પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં લઘુમતિ બાબતો (સ્વતંત્ર પ્રભાર) અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવી અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહને અજમેર શરીફમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચાદર અર્પણ કરવા માટે આપી હતી.
આ પ્રસંગે પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કેઃ
“ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના વાર્ષિક ઉર્સના અવસરે વિશ્વ ભરમાં તેમના અનુયાયીઓને શુભકામનાઓ અને અભિનંદન.
ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી, ભારતની મહાન આધ્યાત્મિક પરંપરાના પ્રતિક છે. ગરીબ નવાઝે માનવતાની સેવાનો જે પરિચય આપ્યો છે, તે ચોક્કસ જ આવનારી પેઢીઓને પ્રેરણા આપતો રહેશે.
આવનારા ઉર્સના સફળ આયોજન માટે મારી શુભકામનાઓ.”
PM hands over the Chaadar to be offered at Dargah of Khwaja Moinuddin Chishti, Ajmer Sharif to Ministers @naqvimukhtar & @DrJitendraSingh. pic.twitter.com/pmw3qwnt32
— PMO India (@PMOIndia) March 24, 2017