પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે શ્રીમતી દોરીસ ફ્રાન્સિસની સારવાર માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિમાંથી રૂ. 3 લાખની ગ્રાન્ટ મંજૂર કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે શ્રીમતી દોરીસ ફ્રાન્સિસની સેવાઓની નોંધ લીધી હતી અને તેમની કેન્સરની બિમારી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. દોરીસ ફ્રાન્સિસ નવી દિલ્હીમાં એઈમ્સમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલ સત્તાવાળાઓએ દર્દીની વધુ તકેદારી રાખવા વિનંતી કરી હતી. હોસ્પિટલ ઉપરાંત તેમના કુટુંબના સભ્યોએ પણ ગ્રાન્ટ મંજૂરીને બિરદાવી હતી. ગાઝિયાબાદના રહેવાસી શ્રીમતી દોરીસ ફ્રાન્સિસ નેશનલ હાઈવે પર વ્યસ્ત ટ્રાફિકના સારા સંચાલન માટે માનદ સેવા આપવા માટે જાણીતા છે.