પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોલકાતા ખાતે કોલકાતા પોર્ટ ટ્રસ્ટના 150મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે, તેમણે કોલકાતામાં રવિન્દ્ર સેતુ (હાવરા બ્રીજ) પર ઇન્ટરએક્ટિવ લાઇટ અને સાઉન્ડ શોનું લોન્ચિંગ કર્યું હતું. તેઓઅગ્રવર્તી લાઇટિંગના ઉદઘાટનને ચિહ્નિત કરતા અહીં યોજાયેલા અદભુત સાંસ્કૃતિ કાર્યક્રમના પણ સાક્ષી બન્યા હતા.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી જગદીપ ધાંખર, મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનરજી અને અન્ય મહાનુભવોએ આ પ્રસંગે હાજરી આપી હતી.
રવિન્દ્ર સેતુ પર લગાવવામાં આવેલી નવી સુશોભોનની લાઇટિંગમાં પ્રોગ્રામેબલ મલ્ટી-કલર લાઇટિંગ માટે 650 ઉર્જા કાર્યદક્ષ એલઇડી અને સ્પોટલાઇટ ફિટિંગ્સ રાખવામાં આવ્યા છે જેમાં સંગીત સાથે લાઇટિંગનો એક શો પણ સામેલ છે. અદભુત એન્જિનિયરિંગનું દૃષ્ટાંત ગણાતા આ પુલને લાઇટ્સની મદદથી વધુ હેરિટેજ દેખાવ મળશે. નવા ઇન્ટરએક્ટિવ શોના કારણે અહીં પ્રવાસીઓ અને સ્થાનિક મુલાકાતોની સંખ્યા વધશે તેવી પણ આશા છે.
રવિન્દ્ર સેતુનું નિર્માણ 1943માં કરવામાં આવ્યું હતું. ગત વર્ષે રવિન્દ્ર સેતુની 75મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી. આનેએન્જિનિયરિંગ ક્ષેત્રનું એક અદભુત નિર્માણ માનવામાં આવે છે જેમાં કોઇ જ નટ કે બોલ્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો નથી પરંતુ આખું માખળું રિવેટકામ કરીને ઉભું કરાયું છે. આ પુલમાં 26,500 ટન લોખંડનો ઉપયોગ કરાયો છે જેમાંથી 23,000 ટન હાઇ-ટેન્સિલ એલોય લોખંડ છે.
After the programmes in Kolkata, on the way to Belur Math by boat. Have a look at the beautiful Rabindra Setu! pic.twitter.com/vJsq8JSQ7J
— Narendra Modi (@narendramodi) January 11, 2020