It is our Constitution that binds us all together: PM Modi
What is special about Indian Constitution is that it highlights both rights and duties of citizens: PM Modi
As proud citizens of India, let us think how our actions can make our nation even stronger: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આપણા બંધારણમાં રહેલી સર્વસમાવેશકતાની ક્ષમતા પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, આનાથી દેશની અખંડિતતાને જાળવીને આપણે આપણા પડકારોનો સામનો કરી શકીએ છીએ.
તેમણે આજે સંસદનાં સેન્ટ્રલ હોલમાં બંધારણનાં 70માં વર્ષની ઉજવણીનાં ભાગરૂપે બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું હતું.

બંધારણ દિવસનાં સંદર્ભમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “થોડાં પ્રસંગો અને થોડાં દિવસો છે, જે ભૂતકાળ સાથે આપણો સંબંધ મજબૂત કરે છે. તેઓ આપણને ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરવા પ્રેરિત કરે છે. આજે 26મી નવેમ્બર છે, ઐતિહાસિક દિવસ છે. 70 વર્ષ અગાઉ આ જ દિવસે આપણે આપણા મહાન બંધારણને અપનાવ્યું હતું.”

પ્રધાનમંત્રીએ બંધારણને બંધારણ સભામાં થયેલી કેટલીક ચર્ચાવિચારણોનું પરિણામ ગણાવ્યું હતું. તેમણે દેશને આ બંધારણની ભેટ ધરવામાં પોતાનાં પ્રયાસો કરનાર મહાનુભાવનો શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “આ સેન્ટ્રલ હોલમાં સાત દાયકા અગાઉ બંધારણની દરેક કલમ પર ચર્ચા થઈ હતી, આપણા સ્વપ્નો, પડકારો અને સંભવિતતાઓ પર વિચારણા થઈ હતી. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. ભીમરાવ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત નેહરુ, આચાર્ય ક્રિપલાની, મૌલાના અબુલ કલામ આઝાદ અને કેટલાંક અન્ય વરિષ્ઠ નેતાઓએ ચર્ચાવિચારણા કરી હતી અને આપણને આ વારસાની ભેટ ધરી હતી. હું આ બંધારણની આપણને ભેટ ધરનાર દરેક મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપું છું.”

તેમણે કહ્યું હતું કે, “બંધારણ સભાનાં સભ્યોનાં સ્વપ્ને શબ્દો સ્વરૂપે આકાર લીધો હતો અને આપણા બંધારણમાં મૂલ્યો સ્વરૂપે સ્થાપિત થયું હતું.”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીએ 25 નવેમ્બર, 1949નાં રોજ બંધારણ પર પોતાનાં છેલ્લાં ભાષણમાં લોકોને યાદ કરાવ્યું હતું કે, અગાઉ આપણે આપણી ભૂલોને કારણે આપણી સ્વતંત્રતા અને દેશની પ્રજાસત્તાકતા એમ બંને ગુમાવ્યાં છે. આંબેડકરજીએ લોકોને ચેતવણી આપી હતી અને તેમને પૂછ્યું હતું કે, શું દેશ હવે એની સ્વતંત્રતા અને લોકશાહી અક્ષુણ રાખી શકશે?”

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “જો આજે બાબાસાહેબ આંબેડકર જીવિત હોત, તો તેઓ ચોક્કસ રાજી થયા હોત. ભારતે પોતાનાં સદગુણોની સાથે એની લોકશાહી અને સ્વતંત્રતાને પણ જાળવી રાખી છે અને આ કારણે જ હું બંધારણની ત્રણ પાંખો – ધારાસભા, કાર્યપાલિકા અને ન્યાયતંત્રને નમન કરું છું, જેમણે બંધારણમાં કથિત મૂલ્યો અને આદર્શોને જાળવવામાં મદદ કરી છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ બંધારણનાં મૂલ્યો જાળવવા માટે આતુર રહેવા બદલ સંપૂર્ણ દેશ સમક્ષ શીશ ઝુકાવે છે. તેમણે કહ્યું હતું કે, “હું 130 કરોડ ભારતીયોને નમન કરું છું, જેમનો ભારતીય લોકશાહીમાં વિશ્વાસ ક્યારેય ઓછો થયો નથી અને તેઓ બંધારણને પવિત્ર ગ્રંથ અને દીવાદાંડી સમાન હંમેશા માને છે. આપણે બંધારણનો સ્વીકાર કર્યાને 70 વર્ષ થયા છે અને આ ગાળામાં બંધારણે આપણને ખુશીઓ, સર્વોચ્ચતા અને સર્વસમાવેશકતાની ભાવના આપી છે. ખુશી બંધારણનાં ગુણ અને સાર પ્રત્યેની દ્રઢ ભાવનાને કારણે છે. આ દેશનાં લોકોએ એનાથી વિપરીત કોઈ પણ પ્રયાસનો અસ્વીકાર કરી દીધો છો.”

તેમણે કહ્યું હતું કે, “સર્વોચ્ચતાની ભાવના બંધારણનાં આદર્શોને કારણે છે, જે આપણને એક ભારત, શ્રેષ્ઠ ભારત તરફ દોરી શકશે. આપણે એ સાર પર આવ્યાં છીએ કે, બંધારણ એકમાત્ર માધ્યમ છે, જેનાં થકી આપણે આ વિશાળ અને વિવિધતામાં એકતા ધરાવતાં દેશની આકાંક્ષાઓ, સ્વપ્નો અને પ્રગતિનાં લક્ષ્યાંકો હાંસલ કરી શકીએ.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણને આપણો પવિત્ર ગ્રંથ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આપણુ બંધારણ આપણા માટે સૌથી પવિત્ર ગ્રંથ છે, જેમાં આપણા જીવન, આપણા સમાજ, આપણી પરંપરાઓ, આપણા મૂલ્યો અને આપણા તમામ પડકારોનાં સમાધાનનો સમન્વય કરવામાં આવ્યો છે.”

તેમણે કહ્યું હતું કે, બંધારણ સન્માન અને એકતાની બે પ્રકારની ફિલોસોફી પર આધારિત છે. “બંધારણનાં બે મંત્રો છે – ‘ભારતીયો માટે સન્માન’ અને ‘ભારત માટે એકતા.’ જ્યારે આ આપણા નાગરિકોનું સર્વોચ્ચ સન્માન જાળવે છે, ત્યારે ભારતની એકતાને અખંડ રાખે છે.”

પ્રધાનમંત્રીએ બંધારણને વૈશ્વિક લોકશાહીની શ્રેષ્ઠ અભિવ્યક્તિ ગણાવ્યું હતું અને આ આપણને આપણા અધિકારોની સાથે આપણી ફરજો વિશે સભાન રાખે છે એવું કહ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, “ભારતનાં બંધારણમાં નાગરિકોનાં અધિકારો અને ફરજો એમ બંનેની વાત કરવામાં આવી છે. આપણા રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીએ અધિકારો અને ફરજો વચ્ચેનો સંબંધ અને સંતુલન સારી રીતે સમજાવ્યું હતું.”

તેમણે લોકોને બંધારણમાં પ્રસ્તુત ફરજની ભાવનાને ઉત્સાહભેર અપનાવવા અને વિકસાવવા અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “ચાલો આપણે વિચારીએ કે આપણે આપણા બંધારણમાં વ્યક્ત થયેલી આપણી ફરજો કેવી રીતે પૂર્ણ કરી શકીએ. આપણે સેવા અને ફરજ બંને વચ્ચેનો ભેદ સમજવો પડશે. જ્યારે સેવા સ્વૈચ્છિક છે, ત્યારે તમે માર્ગ પર જરૂરિયાતને મદદ કરી શકો છો, પણ જો તમે કડકપણે ટ્રાફિકનાં નિયમોનું પાલન કરો છો, ત્યારે ડ્રાઇવિંગ કરતાં તમે તમારી ફરજ અદા કરો છો. આપણે લોકો સાથે આપણી વાતચીત કરવામાં આપણી એક નાગરિક તરીકેની વિવિધ ફરજ પર ભાર મૂકવો જોઈએ. ભારતનાં સન્માનીય નાગરિકો તરીકે ચાલો આપણે વિચારીએ કે આપણે કેવી રીતે આપણી કામગીરીથી આપણા દેશને વધારે મજબૂત બનાવી શકીએ.”
તેમણે કહ્યું હતું કે, “આપણા બંધારણની શરૂઆત ‘આપણે, ભારતનાં નાગરિકો’થી થાય છે. ચાલો આપણે ભારતનાં નાગરિકોમાં રહેલી તાકાત, એમાંથી પ્રાપ્ત થતી પ્રેરણા અને એના ઉદ્દેશોને સાકાર કરીએ.”
પ્રધાનમંત્રીએ આ દિવસ પર દેશની અન્ય એક કમનસીબ ઘટનાને યાદ કરી હતી. તેમણે વર્ષ 2008માં 26 નવેમ્બરનાં રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા કેટલાંક લોકોને યાદ કર્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

તેમણે કહ્યુ હતું કે, “આજે દેશ માટે એક દુઃખદાયક દિવસ પણ છે. વર્ષ 2008માં આ જ દિવસે મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો અને આપણી હજારો વર્ષોની વસુધૈવ કુટુંબકમ (એક દુનિયા, એક પરિવાર)ની ફિલોસોફીને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. હું આ હુમલામાં માર્યા ગયેલા તમામ લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું.”

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi