પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિન્દી સાહિત્યકાર કેદારનાથ સિંહનાં નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું, ‘હિન્દીનાં મહાન કવિ-સાહિત્યકાર કેદરનાથ સિંહજીનાં નિધનથી ખુબ દુઃખ થયું. એમણે લોકજીવનની સંવેદનાઓને પોતાની કવિતાઓમાં પ્રગટ કરી હતી, સાહિત્ય જગત અને સામાન્ય લોકોને હંમેશા એમનાથી પ્રેરણા મળતી રહેશે. ઈશ્વર એ દિવંગત આત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ દુઃખની ઘડીએ સાંત્વના પ્રદાન કરે.’
કેદરનાથ સિહંને વર્ષ 2013માં ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એમની મુખ્ય રચનાઓમાં ‘અભી બિલકુલ અભી’, ‘જમીન પક રહી હૈ’, ‘અકાલ મેં સારસ’ ‘ટોલ્સટોય ઔર સાયકલ’ અને ‘બાઘ તથા સૃષ્ટિ મે પહરા’ સામેલ છે. કવિ કેદારનાથ સિંહનો જન્મ 1934માં ઉત્તર પ્રદેશનાં બલિયામાં થયો હતો. તેઓ હિન્દી કવિતાઓમાં નવતર પ્રયોગો માટે જાણીતા છે.
हिन्दी के महान कवि-साहित्यकार केदारनाथ सिंह जी के निधन से गहरा दुख हुआ है। उन्होंने लोकजीवन की संवेदनाओं को अपनी कविताओं में जगह दी। साहित्य जगत और सामान्य जन दोनों को हमेशा उनसे प्रेरणा मिलती रहेगी। ईश्वर दिवंगत आत्मा को शांति दे और परिवार को इस दुखद घड़ी में संबल प्रदान करे: PM
— PMO India (@PMOIndia) March 20, 2018