My intention is to make India, which is already the cutting and polishing hub, into an International Diamond Trading Hub: PM 
Our goal is to transform India in one generation: PM Modi 
#MakeInIndia one of the most transformative initiatives, our aim is to make India a preferred destination for manufacturing: PM 
Gems & jewellery industry must encourage start-ups, create a growing market for made-to-order Indian jewellery: PM

ભારત અને વિદેશના પ્રતિષ્ઠિત મહાનુભાવો,

પ્રતિનિધિઓ,

દેવીઓ અને સજ્જનો,


આંતરરાષ્ટ્રીય ડાયમન્ડ કોન્ફરન્સના આ ચેરિટી ડિનરમાં તમને સંબોધિત કરવાનો મને આનંદ છે. આ કોન્ફરન્સ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સુવર્ણજયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાઈ છે. “માઇન્સ ટૂ માર્કેટ 2017” થીમ પર આયોજિત આ કોન્ફરન્સમાં સમગ્ર વિશ્વમાંથી માઇનર્સ, ડાયમન્ડ કંપનીઓ, નિષ્ણાતો, રિટેલર્સ, બેંકર્સ અને એનાલિસ્ટ એકત્ર થયા છે.


આ કાઉન્સિલની સ્થાપના 50 વર્ષ અગાઉ થઈ હતી અને આ ગાળામાં ભારતે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં હરણફાળ ભરી છે. તમે બધા જાણો છો કે અત્યારે ભારત કટ અને પોલિશ ડાયમન્ડનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. નિકાસના મૂલ્ય અને રોજગારીના સર્જનની દ્રષ્ટિએ જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર ભારતમાં અગ્રણી ક્ષેત્રોમાંનું એક છે. છેલ્લાં ચાર દાયકામાં ડાયમન્ડના ઉત્પાદન અને નિકાસમાં ભારતે ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારતમાંથી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ ભારતમાંથી ચીજવસ્તુઓની કુલ નિકાસમાં 15 ટકા હિસ્સો ધરાવે છે. ભારતની સફળતાની ગાથામાં આ સફળતા ઊડીને આંખે વળગે તેવી છે. ભારતમાંથી વર્ષ 1966-67માં 28 મિલિયન ડોલરની નિકાસ થતી હતી, જે વર્ષ 1982-83માં એક અબજ ડોલરને આંબી ગઈ હતી, વર્ષ 2007-08માં 20 અબજ ડોલરને સ્પર્શી ગઈ હતી અને અત્યારે આશરે 40 અબજ ડોલરની નિકાસ દેશમાંથી થઈ રહી છે.


મિત્રો,

હજુ હમણાં સુધી ભારતીય આયાતકારોને રફ ડાયમન્ડ જોવા અને ખરીદી કરવા વિદેશ જવું પડતું હતું. તેના પગલે સપ્લાય ચેઇનની કાર્યદક્ષતામાં ઘટાડો થતો હતો. તમારામાંથી ઘણાં બધા ઇચ્છતા હતા કે રફ ડાયમન્ડની આયાત ભારતમાં શક્ય બને અને તેનું ટ્રેડિંગ થઈ શકે. ડિસેમ્બર, 2014માં દિલ્હીમાં વર્લ્ડ ડાયમન્ડ કોન્ફરન્સનું આયોજન થયું હતું, જેમાં મેં રશિયાના પ્રમુખની હાજરીમાં જાહેરાત કરી હતી કે આપણે આ માટે સ્પેશિયલ નોટિફાઇડ ઝોનની સ્થાપના કરીશું. આ વચનનું પાલન થયું છે. રફ ડાયમન્ડની ભારતમાં આયાત અને નિકાસને સક્ષમ બનાવવા, તેને જોવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા તેને કરમુક્ત બનાવવા આપણા કાયદામાં સુધારા કરવામાં આવ્યા છે. ભારત ડાયમન્ડ બૂર્સમાં સ્પેશિયલ નોટિફાઇડ ઝોન નવેમ્બર, 2015માં કાર્યરત થયો હતો. તેના સારા પરિણામો મળી રહ્યા છે. અગાઉ 80થી 90 મોટા વેપારીઓ બેલ્જિયમ, આફ્રિકા અને ઇઝરાયેલનો પ્રવાસ કરીને વૈશ્વિક રફ ડાયમન્ડ જોવા-ખરીદવાની સુવિધા ધરાવતા હતા. અત્યારે નવા સ્પેશિયલ નોટિફાઇડ ઝોન મારફતે આ સુવિધા આશરે 3,000 નાના અને મધ્યમ વેપારીઓ મેળવે છે. ડાયમન્ડ ઉદ્યોગમાં મોટા ભાગની પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કંપનીઓ 240 દિવસ જોવાની સુવિધા મેળવે છે. અત્યારે ભારત કટિંગ અને પોલિશિંગનું કેન્દ્ર છે. મારો ઉદ્દેશ તેને ડાયમન્ડના વેપાર માટે આંતરરાષ્ટ્રીય સ્તરનું કેન્દ્ર બનાવવાનો છે.


દેવીઓ અને સજ્જનો,

આપણો લક્ષ્યાંક એક પેઢીમાં ભારતની કાયાપલટ કરવાનો છે. આ સરકારે દિલ્હીમાં સત્તા સંભાળી ત્યારથી ઘણી પરિવર્તનકારક પહેલો પર ભાર મૂક્યો છે. ‘મેક ઇન ઇન્ડિયા’ તેમાંની એક છે. અમારો ઉદ્દેશ ભારતને ઉત્પાદન માટે પસંદગીનું કેન્દ્ર બનાવવાનો છે. છેલ્લાં 15 વર્ષમાં જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાંથી 475 અબજ ડોલરની નિકાસ થઈ છે. ભારતમાં ડાયમન્ડ અને સોનાનું ઓછું ઉત્પાદન થવા છતાં આ સિદ્ધિ હાંસલ થઈ છે. અન્ય મહત્વપૂર્ણ પહેલ સ્કિલ ઇન્ડિયા છે. સ્કિલ ઇન્ડિયાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કાર્યબળમાં નવા સામેલ થતા લોકો 21મી સદીના અર્થતંત્રમાં પ્રદાન કરવા જરૂરી કૌશલ્ય ધરાવે એવા છે. જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર 4.6 મિલિયન લોકોને રોજગારી આપે છે. તેમાંથી એક મિલિયન લોકો ફક્ત ડાયમન્ડ ઉદ્યોગમાં કામ કરે છે. એટલે જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર ‘મેક ઇન ઇન્ડિયા’અને ‘સ્કિલ ઇન્ડિયા’ની સંભવિતતાનું મુખ્ય ઉદાહરણ છે.


આજે આપણી સાથે આફ્રિકાના કેટલાંક દેશોના મંત્રીઓ છે. આફ્રિકાના દેશો સાથે ભારત ઉત્કૃષ્ટ સંબંધ ધરાવે છે. સંસ્થાનવાદના અસ્ત પછી આપણી સહિયારો સાંસ્કૃતિક વારસો અને આપણે ઝીલેલા સમાન પડકારો આપણને સ્વાભાવિક ભાગીદારો બનાવે છે. હું આ મંચ પર આફ્રિકાના મારા મિત્રોને ખાતરી આપું છું કે તેમના દેશમાં જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર વિકસાવવા સાથસહકાર આપવાનો તથા તેમના ટેકનિશિયનોને તાલીમ આપવાનો ભારતને આનંદ થશે.


મેં શરૂઆતમાં કહ્યું હતું કે, આ ક્ષેત્રએ લાંબી મજલ કાપી છે. જોકે હજુ તે જ્યાં હોવું જોઈએ તેનાથી ઘણું પાછળ છે. આપણું સૌથી મજબૂત પાસું ડાયમન્ડ કટિંગ અને પોલિશિંગ છે. જેમ્સ એન્ડ જ્વેલરી બજારમાં વૈશ્વિક મૂલ્યની દ્રષ્ટિએ આપણો હિસ્સો જેટલો હોવો જોઈએ તેનાથી ઓછો છે. આપણે ભવિષ્યમાં કટિંગ અને પોલિશિંગ ઉપરાંત આ ઉદ્યોગના અન્ય ક્ષેત્રોમાં ઘણું પ્રદાન કરવાનું છે. આપણે ઘણાં પાસામાં સંભવિતતા ધરાવીએ છીએ. મારે તમને એક પ્રશ્ર પૂછવો છેઃ


હાથ બનાવટના જ્વેલરી બજારમાં ભારતનો હિસ્સો વધારવા તમારી પાસે કઈ યોજના છે?

