PM Modi inaugurates Medical College at Vadnagar, Gujarat
PM Modi launches Mission Intensified Indradhanush, stresses on vitality of vaccination
Prices of stents have been brought down, we are constantly making efforts to so that healthcare becomes affordable for the poor: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમનાં વતન વડનગરની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી બન્યાં પછી તેમની તેમનાં વતનની આ સૌપ્રથમ મુલાકાત હતી.

પ્રધાનમંત્રીને આવકારવા નગરજનો શેરીઓમાં મોટી સંખ્યામાં એકત્ર થયાં હતાં. પ્રધાનમંત્રીએ નગરમાં હાટકેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. તેઓ એ શાળામાં પણ ગયા હતાં, જ્યાં તેમણે બાળપણમાં શિક્ષણ મેળવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, વડનગરની મુલાકાત પણ લીધી હતી અને તેને સમર્પિત કરવાની તકતીનું અનાવરણ પણ કર્યું હતું. અહીં તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

દરમિયાન પ્રધાનમંત્રીએ નગરમાં આયોજિત એક જનસભામાં સંપૂર્ણ રસીકરણનાં લક્ષ્યાંક તરફ પ્રગતિ કરવા સઘન મિશન ઇન્દ્રધનુષ લોંચ કર્યું હતું. તેમાં રસીકરણનું ઓછું કવરેજ ધરાવતા શહેરી વિસ્તારો અને અન્ય વિસ્તારોને આવરી લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ આશા કાર્યકરોની કામગીરી સુધારવા નવીન મોબાઇલ ફોન એપ્લિકેશન આઇએમટેકો લોંચ કરી હતી અને આરોગ્ય કાર્યકર્તાઓને ઇ-ટેબ્લેટનું વિતરણ કર્યું હતું. તેમણે કેટલાંક વિકાસલક્ષી કાર્યો પણ લોંચ કર્યા હતાં.

 

પ્રધાનમંત્રીએ જનસભામાં એકત્ર થયેલા ઉત્સાહી નગરજનોને કહ્યું હતું કે, પોતાનાં વતનમાં આવવું અને ઉષ્માસભર આવકાર મેળવવો વિશેષ છે. આજે હું જે કંઈ પણ છું એ ભૂમિએ શીખવેલા મૂલ્યોને કારણે છું.
પ્રધાનમંત્રીએ વડનગરનાં લોકોને જણાવ્યું હતું કે, હું તમારાં આશીર્વાદ લઈને પરત જઈશ અને તમને ખાતરી આપું છું કે હું રાષ્ટ્રસેવા કરવા વધારે મહેનત કરીશ.

પ્રધાનમંત્રીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે, તેમને આરોગ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ, ખાસ કરીને સઘન મિશન ઇન્દ્રધનુષ, લોંચ કરવાની તક મળી છે. સરકારે સ્ટેન્ટની કિંમતમાં ઘટાડો કર્યો એનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકાર ગરીબો માટે હેલ્થકેરને વાજબી બનાવવા સતત કાર્યરત છે.

પ્રધાનમંત્રીએ મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓ સાથે તેમની વાતચીતનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, એક સમાજ તરીકે આપણે લોકોની સેવા કરી શકે તેવા વધારે ડૉક્ટરની જરૂર છે.

 

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Oman, India’s Gulf 'n' West Asia Gateway

Media Coverage

Oman, India’s Gulf 'n' West Asia Gateway
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing of renowned writer Vinod Kumar Shukla ji
December 23, 2025

The Prime Minister, Shri Narendra Modi has condoled passing of renowned writer and Jnanpith Awardee Vinod Kumar Shukla ji. Shri Modi stated that he will always be remembered for his invaluable contribution to the world of Hindi literature.

The Prime Minister posted on X:

"ज्ञानपीठ पुरस्कार से सम्मानित प्रख्यात लेखक विनोद कुमार शुक्ल जी के निधन से अत्यंत दुख हुआ है। हिन्दी साहित्य जगत में अपने अमूल्य योगदान के लिए वे हमेशा स्मरणीय रहेंगे। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति।"