પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે 2018ના એશિયન પેરા ગેમ્સના ચંદ્રક વિજેતાઓને મળ્યા હતા અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
તેમની સાથે વાત કરતા પ્રધાનમંત્રીએ વિભિન્ન સ્પર્ધાઓમાં ખેલાડિઓ દ્વારા ચંદ્રક જીતવા બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ખેલાડિઓના પ્રદર્શનની સરાહના કરતા પ્રધાનમંત્રીએ કહ્યુ હતુ કે એમની સફળતામાં એમના મનોબળની મુખ્ય ભૂમિકા રહેલી છે. પ્રધાનમંત્રીએ વૈશ્વિક સ્તર પર ભારતની પ્રતિષ્ઠા વધારવા માટે તોઓની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ ચંદ્રક વિજેતા ખેલાડિઓના કોચની પણ સરાહના કરી હતી.
એમણે રમતવીરોને અપીલ કરી હતી કે તેઓ પોતાનો ઉત્સાહ જાળવી રાખે અને વધુ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ કરે.