પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર ભંગને લીધે થયેલા દુ:ખદ હિમસ્ખલનને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાયને મંજૂરી આપી છે.
તેમણે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રૂ. 50,000ની રકમ પણ મંજૂર કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું છે કે, "પીએમ @narendramodi એ ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર ભંગને લીધે થયેલા દુ:ખદ હિમસ્ખલનને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાયને મંજૂરી આપી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રૂ. 50,000 ની સહાયને મંજુર કરી છે."
PM @narendramodi has approved an ex-gratia of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who have lost their lives due to the tragic avalanche caused by a Glacier breach in Chamoli, Uttrakhand. Rs. 50,000 would be given to those seriously injured.
— PMO India (@PMOIndia) February 7, 2021