પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ જે ટ્રમ્પે ગઈ કાલે સાંજે ટેલીફોનિક વાતચીતમાં એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
તેમણે વર્ષ 2018માં ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે નવી 2+2 સંવાદ વ્યવસ્થા તથા ભારત, અમેરિકા અને જાપાન વચ્ચે ત્રિપક્ષીય શિખર સંમેલનની પ્રશંસા કરી હતી.
બંને નેતાઓએ સંરક્ષણ, આતંકવાદનો વિરોધ તથા ઉર્જા ક્ષેત્રમાં મજબૂત થઈ રહેલા દ્વિપક્ષીય સંબંધો તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર સંકલન પ્રત્યે સકારાત્મક નોંધ લીધી હતી. તેમણે વર્ષ 2019માં ભારત-અમેરિકા વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા સંયુક્તપણે કામ કરવા સંમતિ વ્યક્ત કરી હતી.