પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 17મી લોકસભાનાં પ્રથમ સત્ર અગાઉ તમામ સાંસદોને આવકાર આપ્યો હતો.
આ સત્ર શરૂ થયા અગાઉ મીડિયા નિવેદનમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “2019ની લોકસભાની ચૂંટણી પછી આજે પ્રથમ સત્ર શરૂ થઈ રહ્યું છે. હું તમામ નવા સાંસદોને આવકારુ છું. તેમની સાથે નવી આશાઓ, નવી આકાંક્ષાઓ અને સેવા માટેની નવી દૃઢતાનો લાભ મળશે.”
પ્રધાનમંત્રીએ 17મી લોકસભામાં મહિલા સંસદોની સંખ્યામાં વધારો થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે સંસદમાં કામગીરી અસરકારક રીતે થાય છે, ત્યારે એ લોકોની આંકાક્ષાઓ પૂર્ણ કરવા સક્ષમ બને છે.
પ્રધાનમંત્રીએ સંસદીય લોકશાહીમાં વિપક્ષનાં મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, ગૃહની કાર્યવાહીમાં વિપક્ષ સક્રિય ભૂમિકા ભજવશે અને સહભાગી થશે. તેમણે ઉમેર્યું હતું કે, વિપક્ષને તેમનાં સાંસદોની સંખ્યાને લઈને ચિંતા કરવાની જરૂર નથી.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “જ્યારે આપણે સંસદમાં આવીએ, ત્યારે પક્ષ અને વિપક્ષને ભૂલી જવું જોઈએ. આપણે દેશનાં વ્યાપક હિતમાં કામ કરવા ‘નિષ્પક્ષ રીતે કામ કરવાનો’ વિચાર કરવો જોઈએ.”
Today marks the start of the first session after the 2019 Lok Sabha polls. I welcome all new MPs. With them comes new hopes, new aspirations and new determination to serve: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 17, 2019
I am happy that this new house has a high number of women MPs.
— PMO India (@PMOIndia) June 17, 2019
My experience also suggests that when the Parliament functions smoothly, we are able to fulfil numerous aspirations of the people of India: PM @narendramodi
The role of an Opposition and an active Opposition is important in a Parliamentary democracy.
— PMO India (@PMOIndia) June 17, 2019
The Opposition need not bother about their numbers. I hope they speak actively and participate in house proceedings: PM @narendramodi
When we come to Parliament, we should forget Paksh and Vipaksh. We should think about issues with a ‘Nishpaksh spirit’ and work in the larger interest of the nation: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 17, 2019