પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP)ની સિદ્ધિઓ એકદમ સંતોષજનક છે. શ્રી મોદીએ કહ્યું કે આ યોજનાએ માત્ર સારવારના ખર્ચને લઈને દેશના કરોડો લોકોની ચિંતા દૂર કરી નથી, પરંતુ તેમનું જીવન પણ સરળ બનાવ્યું છે.
એક ટ્વીટ થ્રેડમાં, કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયાએ માહિતી આપી છે કે આજે દેશમાં 5મી જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ યોજનાએ ભારતના સામાન્ય લોકોના જીવન પર સીધી હકારાત્મક અસર કરી છે. દેશના 12 લાખથી વધુ નાગરિકો દરરોજ જન ઔષધિ કેન્દ્રોમાંથી દવાઓ ખરીદી રહ્યા છે. અહીં ઉપલબ્ધ દવાઓ બજાર કિંમત કરતા 50% થી 90% સસ્તી છે.
કેન્દ્રીય પ્રધાન દ્વારા ટ્વીટ થ્રેડનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“भारतीय जन औषधि परियोजना की उपलब्धियां काफी संतोषप्रद हैं। इससे न केवल इलाज के खर्च को लेकर देश के करोड़ों लोगों की चिंताएं दूर हुई हैं, बल्कि उनका जीवन भी आसान हुआ है।”
भारतीय जन औषधि परियोजना की उपलब्धियां काफी संतोषप्रद हैं। इससे न केवल इलाज के खर्च को लेकर देश के करोड़ों लोगों की चिंताएं दूर हुई हैं, बल्कि उनका जीवन भी आसान हुआ है। https://t.co/pLzDSpCcfp
— Narendra Modi (@narendramodi) March 7, 2023