પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનરલ બિપિન રાવતને ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના રૂપમાં કાર્યભાર સંભાળવા પર શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “ મને આનંદ છે કેમકે આપણને નવા વર્ષમાં અને નવા દશકની શરૂઆતમાં ભારતને જનરલ બિપિન રાવતના રૂપમાં પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મળ્યા છે. હું તેમને અભિનંદન અને આ જવાબદારી માટે શુભેચ્છા પાઠવું છું. તેઓ એક ઉત્કૃષ્ટ અધિકારી છે, જેમણે ઉત્સાહપૂર્વકભારતની સેવા કરી છે.”

જેમ કે પહેલા સીડીએસે કાર્યભાર સંભાળ્યો છે, હું તે દરેકને શ્રદ્ધાંજલિ પાઠવું છું જેમણે આપણા રાષ્ટ્ર માટે પોતાની સેવા આપી છે. હું કારગિલમાં લડેલા બહાદૂર સૈનિકોને યાદ કરું છું, જે પછી આપણી સેનામાં સુધાર પર ઘણી ચર્ચાઓ શરૂ થઈ, જેનાથી આજે આપણે ઐતિહાસિક વિકાસ કર્યો છે.

15 ઓગસ્ટ, 2019ના રોજ લાલ કિલ્લાની પ્રાચીરથી મેં જાહેરાત કરી હતી કે ભારતનાં એક ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હશે. આ સંસ્થા આપણા સૈન્ય દળોને આધુનિકીકરણની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળે છે. તે 1.3 અબજ ભારતીયની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરે છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું કે “ સૈન્ય વિશેષજ્ઞ અને સીડીએસના પદના સંસ્થાગતકરણની સાથે સૈન્ય બાબતોના નિર્માણમાં એક મહત્વપૂર્ણ અને વ્યાપક સુધાર થશે જે આધુનિક યુદ્ધના બદલાતા પડકારોનો સામનો કરવામાં આપણા દેશને સહાય કરશે.”

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
25% of India under forest & tree cover: Government report

Media Coverage

25% of India under forest & tree cover: Government report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi