પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી લક્ષ્મણરાવ ઇનામદારની જન્મશતાબ્દીની ઉજવણીનાં પ્રસંગે નવી દિલ્હીમાં સહકાર સંમેલનમાં હાજરી આપી હતી.
આ સંમેલનમાં ઉપસ્થિત લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણો દેશ “બહુરત્ના વસુંધરા” છે, જેમાં ઘણાં લોકોએ વિવિધ પ્રદેશોમાં અને વિવિધ સમયગાળામાં મહાન પ્રદાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે તેમાંથી કેટલાંક લોકો સુપ્રસિદ્ધ છે અને મીડિયામાં તેમનાં વિશે ચર્ચા થાય છે, ત્યારે ઘણાં લોકો એવા છે, જેમણે કિંમતી પ્રદાન કર્યું હોવા છતાં તેઓ મોટા ભાગે જાણીતા નથી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વકીલસાહેબનું – લક્ષ્મણરાવ ઇનામદાર – આ પ્રકારનું વ્યક્તિત્વ હતું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સહકારી આંદોલનનો પ્રથમ સિદ્ધાંત દરેકને એકતાંતણે બાંધવાનો છે, પછી ભલે તેઓ એકબીજાથી અજાણ રહે. તેમણે કહ્યું હતું કે, શ્રી ઇનામદારે આ સિદ્ધાંતને ચરિતાર્થ કર્યો હતો અને તેમનું જીવન પ્રેરણાનું ઝરણું છે. પ્રધાનમંત્રીએ વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા તથા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સંતુલિત વિકાસ જેવા લક્ષ્યાંકો વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સહકારી આંદોલન આ ઉદ્દેશો પાર પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.
પ્રધાનમંત્રીએ સહકારી આંદોલનમાં “જુસ્સા”ને જાળવવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જેણે ગ્રામીણ વિસ્તારોને હજુ એક રાખ્યાં છે. તેમણે શ્રી ઇનામદારનાં ‘બિના સંસ્કાર, નહીં સહકાર’ મંત્રને યાદ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે ખેડૂતો રિટેલમાં ખરીદી કરે છે, પણ હોલસેલમાં વેચાણ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, વચેટિયાઓને દૂર કરવા અને આવક વધારવા માટે આ પ્રક્રિયા વિપરીત કરવાની જરૂર છે. ડેરી સહકારનું ઉદાહરણ આપીને તેમણે કહ્યું હતું કે, સહકારી આંદોલન લોકોની સમસ્યાઓનું સમાધાન કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, સહકારી આંદોલન ભારતીય સમાજની પ્રકૃતિને અનુરૂપ છે. પ્રધાનમંત્રીએ યુરિયાનાં નીમ કોટિંગ, મધમાખી ઉછેર અને દરિયાઈ ઘાસની ઉછેરનો ઉલ્લેખ એવા ક્ષેત્રો તરીકે કર્યો હતો, જેમાં સહકારી આંદોલન નોંધપાત્ર પ્રદાન કરી શકે છે.
પ્રધાનમંત્રીએ બે પુસ્તકો એક “શ્રી લક્ષ્મણરાવ ઈનામદાર ઉપર” અને એક “નાઇન જેમ્સ ઓફ ઇન્ડિયન કોઓપરેટિવ મૂવમેન્ટ”નું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે તેમણે સહકારી ઉત્કૃષ્ટતા માટે એવોર્ડ પણ એનાયત કર્યા હતાં.
Cooperative movements are not only about systems. There is a spirit that brings people together to do something good: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 21, 2017
There are several sectors where the cooperative sector can help make a positive difference: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 21, 2017
It is natural for the cooperative sector to grow and shine in India: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 21, 2017