પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ડિરેક્ટર જનરલ્સ ઓફ પોલીસ (ડીજીપી) અને ઇન્સ્પેક્ટર જનરલ્સ ઓફ પોલીસ (આઇજી)ની પરિષદ માટે આજે મધ્યપ્રદેશમાં ટેકનપુરમાં બીએસએફ એકેડમીમાં આવી ગયા હતાં.
અહીં આખો દિવસ સુરક્ષા સાથે સંબંધિત વિવિધ વિષયો પર જુદાં જુદાં પ્રેઝન્ટેશન અને ફળદાયી ચર્ચાવિચારણા થઈ હતી. અહીં એક પ્રેઝન્ટેશનમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન લેવાયેલા નિર્ણયોનાં અમલીકરણની સ્થિતિ વિશે રજીઆત કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી ભોજન દરમિયાન પસંદગીનાં અધિકારીઓનાં જૂથ સાથે સુરક્ષા સાથે સંબંધિત ચોક્કસ વિષયો અને નીતિગત મુદ્દાઓ પર ચર્ચાવિચારણા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પ્રધાનમંત્રીએ કુલ નવ કલાક પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
અગાઉ પ્રધાનમંત્રીએ બીએસએફ એકેડેમીમાં પાંચ નવી બિલ્ડિંગનાં ઉદ્ઘાટનની નિશાની સ્વરૂપે તકતીઓનું અનાવરણ થયું હતું.
આ ચર્ચાવિચારણાઓ આવતીકાલે ચાલુ રહેશે. પ્રધાનમંત્રી આવતીકાલે બપોર પછી દિલ્હી રવાના થતાં અગાઉ કોન્ફરન્સનાં સમાપન સમારંભને સંબોધન કરશે.