પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નીતિ આયોગ દ્વારા આયોજિત એક બેઠકમાં 40થી વધારે અર્થશાસ્ત્રીઓ અને અન્ય નિષ્ણાતો સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ ઇન્ટરેક્ટિવ સેશનની થીમ “ઇકોનોમિક પોલિસી – ધ રોડ અહેડ” (આર્થિક નીતિ – ભવિષ્યની દિશા) હતી.
આ સેશન દરમિયાન સહભાગીઓએ પાંચ વિશિષ્ટ જૂથોમાં તેમનાં અભિપ્રાયો વહેંચ્યા હતાં. આ જૂથોએ બૃહદ્ અર્થતંત્ર અને રોજગાર, કૃષિ અને જળ સંસાધન, નિકાસ, શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ચર્ચા કરી હતી, જેમાં નિષ્ણાતોએ પોતાનાં અભિપ્રાયો રજૂ કર્યા હતાં.
પ્રધાનમંત્રીએ અર્થતંત્રનાં વિવિધ પાસાંઓ પર તેમનાં સૂચનો અને અવલોકનો પ્રસ્તુત કરવા બદલ વિવિધ સહભાગીઓનો આભાર માન્યો હતો.
આ બેઠકમાં કેન્દ્રિય મંત્રીઓ શ્રી પિયૂષ ગોયલ અને શ્રી રાવ ઇન્દ્રજીત સિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. નીતિ આયોગનાં ઉપાધ્યક્ષ શ્રી રાજીવ કુમાર તથા કેન્દ્ર સરકાર તથા નીતિ આયોગનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.