પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હજીરામાં એલએન્ડટી આર્મર્ડ સિસ્ટમ સંકુલનું લોકાર્પણ કર્યું હતું. તેમણે સંકુલની મુલાકાત લીધી હતી અને આ પ્રોજેક્ટ પાછળના ઇનોવેશનમાં ઊંડો રસ દાર્શાવ્યો હતો. પ્રધાનમંત્રીએ નવસારીમાં નિરાલી કેન્સર હૉસ્પિટલનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ હૉસ્પિટલથી આ ક્ષેત્રના લોકોને કેન્સર અટકાવવા તથા તેની સારવારનો લાભ મળશે.
આ સાથે પ્રધાનમંત્રીની ગુજરાતની મુલાકાતનું સમાપન થયુ છે. ત્રણ દિવસની મુલાકાતમાં સીલવાસા છેલ્લુ સ્થળ અને હવે તેમની મુલાકાતનું આગળનું સ્થળ મુંબઈ રહેશે.
પ્રધાનમંત્રીની ગુજરાતની મુલાકાતના પ્રથમ દિવસે તેમણે વાઇબ્રન્ટ સમિટના ભાગ રૂપે એક્ઝીબિશન સેન્ટર ખાતે મુખ્ય ગ્લોબલ ટ્રેડ શોનુ ઉદઘાટન કર્યું હતુ. પ્રધાનમંત્રીએ અમદાવાદમાં અદ્યતન સુપર-સ્પેશ્યાલિટી જાહેર હૉસ્પિટલ- સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીસ અને રિસર્ચનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું હતુ કે તમામ લોકોને સમાન તકો મળી રહે તે પ્રકારની નિષ્ઠા ધરાવીને અને સોનો સાથ સૌનો વિકાસનું સૂત્ર નવા ભારતનો ભાગ બની રહેશે.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રધાનમંત્રીએ જેનું ઉદઘાટન કર્યું હતું તે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2019 વધુ એક આકર્ષણ પૂરવાર થયુ છે. આ પ્રસંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં સરકાર સતત વેપાર-વાણિજ્ય માટે અનુકૂલ વાતાવરણ બનાવી રહી છે.
પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાતના બીજા દિવસે ત્રણ દિવસે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2019નો શુભારંભ થયો હતો. પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર એક્ઝિબિશન કમ કન્વેન્શન સેન્ટર ખાતે સમિટના 9માં સંસ્કરણનું ઉદઘાટન કર્યું હતુ. આ પ્રસંગે એકત્રિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યુ હતુ કે ભારત સાથે બિઝનેસ કરવો એક મોટો અવસર છે.
આ પ્રસંગે તા. 18 જાન્યુઆરી, 2019ના રોજ ખાસ હાજર રહેલા ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી શૌકત મિર્ઝિયોયેવ, ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી શ્રી એન્ડ્રેજ બાબીસ, માલ્ટાના પ્રધાનમંત્રી ડૉ. જોસેફ મસ્કત અને ડેનમાર્કના પ્રધાનમંત્રી શ્રી લાર્સ લોક્કે રાસમુસેન સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ યોજવામાં આવી હતી.
ઉદ્યોગ જગતના અગ્રણીઓએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પ્રસંગે સંખ્યાબંધ રોકાણોની જાહેરાત કરી હતી.