પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નારીશક્તિ પુરસ્કારનાં વિજેતાઓને મળ્યાં હતાં અને તેમની સાથે બેઠક કરી હતી.
આ બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ ‘સેવા પરમો ધર્મઃ’ આપણી સંસ્કૃતિનું અભિગન્ન અંગ છે એ વિશે વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પુરસ્કાર પ્રાપ્ત કરનાર વિજેતાઓએ અન્ય લોકોની સેવામાં પોતાનંં જીવન સમર્પિત કરી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે, તેમનું આ પ્રદાન અતિ મહાન છે, જેનાં કારણે તમામ લોકોને લાભ થયો છે. તેમનું કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, રાષ્ટ્ર સિસ્ટર નિવેદિતાની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે, જેઓ નિઃસ્વાર્થ સેવાનીમૂર્તિસ્વરૂપહતાં.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સમાજની સેવા ભારતની અસ્મિતા છે તથા ધર્મશાળા, ગૌશાળા અને શૈક્ષણિક સંસ્થાઓમાં તેમની છબી જોવા મળે છે.
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મેનકા ગાંધી પણ ઉપસ્થિત હતાં.