મને જણાવવામાં આવ્યું છે કે, ભારતીય નિકાસકારો નોંધપાત્ર સ્તરે આયાતકાર દ્વારા સંચાલિત છેઃ તેમાં ડિઝાઇન અને ખાસિયતો આયાતકારોની પ્રાથમિકતા પર નિર્ભર છે. તેનો અર્થ એ થયો કે ભારત વૈશ્વિક ફેશનને અનુસરે છે, નહીં કે એ વૈશ્વિક પસંદગીમાં લીડર છે. હકીકતમાં આપણે બહોળો અનુભવ અને ડિઝાઇનમાં પ્રતિભા ધરાવીએ છીએ, પણ આપણે તેને અનુરૂપ સ્થિતિ ધરાવતા નથી. હું તમને એક ઉદાહરણ આપું. ભારત પાસે બે હજાર વર્ષ જૂનાં પ્રસિદ્ધ મૂર્તિઓ, શિલ્પકળા અને સ્થાપત્યો છે. તેમાંથી અનેક પ્રતિમાઓ જ્વેલરી સાથે છે. આ કળા સમગ્ર દુનિયામાંથી લોકોને પોતાની તરફ આકર્ષે છે. આપણે તેનું દસ્તાવેજીકરણ ધરાવીએ છીએ? આપણે આ કળાના આધારે જ્વલેરીને પ્રોત્સાહન આપવાનો વિચાર કર્યો છે?


મિત્રો,

આપણે એવા યુગમાં જીવીએ છીએ, જેમાં વસ્ત્રોના રિટેલર્સ લોકોની પસંદગીઓમાં પરિવર્તન કરે છે. એટલું જ નહીં હેર ડ્રેસર્સ પણ તેમના ક્લાયન્ટની હેર સ્ટાઇલ ફેશનમાં પરિવર્તન કરી રહ્યા છે. આપણે એવા યુગમાં જીવીએ છીએ, જેમાં ડાયમન્ડનો ઉપયોગ ચશ્મા, ઘડિયાળ અને પેનમાં થાય છે. શું આપણા જ્વેલર્સ તેમની કુશળતા, ક્ષમતા અને વારસાના બળે વૈશ્વિક પસંદગી અને ફેશનને બદલી ન શકે?


વૈશ્વિક સ્તરે ફેશન બદલવા અને તેને પ્રભાવિત કરવા સક્ષમ બનવા આપણા ઉદ્યોગોએ સૌપ્રથમ તેના બજારની વિસ્તૃત જાણકારી મેળવવી પડશે. ઉદ્યોગે સંયુક્તપણે અંતિમ વપરાશકર્તાઓનો અભ્યાસ કરવો પડશે અને તેમની જરૂરિયાતો સમજવી પડશે, તેઓ શું ઇચ્છે છે તેની જાણકારી મેળવવી પડશેઃ ઉદાહરણ તરીકે, કેટલાંક ક્ષેત્રો અને કેટલાંક જૂથો સોનાની પસંદગી ધરાવી શકે છે, કેટલાંક ચાંદીની તો અન્ય કેટલાંક પ્લેટિનમની પસંદગી ધરાવી શકે છે. મૂળ મુદ્દો એ છે કે ક્લાયન્ટ સાથે સૌપ્રથમ મજબૂત જોડાણ કર્યા વિના આપણે વિશ્વમાં ટોચનું સ્થાન ન મેળવી શકીએ. અંતિમ વપરાશકર્તા સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવા ઇ-કોમર્સ અતિ સરળ સમાધાન છે. ભારતીય ઉદ્યોગ માટે આ સોનેરી તક છે. ઉદ્યોગ યુવાન ઉદ્યોગસાહસિકો દ્વારા સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપવા વિચારી શકે છે, જેઓ ઓર્ડર માટે ભારતીય જ્વેલરી બનાવવા નવું બજાર ઊભું કરી શકે છે.


