પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને મંત્રીઓ તરીકે શપથ લેવા બદલ યોગી આદિત્યનાથ અને તેમના મંત્રી મંડળને અભિનંદન પાઠવ્યા છે.
છેલ્લા પાંચ વર્ષની અનેક સિદ્ધિઓને યાદ કરતાં પ્રધાનમંત્રી શ્રીએ મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય વિકાસના નવા અધ્યાય લખશે તેવી આશા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:
“ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરવા પર @myogiadityanath જી અને તેમના મંત્રીમંડળને હાર્દિક અભિનંદન. છેલ્લા 5 વર્ષોમાં રાજ્યની વિકાસ યાત્રાએ અનેક મહત્વના મુકામ પાર પાડ્યા છે. મને વિશ્વાસ છે કે આપના નેતૃત્વમાં પ્રદેશ જન આકાંક્ષાોને પરિપૂર્ણ કરીને પ્રગતિનો વધુ એક નવો અધ્યાય લખશે.”
उत्तर प्रदेश के मुख्यमंत्री पद की शपथ लेने पर @myogiadityanath जी और उनके मंत्रिमंडल को हार्दिक बधाई। पिछले 5 वर्षों में राज्य की विकास यात्रा ने कई अहम पड़ाव तय किए हैं। मुझे विश्वास है कि आपके नेतृत्व में प्रदेश जन आकांक्षाओं को पूरा करते हुए प्रगति का एक और नया अध्याय लिखेगा। pic.twitter.com/b3hcLMQsMJ
— Narendra Modi (@narendramodi) March 25, 2022