પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં દીનદયાળ હસ્તકળા સંકુલમાં સેન્ટર્સ ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું.
પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાંથી સીધા સંકુલમાં આવીને પ્રધાનમંત્રીએ 55 આઉટલેટનાં ઉદ્ઘાટનની તકતીનું અનાવરણ કર્યું હતું, જે હસ્તકળા સંકુલમાં સેન્ટર્સ ઓફ એક્સલન્સ તરીકે કામ કરશે, જે આ વિસ્તારમાં હસ્તકળાને સમર્પિત સંકુલમાં છે.
તેમણે દીનદયાળ હસ્તકળા સંકુલમાં એમ્ફિથિયેટરમાં આવ્યા એ અગાઉ ટેક્સટાઇલ્સ મ્યુઝિયમની વિવિધ ગેલેરીને જોઈ હતી.
અહીં તેમણે બે પુસ્તકોનું વિમોચન કર્યું હતું – (1) કાશીઃ ધ યુનિવર્સિટી ઓફ ક્રાફ્ટ્સ એન્ડ ટેક્સટાઇલ્સ (2) ઇન્ડિયન ટેક્સટાઇલ્સઃ હિસ્ટ્રી, સ્પ્લેન્ડર, ગ્રાન્ડિયર.
તેમણે વારાણસીમાં ચૌકઘાટમાં ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ ઓફિસ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવા સ્વરૂપે તકતીનું અનાવરણ કર્યું હતું.