પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાની મુલાકાત લીધી હતી. તેમણે તાલચેરમાં તાલચેર ફર્ટિલાઇઝર પ્લાન્ટને ફરી શરૂ કરવા માટે કાર્યારંભ દર્શાવતી તકતીનું અનાવરણ કર્યું હતું.
આ પ્રસંગે તેમણે ફર્ટિલાઇઝર પ્લાન્ટ પર કામ શરૂ કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું હાથ ધર્યાની ખુશી વ્યક્તિ કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમે સ્વપ્નો સાકાર કરી રહ્યાં છીએ, જે લાંબા સમય અગાઉ પૂર્ણ થવાની જરૂર હતી. તેમણે કહ્યું હતું કે, સરકારનો ઉદ્દેશ ભારતને વૃદ્ધિની નવી ઊંચાઈ પર લઈ જવાનો છે, ફર્ટિલાઇઝર પ્લાન્ટ જેવા વિવિધ પ્રોજેક્ટ ભારતની વિકાસગાથાનાં કેન્દ્રમાં છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્લાન્ટ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે.
પ્રધાનમંત્રીએ ઝારસુગુડામાં એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું અને ઝારસુગુડાથી રાયપુરની પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી આપી હતી. તેમણે ગરજનબહાલ કોલસાની ખાણો અને ઝારસુગુડા-બારાપલી-સરગડા રેલવે લિન્ક દેશને અર્પણ કરી હતી. તેમણે દુલંગા કોલસાની ખાણોથી કોલસાનું ઉત્પાદન અને પરિવહનની શરૂઆત દર્શાવતી તકતીનું અનાવરણ કર્યું હતું.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, તેઓ ઝારસુગુડામાં એરપોર્ટ અને અન્ય વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કરીને ખુશ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ વિકાસલક્ષી કાર્યો ઓડિશાનાં લોકો માટે ફાયદારૂપ થશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે અને આ 125 કરોડ ભારતીયો માટે સારાં પરિણામ આપશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઝારસુગુડામાં આ એરપોર્ટમાં મોકાની જગ્યાએ સ્થિત છે, જે ઓડિશાનાં લોકોની જરૂરિયાત પૂર્ણ કરશે. તેમણે કહ્યું હતું કે, સંપૂર્ણ અને સર્વાંગી વિકાસનું હાર્દ કનેક્ટિવિટી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કનેક્ટિવિટી વધારવા પ્રયાસરત છે.
After programmes in Talcher I am glad I am here in Jharsuguda to inaugurate an airport and other development projects. These development works will greatly benefit the people of Odisha: PM @narendramodi in Odisha's Jharsuguda
— PMO India (@PMOIndia) September 22, 2018
India's aviation sector is being transformed rapidly. This augurs well for 125 crore Indians: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 22, 2018
This airport in Jharsuguda is well located to serve the needs of the people of Odisha. This is going to be the second airport in the state. While being happy this airport is opening, we also need to wonder why it took so many years for a second airport in Odisha: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 22, 2018
Connectivity is at the core of all round development. Our Government has devoted significant efforts to enhance connectivity all over the nation: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 22, 2018