A definite change is now visible in India, says PM Narendra Modi
Change in the economic and social content, represents the essence of the New Rules for the New India and the New Economy: PM
India, once mentioned among the ‘Fragile Five’ is now rapidly moving towards becoming a “Five Trillion Dollar” economy: PM
India is playing a key role in the entire world’s growth, the country’s share of the world GDP has risen from 2.4% in 2013, to 3.1% in 2017: PM
A new approach and a new work culture has developed in India: PM Narendra Modi
Speed + Scale + Sensitivity = Success: PM Narendra Modi
Unprecedented investment is being made today in infrastructure, agriculture, technology, health sector, and education sector: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધન કર્યું હતું, જેનો વિષય હતોઃ ન્યૂ ઇકોનોમી – ન્યૂ રુલ્સ (નવું અર્થતંત્ર, નવા નિયમો).

કેન્દ્ર સરકાર થોડાં મહિનામાં સત્તામાં આવ્યાનાં ચાર વર્ષ પૂર્ણ કરશે તેનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે,અસરકારક પરિવર્તન હવે દેખાય છે. તેમણે જણાવ્યું હતું કે, આર્થિક અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં આ ફેરફારો નવા ભારત અને નવા અર્થતંત્ર માટે નવા નિયમોનું હાર્દ પ્રસ્તુત કરે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં ભારતને “ભાંગી પડેલા પાંચ” અર્થતંત્ર માંથી “પાંચ ટ્રિલિયન ડોલર”નું અર્થતત્ર બનાવવા તરફ પરિવર્તનકારી પગલા ભર્યા છે. પ્રધાનમંત્રીએ હકીકતો અને આંકડા રજૂ કર્યા હતાં, જે સૂચવે છે કે ભારત કેવી રીતે સંપૂર્ણ વિશ્વની વૃદ્ધિમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય શરતોમાં વિશ્વની જીડીપીમાં ભારતનો હિસ્સો વર્ષ 2013માં 2.4 ટકાથી વધીને વર્ષ 2017માં 3.1 ટકા થયો છે. તેમણે કહ્યું હતું કે, વિવિધ વિસ્તૃત આર્થિક માપદંડો પર ભારત શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવા અભિગમ અને નવી કાર્યશૈલીને કારણે આ પરિવર્તન થયું છે. તેમણે કહ્યું હતું કે, ભારતની સ્પર્ધાત્મકતાને અત્યારે સંપૂર્ણ વિશ્વ માન્યતા આપે છે.

શ્રી નરેન્દ્ર મોદીએ યાદ કર્યું હતું કે, જ્યારે એમણે છેલ્લે આ ગ્લોબલ બિઝનેસ સમિટમાં હાજરી આપી હતી, ત્યારે જીએસટી હજુ સંભવિતતા હતી. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે તે વાસ્તવિકતા છે, જેનાં કરવેરાનાં પાલનની વ્યવસ્થાને શ્રેષ્ઠ બનાવવા અને શ્રેષ્ઠમહેસૂલી વ્યવસ્થા પ્રદાન કરે છે. એમણેનાદારી અને દેવાળિયાપણાની આચારસંહિતા સહિતાનાં અન્ય સુધારાઓનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારી પહેલોની સફળતા સુનિશ્ચિત કરવા ઝડપ, વ્યાપ અને સંવેદનશીલતા મહત્ત્વપૂર્ણ છે. તેમણે માળખાગત ક્ષેત્રની કામગીરીમાં આવેલી ઝડપનાં કેટલાંક ઉદાહરણો આપ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, માળખાગત ક્ષેત્ર, કૃષિ, ટેકનોલોજી, સ્વાસ્થ્ય ક્ષેત્ર અને શિક્ષણ ક્ષેત્રમાં અત્યારે અભૂતપૂર્વ રોકાણ થઈ રહ્યું છે.

પ્રધાનમંત્રીએ આરોગ્યનાં ક્ષેત્રમાં મિશન ઇન્દ્રધનુષ, જન ઔષધિ સ્ટોર અને આયુષ્માન ભારત યોજના જેવી પહેલોનો ઉલ્લેખ કર્યો હતો.

ડિજિટલ ઇન્ડિયા મિશન વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 100 કરોડ બેંક ખાતાઓ, 100 કરોડ આધાર કાર્ડ અને 100 કરોડ મોબાઇલ ફોનનો ત્રિસ્તરીય અભિગમ વિશિષ્ટ પ્રણાલી ઊભી કરશે, જે દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે. તેમણે એમએસએમઇ સેક્ટર માટેનાંપગલાઓ વિશે વાત પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટમાં અંતિમ સંબોધનમાં તેમણે દરેક માટે ઘર, દરેકને વીજળી, દરેકને સ્વચ્છ રસોઇ (ઉજ્વલા યોજના), દરેકને સ્વાસ્થ્ય સુવિધા અને દરેકને માટે વીમા યોજનાપર વાત કરી હતી. એમણે ઘરનાં નિર્માણ, સૌભાગ્ય યોજના, ઉજ્જવલા યોજના અને વીમાનાં સંબંધમાં લેવાયેલા વિવિધ પગલાંઓની રૂપરેખા રજૂ કરી હતી. સરકારની પહેલોનો ઉદ્દેશ ગરીબોનું સશક્તિકરણ છે, ત્યારે પ્રધાનમંત્રીએ શૌચાલયોનાં નિર્માણ, મુદ્રા યોજના મારફતે લોનનું વિતરણ અને સોઇલ હેલ્થ કાર્ડના વિતરણનો ઉલ્લેખ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ તાજેતરનાં કેન્દ્રીય બજેટમાં એમએસપી પર થયેલી જાહેરાતનો ઉલ્લેખ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ અપીલ કરી હતી કે, વિવિધ નાણાકીય સંસ્થાઓમાં નિયમો અને નૈતિકતા સુનિશ્ચિત કરવાની જવાબદારી જેમને સુપરત કરવામાં આવી છે, તેમણે સંપૂર્ણ કટિબદ્ધતાથી કામ કરવું પડશે – ખાસ કરીને જે નિરિક્ષણ અને દેખરેખ માટે જવાબદાર છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, સરકાર નાણાકીય બાબતોમાં અનિયમિતતા સામે કડક પગલાં લેશે. તેમણે જણાવ્યું હતું કે, લોકોનાં નાણાનો ગેરકાયદેસર સંચય અસ્વીકાર્ય છે, અને આ “નવું અર્થતંત્ર – નવા નિયમો”નો મૂળભૂત મંત્ર છે.

 

 

 

Click here to read PM's speech 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Aadhaar, digital payments cut India's welfare leakage by 13%: BCG Report

Media Coverage

Aadhaar, digital payments cut India's welfare leakage by 13%: BCG Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi shares Sanskrit Subhashitam emphasising the importance of Farmers
December 23, 2025

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam-

“सुवर्ण-रौप्य-माणिक्य-वसनैरपि पूरिताः।

तथापि प्रार्थयन्त्येव कृषकान् भक्ततृष्णया।।”

The Subhashitam conveys that even when possessing gold, silver, rubies, and fine clothes, people still have to depend on farmers for food.

The Prime Minister wrote on X;

“सुवर्ण-रौप्य-माणिक्य-वसनैरपि पूरिताः।

तथापि प्रार्थयन्त्येव कृषकान् भक्ततृष्णया।।"