બાંગ્લાદેશમાં ભેખડો ધસી પડવાને કારણે મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા છે, જેના પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. સંકટની આ ઘડીમાં બાંગ્લાદેશને સાથસહકાર આપતા પ્રધાનમંત્રીએ જરૂર જણાય તો સ્થાનિક શોધ અને બચાવ કામગીરી માટે ભારત તૈયાર હોવાનું જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભૂસ્ખલનને કારણે બાંગ્લાદેશમાં થયેલા મૃત્યુ પર દુઃખ થયું છે. મૃતકોના પરિવારજનોને મારું આશ્વાસન અને ઇજાગ્રસ્તોની સ્થિતિમાં સુધારો થાય તેવી પ્રાર્થના.
ભારત સંકટની આ ઘડીમાં બાંગ્લાદેશ સાથે ખભે ખભા મિલાવીને ઊભું છે. જરૂર પડશે તો અમે સ્થાનિક શોધ અને બચાવ કામગીરીમાં સાથસહકાર આપવા તૈયાર છીએ.”
Saddened by the loss of lives in Bangladesh due to landslides. My thoughts are with the families of the deceased & prayers with the injured.
— Narendra Modi (@narendramodi) June 13, 2017
India stands shoulder to shoulder with Bangladesh. We stand ready to support local search and rescue efforts if required.
— Narendra Modi (@narendramodi) June 13, 2017