અગાઉ એક જમાનમાં ભારતે કેટલીક ચીજવસ્તુઓના ઉત્પાદન અને તેની નિકાસમાં વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા હાંસલ કરી હતી. અત્યારે ભારત સોફ્ટવેરમાં ઊંચી કુશળતા અને ઉત્કૃષ્ટતા માટે ગ્લોબલ બ્રાન્ડ છે. આપણે આવી જ કામગીરી જ્વેલરી ક્ષેત્રમાં કરવાની છે. જો આપણે આ સફળતા મેળવી શકીશું, તો તેમાં પ્રચૂર સંભવિતતા રહેલી છે. આ કામગીરીને કાઉન્સિલે ખંતપૂર્વક હાથ ધરવી જોઈએ. તેમાં રાજ્ય સરકારોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે. અમે સત્તાના સૂત્રો સંભાળ્યા પછી રાજ્ય સરકારોને નિકાસને વેગ આપવા સક્રિય ભૂમિકા ભજવવા પ્રોત્સાહન આપ્યું છે. મને આશા છે કે ઉદ્યોગ સતત રાજ્ય સરકારોના સંપર્કમાં રહેશે. નિકાસ ઉપરાંત ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર ધરાવે છે. આપણા દેશમાં સ્થાનિક માગમાં પણ વધારો જોવા મળશે.


ઉદ્યોગ માટે તેની વૃદ્ધિનું આયોજન કરવું મહત્વપૂર્ણ છે. પણ આટલું જ પૂરતું નથી. તમારે તમારી વચ્ચે રહેલા નબળા લોકોનો પણ વિચાર કરવાની જરૂર છે. કાઉન્સિલે તમારા ઉદ્યોગમાં સૌથી ઓછું વેતન મેળવતા અને સૌથી ઓછી સમૃદ્ધ વ્યક્તિઓનો વિચાર કરવો જોઈએ. ઉદાહરણ તરીકે, જયપુર, થ્રિસૂર, વારાણસી, રાજકોટ, જયપુર અને કોઇમ્બતૂર જેવા સ્થળે કામ કરતા કારીગરોનો. ઉદ્યોગ દરેક કારીગરોની નોંધણી સરકારની ઓછા ખર્ચની સામાજિક સુરક્ષા યોજનાઓમાં કરી શકે, જેમ કે

- અકસ્માતના વીમા માટે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના

- જીવન વીમા માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના

અને

- લઘુતમ પેન્શન સુનિશ્ચિત કરવા અટલ પેન્શન યોજના.


અકસ્માતના વીમાનો ખર્ચ મહિને રૂ. એક આવે છે અને જીવન વીમાનો ખર્ચ દરરોજ રૂ. એક આવે છે. બેંકમાં અંદાજે રૂ. 5,000ની ડિપોઝિટમાંથી જે વ્યાજ મળશે તેમાંથી આ પ્રીમિયમની કાયમી ધોરણે ચુકવણી થશે.


મિત્રો,

ભારત વર્ષ 2022માં તેની આઝાદીનું 75મું વર્ષ ઉજવશે. આ સીમાચિહ્નરૂપ વર્ષ માટે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગો કોઈ લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે? ત્યાં સુધી તમે દેશ માટે શું કરી શકો? ત્યાં સુધીમાં ઉદ્યોગ ક્યાં પહોંચ્યો હશે? તમે ક્યાં પહોંચ્યા હશો? તમે નવી કેટલી રોજગારીનું સર્જન કરી શકશો? હું તમને આ બાબતો પર ગંભીરપણે વિચારવા કહું છું અને કોઈ યોજના રજૂ કરવા જણાવું છું. જો નીતિનિયમોમાં ફેરફારો કરવાની જરૂર જણાશે, તો હું તમને ચોક્કસ અને વ્યવહારિક સૂચનો કરવા કહું છું. જો તે આપણા દેશના હિતમાં હશે, તો ચોક્કસ અમે તેનો વિચાર કરીશું.


છેલ્લે મારા વિચારો તમારી સાથે વહેંચવાની તક પ્રદાન કરવા બદલ તમારા બધાનો હું આભારી છું. કોન્ફરન્સને સંપૂર્ણ સફળતા મળે તેવી શુભેચ્છા . 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi