કમાન્ડર પ્રતિભા જામવાલ, પી. સ્વાતિ અને લેફ્ટનન્ટ એસ વિજયા દેવી, બી ઐશ્વર્યા તથા પાયલ ગુપ્તાનો સમાવેશ થાય છે.