પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં કેવડિયામાં ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન સાઇટ (ટેકનોલોજી પ્રદર્શન સ્થળ)નું ઉદઘાટન કર્યું હતું.
ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન સાઇટ પર પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈયાર કરવામાં આવેલા વિવિધ પ્રદર્શનો છે, જેમાં ઘાતક અને બિન-ઘાતક શસ્ત્રો અને આધુનિક ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવી છે.
અહીં સીઆઇએસએફ (કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ), સીઆરપીએફ (કેન્દ્રીય અનામત પોલીસ દળ), બીએસએફ (સરહદી સુરક્ષા દળ), એનએસજી (રાષ્ટ્રીય સુરક્ષા દળ) અને વિવિધ રાજ્યની પોલીસની ટુકડીઓએ ઉડ્ડયન સુરક્ષા, દળોનાં આધુનિકીકરણ, ડિજિટલ પહેલો વગેરે જેવા વિવિધ વિષયો પર કેન્દ્રીત આધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.
સીઆઇએસએફની થીમમાં એરપોર્ટ પર ઝડપી અને અસરકારક ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજી પર કેન્દ્રિત હોવાની સાથે તેમા વપરાતી વિવિધ આધુનિક ટેકનોલોજીનો સમાવેશ થાય છે, એનએસજીએ સીક્યોરિટી કિટ્સ, આધુનિક શસ્ત્રસરંજામ અને રિમોટ કન્ટ્રોલ્ડ વ્હિકલ્સ અને ઉપકરણ પ્રદર્શિત કર્યા છે.
ગૃહ મંત્રાલયે મુખ્યત્વે ‘112’ પહેલ પ્રદર્શિત કરી હતી, જે તમામ ઇમરજન્સી માટે એક નંબર સૂચવે છે. ગૃહ મંત્રાલયનાં પ્રદર્શનમાં જાતિગત અપરાધો પર રાષ્ટ્રીય આંકડા, ઇ-મુલાકાત અને અન્ય ડિજિટલ પહેલો દર્શાવવામાં આવી હતી.
સીઆરપીએફનાં સ્ટૉલમાં સીઆરપીએફનાં અધિકારીઓને પ્રાપ્ત થયેલા શૌર્ય ચંદ્રકો અને સન્માનોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. વર્ષ 1939થી અત્યાર સુધીનાં શૌર્ય અને સીઆરપીએફનાં જવાનોની લડાઈની ઐતિહાસિક યાદોનું પ્રદર્શન પણ યોજાયું છે.
પ્રધાનમંત્રીએ ગુજરાત પોલીસનાં પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી, જેમાં વિશ્વાસ પ્રોજેક્ટ અને સંબંધિત આધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે ડિજિટલ પહેલો દર્શાવી હતી, ત્યારે જમ્મુ અને કાશ્મીરની પોલીસે દેશની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઉપયોગી સુરક્ષા વાહનોનું પ્રદર્શન કર્યું હતું.
At Kevadia, the Prime Minister attends an exhibition on integrating technology in policing. pic.twitter.com/RppdCjMxTX
— PMO India (@PMOIndia) October 31, 2019