PM Modi dedicates National Police Memorial to the nation, salutes the courage and sacrifice of police personnel
PM Modi announces award in the name of Netaji Subas Chandra Bose, to honour the police and paramilitary personnel, involved in disaster response operations
Central sculpture of the National Police Memorial represents capability, courage and service orientation of the police forces, says PM
National Police Memorial would inspire the citizens and educate them about the bravery of police and paramilitary personnel: PM
Under Modernization of Police Forces (MPF) scheme, we are equipping the police forces with latest technologies, modern communication systems and weapons: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોલીસ સ્મારક દિવસનાં રોજ રાષ્ટ્રીય પોલીસ સ્મારક દેશને અર્પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ આપત્તિ નિવારણ કામગીરીઓમાં સંકળાયેલા પોલીસ અને અર્ધલશ્કરી જવાનોને બિરદાવવા માટે નેતાજી સુભાષચંદ્ર બોઝનાં નામે એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. આ એવોર્ડ દર વર્ષે આપત્તિ કે કટોકટીમાં લોકોનાં જીવન બચાવવા માટે બહાદુરી અને સાહસ પ્રદર્શિત કરનાર પોલીસ કર્મચારીઓને આપવામાં આવશે.

શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પોલીસ સ્મારકમાં શહીદોને પુષ્પમાળા અર્પણ કરી હતી અને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે હોટ સ્પ્રિંગ ઘટનામાં બચી ગયેલા ત્રણ સભ્યોનું સન્માન કર્યું હતું. તેમણે રાષ્ટ્રીય પોલીસ સ્મારકનાં સંગ્રહાલયનું ઉદઘાટન પણ કર્યું હતું અને મુલાકાત પોથીમાં હસ્તાક્ષર કર્યા હતાં.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશની સેવા કાજે પોતાનાં પ્રાણની આહૂતિ આપનાર પોલીસ કર્મચારીઓનાં સાહસ અને બલિદાનને સલામી આપી હતી. તેમણે હોટ સ્પ્રિંગ્સ, લદાખમાં બહાદુરીપૂર્વક લડનાર સાહસિક પોલીસ કર્મચારીઓનાં ત્યાગની વાતોને યાદ કરી હતી તથા તેમનાં પરિવારજનો અને પ્રિયજનોને વંદન કર્યા હતાં.

રાષ્ટ્રીય પોલીસ સ્મારક દેશને  અર્પણ કરવા પર ખુશી વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું, સ્મારકની કેન્દ્રીય ભાવના પોલીસ કર્મચારીઓની ક્ષમતા, સાહસ અને સેવાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રીય પોલીસ સ્મારક સાથે સંકળાયેલી દરેક ચીજવસ્તુ નાગરિકોને પ્રેરિત કરશે તથા તેમને પોલીસ અને અર્ધલશ્કરી દળોનાં સૈનિકો વિશે જાણકાર બનાવશે. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં અત્યારે જો શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ હોય, તો એ માટે પોલીસ, અર્ધલશ્કરી અને સશસ્ત્ર દળોનાં પ્રયાસો જવાબદાર છે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય આપત્તિ નિવારક દળો અને પ્રાદેશિક આપત્તિ નિવારક દળોનાં યોગદાન અને ત્યાગની ભાવનાને પણ પ્રોત્સાહિત હતી.

રાષ્ટ્રીય પોલીસ સ્મારક વિશે બોલતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એનડીએ સરકાર માટે આ સ્મારક પ્રાથમિકતા ધરાવતું હતું અને એનું નિર્માણ સમયસર પૂર્ણ થઈ ગયું છે. તેમણે જણાવ્યું હતું કે, સ્મારક રાષ્ટ્રનિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર લોકોને મહત્તમ સન્માન આપવાનાં સરકારનાં દ્રષ્ટિકોણને સૂચવે છે.

ટેકનોલોજીનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ પોલીસ દળમાં સામેલ લોકોને તેમની રોજિંદી ફરજો બનાવવામાં ટેકનોલોજીનો સ્વીકાર કરવાની અને નવીનતા લાવવા માટે વિનંતી કરી હતી. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ પોલીસ દળનાં આધુનિકીકરણ માટેની યોજના (એમપીએફ)નો ઉલ્લેખ કર્યો હતો, જે પોલીસ કર્મચારીઓને ટેકનોલોજી, આધુનિક સંચાર વ્યવસ્થાઓ અને આધુનિક શસ્ત્રો મારફતે આધુનિક દળ બનાવશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પોલીસ દળો પોલીસ અને સમાજ વચ્ચે સંબંધને મજબૂત બનાવવામાં મોટી ભૂમિકા ભજવે છે. આ સંબંધમાં પ્રધાનમંત્રીએ પોલીસ દળોને પોલીસ સ્ટેશનોને નાગરિકોને વધારે અનુકૂળ બનાવવા વિનંતી કરી હતી.

રાષ્ટ્રીય પોલીસ સ્મારક મુખ્ય કળાકૃતિ, શૌર્ય દિવસ – જેનાં પર ફરજ બનાવવામાં શહીદ થયેલા પોલીસ કર્મચારીઓનાં નામ અંકિત છે અને એક આર્ટ મ્યુઝિયમ હશે, જે પોલીસ કર્મચારીની યાદ પ્રત્યે કટિબદ્ધ છે.

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi