પ્રધાનમંત્રીએ તેમનાં ટ્વીટર હેન્ડલથી શ્રેણીબદ્ધ ટ્વીટમાં જણાવ્યું હતું કે, ભારતીય વાયુદળના માર્શલ અર્જન સિંહની ભારતીય વાયુ દળ (આઇએએફ)ની ક્ષમતાનું નિર્માણ કરવા દ્રઢ નિર્ણાયકતાથી આપણી સંરક્ષણ ક્ષમતામાં મોટો વધારો થયો હતો. અર્જન સિંહને ભારતીય વાયુ દળના મહાન સેનાપતિ અને લડવૈયા તથા ઉત્કૃષ્ટ મનુષ્ય ગણાવી પ્રધાનમંત્રીએ તેમના અવસાન પર તેમના પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું અને દિલસોજી પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતીય વાયુદળના એકમાત્ર માર્શલ અર્જન સિંહના નિધનથી ભારત શોકમાં છે. આપણે દેશ પ્રત્યે તેમની ઉત્કૃષ્ટ સેવાને યાદ કરીએ છીએ.
ભારતીય વાયુદળના માર્શલ અર્જન સિંહની આઇએએફની ક્ષમતાનું નિર્માણ કરવા પર દ્રઢ નિર્ણાયકતાથી આપણી સંરક્ષણ ક્ષમતામાં મોટો વધારો થયો હતો.
ભારત વર્ષ 1965માં આઇએએફના માર્શલ અર્જન સિંહના ઉત્કૃષ્ટ નેતૃત્વને ક્યારેય નહીં ભૂલે. એ યુદ્ધમાં આઇએએફએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
થોડા સમય અગાઉ હું તેમને મળ્યો હતો, જેમણે તેમની તબિયત ખરાબ હોવા છતાં મેં ના પાડી છતાં મને સલામી મારવાનો પ્રયાસ કર્યો હતો. હકીકતમાં આ તેમની સેનાની શિસ્ત હતી.
તેમના પરિવારજનોને મારું આશ્વાસન. આઇએએફના માર્શલ અર્જન સિંહ ભારતીય વાયુદળના મહાન લડવૈયા હતા અને ઉત્કૃષ્ટ માનવી હતા.”