પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ ડો. એન્જેલા મર્કલને સતત ચોથી વખત જર્મની પ્રજાસત્તાક સંઘનાં ચાન્સેલર તરીકે હોદ્દો ધારણ કરવા પર અભિનંદન આપ્યાં છે.
પ્રધાનમંત્રી મોદીએ જર્મનીનાં ચાન્સેલર મર્કેલનાં મજબૂત નેતૃત્વની પ્રશંસા કરી હતી અને તેમનાં નેતૃત્વકાળ દરમિયાન યુરોપ સાથે સંબંધિત બાબતોમાં જર્મની દ્વારા ભજવવામાં આવેલી પથપ્રદર્શક ભૂમિકાનાં વખાણ કર્યા હતાં.
પ્રધાનમંત્રી મોદીએ ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય સંબંધને ગાઢ અને મજબૂત બનાવવા માટે ચાન્સેલર મર્કેલ સાથે સતત કામ કરવાની તેમની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ એવું પણ જણાવ્યું હતું કે, તેઓ રાષ્ટ્રપતિ ફ્રેન્ક-વોલ્ટર સ્ટેઇનમેઇર સાથે તેમની આગામી બેઠક માટે આતુર છે, જેઓ 22 થી 26 માર્ચ, 2018 દરમિયાન ભારતની મુલાકાત લેશે.