પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુરોપિયન કમિશનના અધ્યક્ષ હર એક્સેલન્સી ઉર્સુલા વોન ડેર લેન સાથે ફોન પર વાતચીત કરી.
બંને નેતાઓએ ભારતમાં COVID-19 ની પ્રવર્તમાન પરિસ્થિતિ અને EU સહિતના વિચારોની આપલે કરી, જેમાં COVID-19 ની બીજી લહેરને સમાપ્ત કરવાના ભારતના પ્રયાસો પણ સામેલ છે. પ્રધાનમંત્રી મોદીએ COVID-19 ના બીજી લહેર સામે ભારતની લડત માટે ઝડપી સમર્થન એકત્રિત કરવા માટે EU અને તેના સભ્ય દેશોની પ્રશંસા કરી.
તેઓએ નોંધ્યું કે જુલાઈમાં મળેલી છેલ્લી સમિટથી ભારત -EU વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીમાં નવી ગતિ આવી છે. નેતાઓ એ વાતે સહમત થયા કે આગામી ૮ મી મે 2021 ના રોજ યોજાનારી ભારત -EU નેતાઓની વર્ચ્યુઅલ બેઠક ભારત-EU વચ્ચેના બહુમુખી સંબંધોને આગળ વધારવા માટે અગત્યની તક બની રહેશે. ભારત -EU નેતાઓ ની મીટીંગ EU +27 ફોર્મેટ માં પહેલી બેઠક હશે. અને તે ભારત -EU વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા બંને પક્ષની મહત્વાકાંક્ષાને પ્રતિબિમ્બિત કરશે.