પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોમનવેલ્થ ગેમ્સ 2018નાં ટેબલ ટેનિસનાં મેડલ વિજેતાઓ સાથે વાત કરી હતી. આ રમતવીરો પ્રધાનમંત્રીને નવી દિલ્હીમાં પાર્લામેન્ટ હાઉસમાં મળ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બદલ આ મેડલ વિજેતા ખેલાડીઓને અભિનંદન આપ્યાં હતાં. તેમણે ઉમેર્યું હતું કે, તેમની કામગીરી પર સમગ્ર દેશને ગર્વ છે.
પ્રધાનમંત્રીએ ભારતના નાના નગરોમાંથી ઉભરી રહેલી પ્રતિભાઓને આવકારી હતી અને સતત તેમને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન તથા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી કર્નલ રાજ્યવર્ધન રાઠોર ઉપસ્થિત હતાં.