પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વદેશી ઉપગ્રહ કાર્ટોસેટ-3 દ્વારા પીએસએલવી-સી47ના વધુ એક સફળ પક્ષેપણ બદલ ઇસરોની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું, “હું ઇસરોની ટીમને સ્વદેશી ઉપગ્રહ કાર્ટોસેટ-3 દ્વારા પીએસએલવી-સી47 અને અમેરિકાના ડઝનથી વધુ નેનો સેટેલાઇટના વધુ એક સફળ પક્ષેપણ બદલ હાર્દિક અભિનંદન પાઠવું છું.
અદ્યતન કાર્ટોસેટ –3 આપણી સારા રીઝોલ્યુશન વાળી ઇમેજિંગ ક્ષમતામાં વધારો કરશે. ઇસરોએ ફરી એકવાર રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે.”
I heartily congratulate the entire @isro team on yet another successful launch of PSLV-C47 carrying indigenous Cartosat-3 satellite and over a dozen nano satellites of USA.
— Narendra Modi (@narendramodi) November 27, 2019