Quoteકેન્દ્ર સરકાર પૂર્વ ભારતને દક્ષિણપૂર્વ એશિયાના દ્વાર તરીકે વિકસાવવા માંગે છે: વડાપ્રધાન મોદી
QuoteIIT ભુવનેશ્વર ઓડીશાના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપશે અને લોકોના જીવનસ્તરમાં સુધારો કરવા માટે કાર્ય કરશે: વડાપ્રધાન
Quoteકેન્દ્ર સરકાર ઓડીશાના સાર્વત્રિક વિકાસને સુનિશ્ચિત કરવા તરફ સમર્પિત છે: વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 ડિસેમ્બર, 2018નાં રોજ ઓડિશાની મુલાકાત લીધી હતી.

|

આઇઆઇટી ભુવનેશ્વર પરિસરમાં પ્રધાનમંત્રીએ પાઇકા બળવાની સ્મૃતિમાં ટિકીટ અને સિક્કો પ્રસિદ્ધ કર્યો હતો. 1817માં ઓડિશામાં અંગ્રેજોનાં શાસન સામે પાઇકા બળવો કરવામાં આવ્યો હતો.

|

ભુવનેશ્વરમાં ઉત્કલ યુનિવર્સિટીમાં પાઇકા બળવા પર ચેર સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

|

પ્રધાનમંત્રીએ લલિતગીરી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતુ. ઓડિશામાં લલિતગિરી પુરાતત્ત્વીય દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ અને પ્રસિદ્ધ બૌદ્ધ કેન્દ્ર છે, જેમાં સ્તુપ, વિહાર (મઠ) અને ભગવાન બુદ્ધની વિવિધ છબીઓ છે.

શ્રી નરેન્દ્ર મોદીએ આઇઆઇટી ભુવનેશ્વર પરિસરનું લોકાર્પણ કર્યું હતું. તેમણે ભુવનેશ્વરમાં નવી ઇએસઆઇસી હોસ્પિટલનું પણ ઉદઘાટન કર્યું હતું. તેમણે પાઇપલાઇન અને રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

|

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉદઘાટન થયેલા કે શિલાન્યાસ થયેલા આ વિવિધ પ્રોજેક્ટનું કુલ મૂલ્ય રૂ. 14,000 કરોડથી વધારે છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારનો ઉદ્દેશ પૂર્વ ભારતને દક્ષિણ-પૂર્વ એશિયા માટે પ્રવેશદ્રાર તરીકે વિકસાવવાનો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આઇઆઇટી ભુવનેશ્વર ઓડિશામાં ઔદ્યોગિક વિકાસને વેગ આપશે તેમજ ટેકનોલોજી માટે કામ કરીને લોકોનાં જીવનની ગુણવત્તામાં સુધારો કરશે.

|

પ્રધાનમંત્રીએ રાજ્યમાં હેલ્થકેર માળખું, માર્ગ નેટવર્ક તથા ઓઇલ અને ગેસ પાઇપલાઇન માળખાને વધારવાની યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ઓડિશાનાં સંપૂર્ણ વિકાસ માટે કેન્દ્ર સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

Click here to read full text speech

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
How GeM has transformed India’s public procurement

Media Coverage

How GeM has transformed India’s public procurement
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds the new OCI Portal
May 19, 2025

The Prime Minister, Shri Narendra Modi has lauded the new OCI Portal. "With enhanced features and improved functionality, the new OCI Portal marks a major step forward in boosting citizen friendly digital governance", Shri Modi stated.

Responding to Shri Amit Shah, Minister of Home Affairs of India, the Prime Minister posted on X;

"With enhanced features and improved functionality, the new OCI Portal marks a major step forward in boosting citizen friendly digital governance."