પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના પાકુડમાં બનેલી બસ દુર્ઘટનામાં થયેલા લોકોનાં મોત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી.
આ અકસ્માતમાં જેમણે જીવ ગુમાવ્યા એ દરેક વ્યક્તિના નજીકના પરિજન માટે પીએમએનઆરએફમાંથી રૂ. 2 લાખની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે. જ્યારે ઘાયલોને રૂ. 50000 આપવામાં આવશે એમ પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું.
શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં પીએમઓએ કહ્યું;
“હું ઝારખંડના પાકુડમાં બનેલી બસ દુર્ઘટનાથી દુઃખી છું. આ દુઃખદ ક્ષણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી કામના કરૂં છું. PM @narendramodi”
“પ્રત્યેક પીડિતને પીએમએનઆરએફમાંથી આર્થિક સહાય રૂ. 2 લાખ આપવામાં આવશે.”
An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who lost their lives in an accident in Pakur. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 5, 2022