પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ શ્રી એન વી વોહરા અને મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સાથે વાત પણ કરી હતી તથા શક્ય તમામ જરૂરી સહાય કરવાની ખાતરી આપી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ પ્રકારના કાયરતાપૂર્ણ હુમલાઓ અને નફરત પ્રેરિત બદઇરાદાઓ સામે ક્યારેય ઝૂકશે નહીં.
જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આ હુમલામાં જીવ ગુમાવનાર તમામ લોકોનાં સ્વજનો સાથે મારી લાગણી છે. ઇજાગ્રસ્તો વહેલા સાજાં થાય એવી પ્રાર્થના.
જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથની યાત્રા શાંતિપૂર્વક કરતા યાત્રાળુઓ પર થયેલા કાયરતાપૂર્વકના હુમલાને લઈને જે દુઃખ થયું છે એ વર્ણવવા મારી પાસે શબ્દો નથી. આ હુમલાને દરેક વ્યક્તિએ આકરા શબ્દોમાં વખોડી કાઢવો જોઈએ.
મેં જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે વાત કરી છે તથા જરૂરી શક્ય તમામ સહાયની ખાતરી આપી છે.”
Pained beyond words on the dastardly attack on peaceful Amarnath Yatris in J&K. The attack deserves strongest condemnation from everyone.
— Narendra Modi (@narendramodi) July 10, 2017
My thoughts are with all those who lost their loved ones in the attack in J&K. My prayers with the injured.
— Narendra Modi (@narendramodi) July 10, 2017
India will never get bogged down by such cowardly attacks & the evil designs of hate.
— Narendra Modi (@narendramodi) July 10, 2017
I have spoken to the Governor and Chief Minister of J&K and assured all possible assistance required.
— Narendra Modi (@narendramodi) July 10, 2017