પ્રધાનમંત્રીએ આબોહવામાં પરિવર્તન સામે લડાઈ માટે ક્લાઇમેટ જસ્ટિસ પર ભાર મૂક્યો
આપણે ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન વર્ષ 2005ના સ્તરથી જીડીપીના 33થી 35 ટકા ઘટાડવા પ્રતિબદ્ધ છીએ – પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ 2021નું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટનો વિષય છે – ‘આપણા સામાન્ય ભવિષ્યને નવેસરથી પરિભાષિક કરવું: તમામ માટે સલામત અને સુરક્ષિત પર્યાવરણ.’

આ કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રધાનમંત્રીએ આ પ્રકારના પ્લેટફોર્મને જાળવી રાખવા બદલ ટેરીને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારના આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ આપણા વર્તમાન અને ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે, બે બાબતો માનવજાતની પ્રગતિની સફર કેવી રહેશે એને પરિભાષિત કરશે. આ બંને બાબતો આગામી સમયમાં બહાર આવશે. એમાં પ્રથમ છે – આપણા નાગરિકોનું સ્વાસ્થ્ય. બીજી બાબત છે – આપણી પૃથ્વીની સ્થિતિ. આ બંને બાબતો એકબીજા સાથે જોડાયેલી છે.

તેમણે કહ્યું હતું કે, આપણે અહીં આપણા ગ્રહની સ્થિતિ વિશે વાત કરવા એકત્ર થયા છીએ. આપણે કેટલાં મોટા પડકારનો સામનો કરી રહ્યાં છીએ એ આપણે બધા જાણીએ છીએ. પણ પરંપરાગત અભિગમોથી આપણે જે સમસ્યાઓનું સમાધાન કરીએ છીએ એનું સમાધાન ન થઈ શકે. અત્યારે નવા વિચારો સાથે આપણી યુવા પેઢીમાં રોકાણ કરવા અને ટકાઉ વિકાસ પ્રત્યે કામ કરવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ આબોહવામાં પરિવર્તન સામેની લડાઈ માટે આબોહવા ન્યાય પર ભાર મૂક્યો હતો. ક્લાઇમેટ જસ્ટિસ ટ્રસ્ટીશિપના વિઝન દ્વારા પ્રેરિત છે – જેમાં વૃદ્ધિ ગરીબો પ્રત્યે સંવેદના દાખવીને થાય છે. ક્લાઇમેટ જસ્ટિસ વિકાસશીલ દેશોને વિકાસ કરવાનો પર્યાપ્ત અવકાશ આપવાનું પણ માધ્યમ છે. જ્યારે દરેક અને બધા આપણી વ્યક્તિગત અને/અથવા સામુદાયિક ફરજો સમજીએ છીએ, ત્યારે ક્લાઇમેટ જસ્ટિસ હાંસલ થશે.

તેમણે કહ્યું હતું કે, ભારતનો ઇરાદો નક્કર કામગીરીને ટેકો આપવાનો છે. લોકોના જુસ્સાથી આપણે પેરિસ લક્ષ્યાંકથી વધારે સારી પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવા અને વધારે લક્ષ્યાંકો પાર પાડવાના માર્ગે અગ્રેસર છીએ. આપણે ઉત્સર્જનનું પ્રમાણ વર્ષ 2005ના સ્તરથી જીડીપીના 33થી 35 ટકા ઘટાડવા પ્રતિબદ્ધ છીએ. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ભારત લેન્ડ ડિગ્રેડેશન ન્યૂટ્રાલિટી (જમીનની ગુણવત્તા બગાડતી અટકાવવાની પ્રક્રિયા) પ્રત્યે પ્રતિબદ્ધતા પર સ્થિર પ્રગતિ કરે છે. પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન પણ ભારતમાં વેગ પકડી રહ્યું છે. આપણે વર્ષ 2030 સુધીમાં 45 ગિગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન કરવાના માર્ગે પણ અગ્રેસર છીએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સમાન સુલભતા વિના ટકાઉ વિકાસ અધૂરો છે. આ દિશામાં પણ ભારતે સારી એવી પ્રગતિ કરી છે. ભારતે માર્ચ, 2019માં આશરે 100 ટકા વીજળીકરણ હાંસલ કર્યું હતું. આ કામગીરી ટકાઉ ટેકનોલોજીઓ અને નવીન મોડલ દ્વારા થઈ હતી. તેમણે આ વિશે જણાવ્યું હતું કે, ઉજાલા કાર્યક્રમ મારફતે 367 મિલિયન એલઇડી બલ્બો લોકોના જીવનમાં સામેલ થઈ ગયા છે. એનાથી દર વર્ષે 38 મિલિયન ટન કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઘટ્યું છે. જલ જીવન અભિયાન અંતર્ગત ફક્ત 18 મહિનામાં 34 મિલિયનથી વધારે કુટુંબોને નળથી જોડાણ આપ્યું છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દ્વારા ગરીબી રેખા નીચે જીવતા 80 મિલિયનથી વધારે કુટુંબોને રાંધવા માટે સ્વચ્છ ઇંધણ મળ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે ભારતમાં કુલ ઊર્જાના ઉત્પાદનમાં કુદરતી ગેસનો હિસ્સો 6 ટકાથી વધારીને 15 ટકા કરવા કામ કરી રહ્યાં છીએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઘણી વાર ટકાઉક્ષમતાની ચર્ચા પર્યાવરણને અનુકૂળ ઊર્જા પર જ કેન્દ્રિત થાય છે. હકીકતમાં પર્યાવરણની ઊર્જા ફક્ત એક માધ્યમ છે. આપણે પૃથ્વીને હરિયાળી બનાવવા ઇચ્છીએ છીએ. અમારી સંસ્કૃતિ વન-જંગલો પ્રત્યે અતિ સન્માન ધરાવે છે અને હરિયાળું કવચ ઉત્કૃષ્ટ પરિણામો આપે છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, આપણું અભિયાન ટકાઉ કાયમી વિકાસને હાંસલ કરવાનું છે, જેમાં પશુનાં સંરક્ષણ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં 5થી 7 વર્ષમાં સિંહ, વાઘ, ચિતા અને ગંગાના નદીમાં ડોલ્ફિનની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે

પ્રધાનમંત્રીએ સહભાગીઓનું ધ્યાન બે પાસાઓ પર દોર્યું હતું – એકતા અને ઇનોવેશન. તેમણે કહ્યું હતું કે, સહિયાર પ્રયાસો થકી જ ટકાઉ વિકાસ હાંસલ થઈ શકશે. જ્યારે દરેક વ્યક્તિ રાષ્ટ્રહિતનો વિચાર કરશે, જ્યારે દરેક વ્યક્તિ આંતરરાષ્ટ્રીય હિત માટે રાષ્ટ્રનો વિચાર કરશે, ત્યારે ટકાઉ વિકાસ વાસ્તવિકતા સ્વરૂપે ધારણ કરશે. ભારતે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સ્વરૂપે આ દિશામાં પ્રયાસ કર્યો છે. તેમણે તમામ સહભાગીઓને સમગ્ર દુનિયામાંથી શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા માટે તૈયાર રહેવા અપીલ કરી હતી.

તેમણે ઇનોવેશન વિશે જણાવ્યું હતું કે, અત્યારે ઘણા સ્ટાર્ટઅપ્સ પુનઃપ્રાપ્ય ઊર્જા, પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી વગેરે પર કામ કરી રહ્યાં છે. રાજકીય નીતિનિર્માતાઓ તરીકે આપણે આ પ્રકારના અનેક પ્રયાસોને ટેકો આપવો પડશે. આપણી યુવા પેઢીની ઊર્જા ઉત્કૃષ્ટ પરિણામો તરફ દોરી જશે.

પ્રધાનમંત્રીએ ખાસ કરીને આપત્તિમાં વ્યવસ્થાપનની ક્ષમતાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ માટે માનવ સંસાધન વિકાસ અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. કોઅલિશન ફોર ડિઝાસ્ટર રિસાઇલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગરૂપે અમે આ દિશામાં કામ કરવા આતુર છીએ. તેમણે ખાતરી આપી હતી કે, ભારત ટકાઉ વિકાસને આગળ વધારવા શક્ય એટલા પ્રયાસ કરવા તૈયાર છે. અમારા માનવકેન્દ્રિત અભિગમ આંતરરાષ્ટ્રીય હિત માટે અનેક સ્તરે પ્રેરકબળ બની શકશે.

આ પ્રસંગે ગુયાના પ્રજાસતાકના પ્રેસિડન્ટ મહામહિમ ડો. મોહમ્મદ ઇરફાન; પપુઆ ન્યૂ ગિનીના પ્રધાનમંત્રી આદરણીય જેમ્સ મારાપે; પ્રજાસતાક માલ્દિવ્સની સંસદ પીપલ્સ મજલિસના અધ્યક્ષ શ્રી મોહમ્મદ નાશીદ, સંયુક્ત રાષ્ટ્રના નાયબ મહાસચિવ શ્રીમતી અમિના જે મોહમ્મદ અને ભારતના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર ઉપસ્થિત રહ્યાં હતાં.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 2 જાન્યુઆરી 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones