પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિશન નેટ ઝીરોની દિશામાં કરાયેલી પ્રગતિની પ્રશંસા કરી છે.
રેલ્વેએ X પર પોસ્ટ કર્યું હતું કે છેલ્લા 9 વર્ષમાં સૌર ક્ષમતા 54 ગણી વધી છે. તેઓએ માહિતી આપી હતી કે માર્ચ 2014 સુધી કાર્યરત સૌર ઊર્જા ક્ષમતા 3.68 મેગાવોટ હતી જ્યારે 2014-23 દરમિયાન 200.31 મેગાવોટ કાર્યરત કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો:
"હરિયાળા ભવિષ્ય પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતામાં પ્રશંસનીય પ્રગતિ દર્શાવે છે. માત્ર 9 વર્ષમાં, આપણે #MissionNetZero કાર્બન ઉત્સર્જન તરફ નોંધપાત્ર પગલાં લઈને આપણી ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. ચાલો આપણે આ પ્રવાસ ચાલુ રાખીએ, ભારત માટે આવતીકાલને ઉજ્જવળ અને ટકાઉ સુનિશ્ચિત કરીએ."
Shows commendable progress in our commitment towards a greener future. In just 9 years, we have enhanced our capacity significantly, taking significant strides towards #MissionNetZero Carbon Emission. Let us continue this journey, ensuring a brighter and sustainable tomorrow for… https://t.co/K1mmwlWCEw
— Narendra Modi (@narendramodi) August 29, 2023